________________
એક સખીએ ભંગ કર્યો.
‘રે શ્વેતા ! મને તો લાગે છે કે સંસારમાં હું જ પહેલી પરણું છું.” અને રાજ્યશ્રી આવીને પોતાના આસને બેસી ગઈ. - સખીઓ અધૂરા શણગારને પૂરો કરવાના કામે લાગી. એક સખીએ સુંદર એવાં સુવર્ણ કંકણ ધર્યા. એ જોઈને રાજ્યશ્રી બોલી, ‘સખી, આ કંકણ વગર ન
ચાલે ?”
* કંકણ વગર હાથ ન શોભે.' સખીએ કહ્યું.
મારો નેમ કહે છે, હાથ તો દાનથી શોભે. રે ભુંડીઓ ! ફેંકી દો આ તમારા કંકણ !?
રાજ્યશ્રીએ કંકણ લઈને દૂર ફગાવી દીધાં. ‘કુંવરીબા ! કંકણ આમ ફગાવી ન દેવાય. એ તો અપશુકન કહેવાય !” મધુએ
કહ્યું.
શૃંગારની બાબતમાં નવોઢાથીય વધુ કાળજી રાખનાર સત્યારાણી આજે જેમ તેમ સિંગાર કરીને જલદી જલદી તૈયાર થયાં હતાં, અને પોતાની સખીઓ અને પરિવારજનોને ઉતાવળ કરવા કહેતાં હતાં : ‘રે, જલદી કરો ! હમણાં જાન આવી પહોંચશે, અને નગરના દરવાજે ગીત ગાતાં ગાતાં તમારે એને મોતીડે વધાવવા જવું પડશે.'
આ બધું તો ઠીક, પણ જેને માટે આ બધી ધમાલ ચાલી રહી છે, એ રાજ્યશ્રી ક્યાં ? શું હજીય એ એના સંમોહનખંડમાં બેસીને એના ભાવિ ભરથારનું ચિત્ર દોરી રહી છે ? રે ઘેલી ! આખું ચિત્ર સજીવ થઈને તારી પાસે આવતું હોય, ત્યારે જડ ચિત્રનું આ આલંબન કેવું ?
ચતુર રાજ્યશ્રી જાણે મનોમન ઉત્તર આપતી : “ચેતન આત્માને જડ દેહનું આલંબન હોય છે તેવું. પહેલો દેહ જોયો, એની માયા કરી, પછી આત્માને ઓળખ્યો, આત્મા સાથે સંલગ્ન બની ! પણ એ પિછાન કરાવનાર આ દેહને કેમ ભૂલું ?'
એ પ્રેમદીવાની કવિતા રચતી અને નૃત્ય કરતી પોતાના મનોભાવનું ગાન કરતી. દેહને કેમ ભૂલું ? પ્રિયના એ જ દેહના બે હસ્ત મારી વેણી ગૂંથશે; વેણી ગૂંથીને એમાં બકુલની વેણી નાખશે. એ જ બે હસ્ત મને પોતાના હૃદયનો આશ્લેષ આપશે. અમે બેનાં એક થઈશું. પ્રાણેપ્રાણ મિલાવીશું.
વાહ રે દુનિયા ! સાવજ જેવી રાજ્યશ્રી પ્રેમનાં જળ પામીને જાણે પોચું પોયણું બની ગઈ.
‘ઝટ કરો સખીઓ ! સિંગાર વગર સ્ત્રી ન શોભે !' રાજ્યશ્રી બોલી. એના બોલવામાં કટાક્ષ હતો; સિંગાર તરફની અરુચિ હતી.
અરે ઘેલી ! હીરો તો એમેય પ્રકાશમાન જ છે; પણ વીંટીમાં જડ્યું એનો પ્રકાશ અદ્દભુત થઈ જાય છે. ભલભલા મુનિ તારો સિંગાર જોઈ ચલાયમાન થઈ જાય.’
આવતી જાનનાં વાજિંત્રોના માદક સુરો સાંભળીને રાજ્યશ્રી શુંગાર સજતાં સજતાં ઊભી થઈ ગઈ. એની કામણગારી અલકલટોમાં ગૂંથેલ તમામ મોતી ધરતી પર વેરાઈ ગયાં. ગવાક્ષમાં જઈને આવતી જાનને એ તૃષાતુર હૈયે નીરખી રહી.
મધુમાલતી મનસ્વિની રાજ્યશ્રીને નયન ભરીને નીરખી રહી. અર્ધ અલંકારોમાં પણ એ કેવી શોભતી હતી ! એનાં નેત્રો કમળની શોભાને ઝાંખા પાડતાં હતાં. અને કમલદંડ વડે જેમ સરોવર શોભે એમ કરકમલથી એ શોભતી હતી. પાતળી કટીવાળી રાજ્યશ્રી અત્યારે કામદેવની કામઠી જેવી લાગતી હતી. ‘કુંવરીબા ! સહુ પરણ્યાં હશે કે તમે જ પહેલાં પરણો છો ? કેવાં વરઘેલાં!”
326 3 પ્રેમાવતાર
‘અને મારી નેમ એકમત હોઈએ ત્યાં પછી શુકન અને અપશુકનની ચિંતા કેવી ?' રાજ્યશ્રી ભારે મનસ્વી બની હતી. મધુએ દોડીને એનું મુખ દાબી દેતા કહ્યું, ‘મને બીક લાગે છે. અમંગલ વાણી તમારાં જેવાં વિવેકીને ન શોભે! હું તો તમ જેવાં નરનારનાં સંયોગથી થનાર સુંદર સંતાનની કલ્પના કરી રહી છું !”
‘જા રે ઘેલી !' રાજ્યશ્રી શરમાઈ ગઈ.
દૂર દૂરથી વાજિંત્રોના નાદ આવી રહ્યા હતા. રાજ્યશ્રીનો અધૂરો શૃંગાર પૂરો થઈ ગયો.
જાન આવી, જાન આવી 327