________________
39
મોટાં બહેન ! તમે ભળાવેલો ભરથાર છે. એને બીજો મહેલ નથી, બીજી પત્ની નથી; જે છે તે હું છું ને જે છે તે એ છે !' રાજ્યશ્રીએ શરમાતાં નયનો નીચાં ઢાળીને કહ્યું,
‘એને તો પથ્થરનાં ઓશીકાં ભાવે છે.સત્યારાણીએ રાજ્યશ્રીને પ્રેમના દર્દમાંથી પાછી પાડવા કહ્યું.
કેવાં મીઠાં એ ઓશીકાં, બહેન ! મારા તેમને તો હું મારું અંગનું ઓશીકું આપીશ, હું પથ્થરને ઓશીકે પોઢીશ !'
‘ઘેલી રાજ ! એ તો કહે છે કે એક દહાડો સંસારનો સાચો પ્રેમી થવા મારા સર્વસ્વનું દાન કરી દઈશ ! રાજ , પાટ, સુવર્ણ, રોણ, ઘરબાર, સર્વસ્વનું દાન'
‘બહેન ! ત્યારે આ તમારી નાની બહેન પ્રેમ-ભિખારણ તરીકે વધુ શોભી ઊઠશે; અને ત્યાગમાં પણ એ પાછી નહીં પડે. હીરા, માણેક ને મોતીને પરણનારી નારીઓનો તો સંસારમાં ક્યાં તોટો છે ? પથ્થર, ઘાસ ને ફકીરીને વરનારી તારી બહેન જેવી તો કોઈક જ હશે !'
| ‘અતિ ઘેલછા વ્યાપી છે તને રાજ ! મને ભય લાગે છે. તારું ભલું હો, મારી બહેનડી.”
સત્યારાણી રાજને સોડમાં લઈ રહ્યાં.
પ્રેમપત્ર
સંસારના કેટલાક સ્નેહસંબંધો અનિર્વચનીય હોય જ , સગાં મા-બાપને કે માનાં જયાં ભાઈ-બહેનને પણ એ કહી શકાતા નથી !
રાજ્યશ્રીનું એવું જ બન્યું. એ પોતાની વહાલયોસી બહેન સત્યારાણીને પણ કહી ન શકી કે એને અંતરમાં શું શું વીતે છે ? મનનો બપૈયો વ્યાકુળ થઈને પ્રેમના બાગમાં કેવો અટવાયા કરે છે ! એને ન મિલનમાં સુખ છે કે ન વિરહ સહ્યો જાય છે !
સ્નેહનો દેવતા સંસારમાં મસ્ત ને અલ્લડ માણસોને દુ:ખી કરવામાં જ માનતો હોય છે. ગમે તેવા ચિંતાના તાપથી ક્યારેય ન કરમાનાર રાજ્યશ્રી સ્નેહની ચિંતાથી ફિક્કી પડી ગઈ. ન સુખની નિંદ છે, ન દિલમાં જંપ છે ! અધૂરામાં પૂરું મહાભારત યુદ્ધના વાવડ આવ્યા. કૌરવ-પાંડવોની સેનાઓ સામસામી ગોઠવાઈ ગઈ છે; અને શ્રીકૃષ્ણ પોતે અર્જુનનું સારથિપદ કરવાના છે, એવા વર્તમાન મળ્યા.
સ્નેહાળ સ્ત્રીઓ માટે લડાઈ જેવો દુર્ભાગિયો વખત બીજો નથી. પણ વાત સત્યારાણી ! એમણે શ્રીકૃષ્ણને ફૂલહાર પહેરાવ્યા, એમના પ્રયાણને શુભ શુકનોથી પોંખ્યું, અને જરૂર પડે પોતે પણ પડખે આવીને ઊભાં રહેશે એમ કહ્યું. સંહારમાં પણે સત્યારાણીનો કેવો અજબ રસ !
પણ મોટો પ્રશ્ન બલરામનો હતો. એમણે યુદ્ધ તરફ ધૃણા દાખવી હતી, અને પોતાનો વિરોધ પ્રગટ કરવા એ તીર્થયાત્રાએ સંચરતા હતા, એમને કેવી રીતે રોકવા?
શ્રીકૃષ્ણ જેવા ચતુર મુત્સદી પણ આ બાબતમાં કંઈ માર્ગ કાઢી શક્યા નહિ. એમણે સત્યારાણીને વાત કરી. પણ બલરામને રોકવાનું ગજું એમનું પણ નહોતું.
સત્યાદેવીએ આ મૂંઝવણ પોતાની નાની બહેન રાજ્યશ્રીને કહી. મોટી
296 1 પ્રેમાવતાર