________________
*સખી ! નેમ જેવો વર મળ્યા પછી જે ઊંઘે એ અભાગણી કહેવાય !' મધુમાલતીએ સખીને સાંત્વન મળે એ રીતે કહ્યું.
‘હવે ખોટી ખુશામત ન કર !'
‘સાચું કહું છું બહેન ! આવા વર માટે તો હું સાત સાત ભવ ઓવારી નાખું. એક આખો ભવ એનાં સ્વપ્ન જોવામાં પૂરો થઈ જાય. રે રાજ્યશ્રી ! નવવધૂ બનીને એ પ્રીતમને મળવા જતાં વળી બીજા બે ભવ નીકળી જાય, અને એને આર્લિગતાં...રાજ્યશ્રી ! માણસનું મુક્તિદ્વાર જ ખૂલી જાય. સત્યમ્, શિવમ્, સુંદરમ્, નિરંજન, નિરાકાર !' ચતુરા મધુમાલતી વાત કરતાં કરતાં જાણે રસમાં નિમગ્ન બની ગઈ.
‘મધુમાલતી ! તું ખરેખર ચતુરા નાર છે. મારી પસંદગી યોગ્ય પર ઊતરી છે, મારું એક કામ કર !’
‘કહે સખી, તને પ્રિય એવું શું કામ કરું ?'
‘તું પત્રદૂત બનીને નેમ પાસે જા !'
‘નેમનગીના પાસે ? ભારે મીઠો માનવી છે. જરૂર જઈશ. એની વાતો ભૂખ્યાને ભાવતાં ભોજન મળ્યા જેવી મીઠી લાગે છે, જાણે સાંભળ્યા જ કરીએ. એની સાથે થોડી વાતો પણ કરતી આવું ને ?'
“મને ઈર્ષ્યા થશે, સખી ! નેમની સાથે વાત કરવાનો અધિકાર તો મારી એકલીનો જ !'
ગઈ.
‘તો હું શું કરું ?'
‘પત્ર આપીને પાછી ફરી જજે.'
‘જવાબ માટે ન થોભું ?'
‘થોભ૪. મૂંગી મૂંગી જવાબ સાંભળીને પાછી ફરજે.' રાજ્યશ્રી બોલે બંધાઈ
‘અને નેમ કંઈ પ્રશ્ન કરે તો ?' મધુરે સામો પ્રશ્ન કર્યો.
‘તોપણ તું મૂંગી રહેજે.' રાજ્યશ્રીનું પ્રેમભક્તિભર્યું હૃદય પોતાનો પ્રીતમ બીજા કોઈ સાથે વાત કરે એ પણ સહન કરવા તૈયાર નહોતું.
‘એમ કરીશ તો હું સારી લાગીશ ? તારા પત્રદૂત તરીકે શોભીશ ?' મધુમાલતીએ વળી પ્રશ્ન કર્યો, ‘નેમને એમ તો નહિ લાગે ને કે જેની સખી મૂંગી એની સ્વામિની કેવી હશે ?’
‘ના, ના, મધુ ! મને માફ કર ! તું તારે એમની સાથે મન ભરીને નિરાંતે વાત 302 – પ્રેમાવતાર
કરજે. એ કહે તો મારો પત્ર ગાઈને સંભળાવજે ! મધુ ! મને તારો ભરોસો છે, મારા નેમનો પણ ભરોસો છે.’
‘ભરોસો નેમનો રાખજે ! એ તો મને હંમેશાં વિશ્વપુરુષ લાગ્યો છે. જાણે જગતને મોહમાયાના ફંદામાંથી બચાવવા જ અવતર્યો ન હોય. પ્રશ્ન તો એ થયા કરે છે કે ભલા, એ તારી કેદમાં સપડાશે ખરો ?’
‘સખી ! તું ભૂલે છે. રાજ્યશ્રીની કેદમાં પડવા માટે તો કંઈ કેટલા ભવનું પુણ્ય જોઈએ. પણ ન માલૂમ કેમ, હું આ નેમ પાસે નાની થઈ જાઉં છું. લે, આ કાગળ વાંચી જો. કંઈ અનુચિત તો લખાયું નથી ને ?'
મધુમાલતીએ પત્ર વાંચીને કહ્યું, “અરે ! આમાં ખાસ વાત તો રહી ગઈ. લખનારનું નામઠામ તો લખ્યું, પણ જેના ઉપર પત્ર લખ્યો એનું નામઠામ તો છે નહિ.'
‘તે તું ઉમેરી લે.’ રાજ્યશ્રીએ કહ્યું.
મધુમાલતીએ પત્રની શરૂઆતમાં થોડીએક પંક્તિઓનો ઉમેરો કરતાં લખ્યું,
‘સ્વસ્તિ શુભ સ્થાન છે રે,
શહેર દ્વારિકા ધામ હો લાલ તેમાં વસો વહાલા તમે, નિર્મળ નેમજી નામ હો લાલ
રાજુલ લખે નાથ નેમને હો લાલ
વહાલમ ! વહેલેરા પધારજો રે !'
પત્ર પૂરો થયો. રાજ્યશ્રી પોતાની સખીને રવાના કરતાં એને ભેટી પડી અને બોલી, મારા વહાલાને કહેજે કે આષાઢના પહેલાં વાદળ આકાશમાં બંધાય કે આપણે લગ્નદીક્ષા લઈશું, વગર આનાકાનીએ તું આવજે. તારી રાજનું આટલું કહેવું માનજી. પછી જીવનભર રાજ તારું કહ્યું માનશે.'
મધુમાલતીએ જવાબ ન દીધો. રાજ ફરીથી એના કપોલપ્રદેશ પર ચૂમી ચોડી
રહી.
રાજ ! બદલો લેવાનું મન થાય છે; પણ ના, ના, બદલો લેનારને હું તોડી લાવું છું અબઘડી !' બોલતી બોલતી મધુમાલતી આકાશી વાદળીની જેમ સરી ગઈ. રાજ્યશ્રી દિવાસ્વપ્નમાં પડી ગઈ.
પ્રેમપત્ર – 303