________________
એમ કેમ ?” મધુને આશ્ચર્ય થયું, ‘રાજકારણમાં જેમ જાસૂસી મહત્ત્વની હોય છે, તેમ તમે પણ જાસૂસી ખાતું રાખતા લાગો છો.*
ના મધુ,’ નેમકુમારે ટૂંકો જવાબ આપ્યો, પણ એમાં મિષ્ટતા એટલી ભરી હતી કે ગમે તેવી માનુની માન મૂકી દે. મધુએ વિચાર કર્યો કે આવા નર પાસે રાજ્યશ્રી ગમે તેવી પોલાદની હોય તોપણ મીણ બની જાય એમાં શી નવાઈ ?
‘રાજ્યશ્રી આપને યાદ કરે છે.” મધુએ કહ્યું.
‘જરૂર. અમે એક ચેતનનાં બે અડધિયાં છીએ, મધુ ! હું પણ રાજ્યશ્રીને યાદ કરું છું.’ નેમકુમારે કહ્યું.
‘તમારી પુરુષોની તો વાત જ મૂકો ને ! વાતમાં કશો માલ ન હોય અને મોણ નાખો એટલું બધું કે બિચારી ભોળી નારને ભરમાવી મૂકો.”
‘ના મધુ, પુરુષ સદા સ્ત્રીને ઝંખ્યા કરે છે.”
‘ઠાલી મીઠી વાતોથી શું વળે ? કહો જોઉં, આ પર્વતમાં ફર્યા કરો છો, તે કેટલી વાર મારી સખીને યાદ કરી ? કેટલા પત્ર લખ્યા ? ભારે ચાલાક છો. પહેલાં સ્ત્રીને ફોસલાવો, એની સાથે લગ્ન કરી, થોડા દહાડા એને સ્વર્ગસુખ આપો ને પછી પોબારા ગણી જાઓ. કાં લડાઈએ જાવે, કાં વ્યાપારે સંચરો, કાં પર્વત પર ધ્યાન કરવા ચાલ્યા જાવ ! પેલી બિચારી નિસાસા નાખતી વિયોગથી દાઝેલી વિરહિણી કાવ્ય બનાવતી બનાવતી ભલે કમોતે મરે .”
મધુ ! ભારે કુશળ છે તું તારી સખીના અંતરની વાતો કહેવામાં. તું જેમ કહીશ તેમજ હું કરીશ. વારુ, કયા કામે તું આવી છે ?' નેમકુમારે મીઠાશથી કહ્યું.
મારી સખીનો પત્ર તમને આપવા અને એનો જવાબ લેવા.'
મધુએ પત્ર આપ્યો. જેમકુમારે ભાવથી વાંચ્યો, ફરી વાંચ્યો. થોડી વાર મૌન રહ્યા ને બોલ્યા, ‘મધુ, કર્મની રચના અજબ છે. તીર્થંકર કે ચક્રવર્તીને પણ એ નથી છોડતાં. સ્ત્રીમાત્રમાં નીરસ હું, બ્રહ્મચારી રહી બ્રહ્મની સાધના કરવાના ચિત્તવાળો હું, કેવી રીતે તારી સખીમાં લોભાઈ ગયો, એ જ મને હજી સમજાતું નથી !'
મારી પણ એ જ મુંઝવણે છે. રાજ્યશ્રી તો સાવજની શાસનકર્તા ! ચિત્તાને કૂતરાના ગલુડિયાની જેમ રમાડનારી ! પણ તમારી સાથે મિલન થયા પછી એ સાવ ફરી ગઈ છે. કોઈ રમતમાં એનું ચિત્ત ચોટતું નથી. ખાવામાં તો મુનિ બની ગઈ છે અને નિદ્રામાં યોગિનીનું અનુકરણ કરી બેઠી છે ! એને શું થયું છે, એ જ સમજાતું નથી. અલબત્ત, નર ચાહે નારીને, નારી ચાહે નરને, ચાહનાના આ ચક્ર પર જ સંસારનો રથ ચાલે છે. પણ આ મારી સખીએ તો જાણે નવી નવાઈનો પ્રેમ કર્યો છે!” મધુમાલતી રસ્તાનો થાક આ રીતે અંતરની ચીડ પ્રગટ કરીને ઉતારી રહી.
308 પ્રેમાવતાર
એને મનમાં ઓછું આવતું હતું કે જેમકુમાર રાજ્યશ્રીના વિચારોમાં એવા લયલીન છે કે મારા પ્રવાસની કુશળતા પૂછવાનું પણ વીસરી ગયા છે. પ્રેમ વિવેકને વિસરાવી દે છે તે આનું નામ !
મધુ સંયમ રાખીને બોલી, “પત્રનો જવાબ આપો, નેમ !! ‘જવાબમાં હું તારી સખી પાસે હાજર થાઉં તો ?' ‘એનાથી રૂડું શું ? વિવાહ જલદી રચવાના છે.” ‘બલરામને રાજી કરવા માટે, ખરું ને ?'
‘હા ગૃહક્લેશને ઠારવા. લગ્ન થાય તો બલરામ તીર્થયાત્રાએ જતાં રોકાઈ જાય. શ્રીકૃષ્ણ હસ્તિનાપુર જતા થંભી જાય.” મધુએ સ્પષ્ટ કર્યું.
‘પણ આ બધું કેટલા દહાડો ચાલે ?” ‘લગ્ન જેટલા દિવસ ચાલે તેટલા દિવસ.' પછી શું ?'
‘ભલા કુમાર ! જાણતા નથી કે અણીનો ચૂક્યો સો વર્ષ જીવે ?” મધુમાલતીએ નેમને દુન્યવી ડહાપણ આપવા માંડ્યું.
- “મધુ ! મનનો વ્યાપાર જ આ બધામાં કારણભૂત છે. આત્મા જાગ્યો નથી ત્યાં સુધી આવી બધી લડાઈઓ ચાલતી જ રહેવાની, માટે આત્માને જગાડવાની વાત
કરો. *
જાગવાની કે જગાડવાની જે વાત કરવી હોય તે મારી સખી સાથે કરજો . નેમકુમાર, હું તો તમને લઈ જઈને એની નજરે કરી દઉં એટલે મારું કામ પૂરું.” મધુએ ઊભા થતાં કહ્યું, ‘લો ત્યારે ચાલો નેમ-રાજ !'
‘હું નેમ ને તારી સખી રાજ ! વાહ, સરસ સંબોધન છે !' નેમકુમારે ઊભા થતાં
મધુને નેમ રસિક લાગ્યા.
નેમ D 309