________________
એને એળે ન કાઢીએ મારી નણંદના વીરા જો ! એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે !'
સુંદરી ભાદ્રપદા હરિયાળી પર ડગ માંડતી માંડતી દેહને લાલિત્યથી ડોલાવતી આગળ વધી ગઈ. ને તેજના સ્કૂલિંગ વેરતી, ધમકાર મચાવતી, ખીરખાજાં વહેંચતી આશ્વિન સુંદરી આવી. એનો મુગટ હીરાનો હતો. એને આખે અંગે દીપ અને દર્પણનો શણગાર હતો. દીપશ્રેણીને હવામાં ડોલાવતી આશ્વિનસુંદરી ગાવા લાગી
સાચું કહે છે તું ! વૃક્ષ અને એની છાયા, તેજ અને એનો પડછાયો કદી જુદ્ધ થયાં છે ? રે સખી ! પરણ્યા પછી પળ એકનો વિયોગ પણ મને પ્રાણત્યાગ કરાવશે, એવું લાગે છે.' રાજ્યશ્રી બોલી.
“આ તો જાણે પથરા મીણ થયા છે, રાજ્યશ્રી ! અમે તમારા માટે આવું કદી નહિ ધારેલું. નેમ વિશેનો તમારો નેહ સાવ અનેરો છે ! પણ સખી, અતિ પ્રીતિ લગ્ન પછી શિથિલ થઈ જાય છે. કાચી કેરીમાં જે મજા છે, એ ઘણી વાર પાકેલીમાં હોતી નથી; જલદી ગંધાઈ ઊઠે છે '
| ‘મને સંસારનું વાસ્તવ દર્શન ન કરાવશો, સખીઓ ! તમે બધી સુશીલા છો. એટલા આશીર્વાદ આપો કે તમારી સખી કલ્પનાના જે હિંડોળે ઝૂલે છે ત્યાં સદાકાળ ઝૂલ્યા કરે. પોતાની કલ્પનામાં એ જીવે અને પોતાની કલ્પનામાં જ એ મૃત્યુને વરે.” રાજ્યશ્રીએ કહ્યું. એનાં નયનમાં આ વખતે કોઈ પરોક્ષભાવ રમતો હતો. અને એ નયન જોનારને ખ્યાલ આપતો હતો કે ભલે ગઈ કાલની રાજ્યશ્રી પથ્થરદિલ હશે, આજ એ પુષ્પથી પણ મુલાયમ બની બેઠી છે; એને છેડતાંય દિલ ન ચાલે !
‘બંને સરખાં મળ્યાં છે. રાજ કલ્પનાની કેડારેલી મૂર્તિ છે, જેમકુમાર પણ આકાશમાં ઊડનારા છે, એમનું દર્શન આ કાશી છે, જીવન પણ આકાશી છે; વાહ, આકાશ અને કલ્પનાનો સંસાર કેવો સુમધુર હશે !' સખીઓ અહોભાવ અનુભવી રહી.
‘રે સહેલીઓ ! નેમને તમે આકાશ જેવો કહ્યો. ખરેખર, એ એવો જ ભય અને ગહન છે; અને કલ્પના તો એના ઉલ્લંગે રમનારી વાદળી છે. વાદળી તો વરસીને વેરવિખેર થઈ જાય, પણ આકાશ તો અનેક વાદળીઓનો આશ્રયદાતા ! કલ્પના જેવી એકાદ વાદળીની એને શી તમા ?' બોલતાં બોલતાં રાજ્યશ્રી ઓશિયાળી બની ગઈ.
| ‘ઓહ ! પ્રેમી બધાં શંકિત હૃદય હોય છે, પ્રેમી બધાં કવિદિલ હોય છે, પ્રેમી બધાં ફિલસૂફ હોય છે !' સખીઓ રાજ્યશ્રીના પ્રેમને બિરદાવી રહી.
અરે ! તમે કારતકથી શ્રાવણ મહિના ગાયા, પણ ભાદરવો તો ભરદરિયો કહેવાય. એને બિરદાવો !' રાજ્યશ્રીએ કહ્યું.
સખી ભાદ્રપદા નીલાંબર ધારણ કરી તૈયાર જ ઊભી હતી. એણે માથે હરિયાળીનો મુગટ ગૂંચ્યો હતો. એ બોલી,
‘ભાદરવો ભરજોબનનો ભાદરિયો કે'વાય, વહી વહીને સરિતાઓનાં નીલ સલીલ ત્યાં સમાય એવા ૨ દિવસ ધણ ને પિયુને મારા જો !
394 3 પ્રેમાવતાર
‘આસો માસો અતિ રળિયામણો ખાવું-પીવું કરવા નવ નવલા ખેલ જો; ભેળાં બેસી જમીએ ને રમીએ સોગઠે, છાતીમાં ભીડીને રાખ્યું છેલ જો ! એ મહિને નવ જ ઈએ પિયુ પર્વત પરે.'
રાજ્યશ્રી આનંદવિભોર બની ગઈ. અને સખીઓની સાથે લાજ છોડીને ગાવા લાગી : ‘છાતીમાં ભીડીને રાખે છે જો !
‘વાહ પ્રેમદીવાની ! તારા જેવું દીવાનાપણું આજ દિવસ સુધી અમે તો કોઈ નારીમાં નીરખું નથી, અલી, આટલી પુરુષ-થેલી ન થા ! પુરુષના પ્રેમનો ભરોસો નહિ !'
‘મારો નેમ એવો નથી, સખીઓ ! સંસારમાં અન્ય નરને જે ત્રાજવે તોળતા હો, એ ત્રાજવે મારા નમને ન તોળશો, અમે તો જનમ જનમનાં સાથી છીએ ?
‘એ વાત તો સાચી છે, એક જનમની પ્રીત આટલી ધેરી ન હોય; પાંચસાતે ભવની પ્રીત એક વિકટોરામાં ભરાઈ ગઈ લાગે છે.’ સખીઓ રાજ્યશ્રીની વાતને અનુમોદન આપી રહી. | ‘સાચી વાત છે, નહિ તો આટલી વારમાં આવી દીવાની હું ન બને ! રે! તેમનાં દર્શન કર્યા, નેત્રપલ્લવી મેળવી ને જાણે હું હું જ ન રહી !'
‘ધૂતારા હોય છે પુરુષો,’ રાણી સત્યાદેવી પાછળથી આવતાં બોલ્યાં.
‘હા બહેન !” સખીઓ બધી સત્યાદેવીની હા એ હા કરી રહી, ‘જેના મહેલે જાય એને એમ કહે કે તારાથી વધુ પ્રિય મને કોઈ નથી. ને મહેલનાં પગથિયાં ઊતર્યો કે વળી નવી પ્રેમદાનો પ્યાર અંતરમાં ઘૂંટાવા લાગે !' | ‘સાચી વાત છે સખીઓ ! રાજ્યશ્રીને ધુતારો ધૂતી ગયો લાગે છે.” રાણી સત્યાએ કહ્યું.
બારમાસી 395