________________
42.
પશુસૃષ્ટિ
માત્ર માનવીમાં જ સમસ્ત સંસાર સમાઈ જતો નથી, સંસાર તો એથી પણ વિશેષ મહાન છે. જેમાં પશુ છે, પંખી છે, કીટ છે, પતંગ છે ને જંતુ છે. અને આ ભરી દુનિયામાં માત્ર માનવીને જ જીવવાનો અધિકાર નથી; જીવન એ દરેક દેહધારીને એના જન્મ સાથે મળેલો જન્મસિદ્ધ હક છે.
જીવ અનેક છે. જે ટલા જીવ છે, એટલા સંસાર છે. જેવો માનવીઓનો સંસાર, એવો પશુપંખીઓનો સંસાર.
માનવીઓના સંસારમાં જેમ રાજા, મંત્રી, દીવાન, સેનાપતિ અને સામાન્ય જન હોય છે, એમ અહીં પણ છે.
ત્યાં પિતા-પુત્ર છે, અહીં પિતા-પુત્ર છે. ત્યાં પતિ-પત્ની છે, અહીં પણ તેમ છે.
માનવસમાજ માં જેમ અમુક નિયમોવાળું જીવન જીવે છે, એમ પશુ-પંખીઓમાં પણ જીવનના નિયમો પ્રવર્તે છે.
બધે હમણાં હમણાં પરાજ્યમાં એવી ફરિયાદ આવી હતી કે માનવસમાજ પશુરાજ્યના કેટલાક નિયમોનું અતિક્રમણ કરી રહ્યો છે. પશુવર્ગ જેમ અમુક ઉંમરે માતા-પિતાને છોડી દેતો, માણસ પણ એમ કરતો થયો હતો.
સમગ્ર ચેતનસૃષ્ટિમાં જીવનનિર્વાહ એ મુખ્ય વસ્તુ હતી; પણ પશુરાજ્યમાં આવતી કાલનો વિચાર ન થતો. આજે પેટપૂરતું મળી ગયું. એટલે વાત પતી ગઈ. કાલની ચિંતા કાળને હાથ ! પણ માનવીએ તો આજીવિકાને જીવનનું મુખ્ય ધ્યેય બનાવ્યું હતું, ને પેટની આગ પાસે જીવનના સર્વ ધર્મો એ ભૂલી ગયો હતો. અને પેટ કરતાં જીભનું - જાણે રાજા કરતાં દ્વારપાળનું મહત્ત્વ વધી ગયું હતું.
પશુરાજ્ય આવી વાતોથી મુક્ત હતું. એટલે માનવી જે વાતમાં શોકસંતાપ કરતો એ વાતમાં પશુસૃષ્ટિમાં કોઈને શોકસંતાપ કરવા જેવું ન લાગતું.
માનવી જે વાતમાં સદાકાળ યુદ્ધ કર્યા કરતો, એ જર, જમીન અને જોરુની બાબતમાં પશુજગતમાં સાવ સીધો ગજ વપરાતો. જોર રહ્યું, જીવ રહ્યો ત્યાં સુધી બધું જાળવ્યું ! જોર ગયું ને જીવ ગયો, પછી એની સાથે પોતાને ન કશી લેવાદેવા કે ન કોઈની ફિકર-ચિતા. જે જીવે તે ભોગવે. આ સૃષ્ટિનો આ સહેજ ક્રમ; એમાં પછી અફસોસ કરવાનો કેવો ?
આવા નિરાકુલ પશુરાજ્યમાં આજે એકાએક માનવોની દખલગીરી થઈ ગઈ કેટલાય માણસો કેટલાંય હથિયારો લઈને જંગલમાં ઊતરી પડ્યા !
શાણાં પશુઓ આથી ડરીને જરા દૂર ચાલ્યાં ગયાં. કેટલાક કુતૂહલી જીવો બધો તાલ જોવા આડાંઅવળાં સંતાઈ ગયાં.
એમણે કંઈક જોયું તો ખરું, પણ શું જોયું એની એમને કંઈ સમજ ન પડી. અજ્ઞાન કરતાં અર્ધ જ્ઞાન ભયંકર હોય છે. તેઓએ તો જંગલમાં ઊતરી પડેલા આ માનવીઓના કાફલાને પશુ-રાજ્યના હિતસ્વી તરીકે જાહેર કર્યો. તેઓ કહેવા લાગ્યા કે આ પરોપકારી માનવો આપણા માટે રસ્તા બનાવશે, આપણા માટે જળાશયો રચશે, આપણને પોષણનાં પૂરાં તત્ત્વો મળે માટે ઠેર ઠેર ખોરાકની પણ વ્યવસ્થા ખડી કરશે.
આ હેવાલો એક વનખંડથી બીજા વનખંડ સુધી પ્રસરી ગયા, અને છુપાયેલાં પશુઓ ધીરે ધીરે બહાર નીકળીને એકત્ર થવા લાગ્યાં.
વાત ખોટી નહોતી.
જંગલના એક મોટા સરોવરમાં જાતજાતનાં માછલાં રહેતાં હતાં. કહેવાતું કે જે માણસ એક વાર એ માછલાંનો આહાર કરતો એ જીવનભર એનો સ્વાદ છોડી ન શકતો. એ સરોવર પાસે એક નીક ખોદાઈ રહી હતી. એ નીક ઠેઠ ગિરિનગર સુધી જવાની હતી. ત્યાં રેવતાચલની તળેટીમાં બીજું એક સરોવર તૈયાર કર્યું હતું. એમાં આ મેસ્યોનો સંઘ જઈને વસવાનો હતો. ત્યાં ઘણા પ્રકારની નાની નાની માછલીઓ હતી, એનો ચારો આ મોટી માછલીઓને મળવાનો હતો.
જેવું માછલાંનું હતું એવું હરણાંનું હતું. | બેચાર દિવસમાં તો એક સુંદર વાડો તૈયાર થઈ ગયો. આ જંગલનો એક કાળિયાર બીજા જંગલની સો મૃગલીઓને પરણવાનો હતો. ત્યાં પીવાનાં મધુર જળ ને ખાવાનાં મીઠાં મધ ઘાસ જોઈએ તેટલાં તૈયાર હતાં. જ્યાં જ્યાં મૃગોની વસતી હતી, ત્યાં ત્યાં આ સંદેશ પહોંચ્યો અને જેવો સંદેશ
પશુસૃષ્ટિ 1 319