________________
એ મહિને નવ સંચરિયે પરદેશ રે, નર ને નારી કેરો રૂડો લાગે સંગ જો ! એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે.’
વાસંતિકાએ વિદાય લેતાં, રંગની પિચકારીઓ છાંટતી બે રંગદાઓ રાજ્યશ્રીની સામે આવીને ખડી રહી ગઈ. એકના હાથમાં અબીલ હતો, બીજીના હાથમાં ગુલાલ હતો. મંજરી ને કોકિલ એમનાં નામ હતાં.
રાજ્યશ્રીનો રક્ત કપોલ પ્રદેશ અબીલ-ગુલાલ પામીને અતિ સુશોભિત બની ગયો. સખીઓએ ગાન ઉપાડવું,
‘ફાગ રમે ફાગણમાં નર ને નવેલીઓ, ઘેર ઘેર અબીલ-ગુલાલ ઇટાય જો; જે નારીનો નાવલિયો નજ૨ વેગળો, એનો અફળ ગયો અવતાર જો ! એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે.’
ફાગુ સુંદરીઓનો ફાગ સાંભળીને રાજ્યશ્રીનું ચિત્ત ચકોરની જેમ પ્રફુલ્લી ઊઠવું. ત્યાં તો હાથમાં આમમંજરી લઈને બે ચતુરાઓ આગળ આવી. એમનો વેશ પીળો હતો અને માથે આમ્રફળનાં આભૂષણો હતાં, ચિત્રા ને વિશાખા એમનાં નામ હતાં. એ ગાવા લાગી.
ચઈતરમાં ચતુરને પંથ ન ચાલવું, જો ઘેર નારી ચતુર સુજાણ જો; વહાલપણે વચને નાથને વશ કરે, નિરધાર્યું તે પડ્યું રહે પરિયાણ જો !
એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે !'
રાજ્યશ્રીનું ઘણા વખતથી ઉદાસ મને આજ પ્રફુલ્લ બન્યું હતું. અંતરના વેદનાપટ પર ગીતની અંજલિરૂપ શીતળ જળ જાણે છંટાતું હતું; ત્યાં તો વૈશાખી વાઘા પહેરીને ગ્રીષ્મા નામની સખી ગાતી ગાતી આવી.
વાવલિયા વાયા રે પિયુ વૈશાખના, રજ ઊડીને મારું માણેક મેલું થાય જો; નથનીનું મોતી રે હીરા હારના, કહો પર હાથે પિયુ ધીયાં કેમ જાય જો ? એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે.'
292 1 પ્રમાવતાર
ત્યાં તો વાવંટોળતી ગતિથી એક સખી આગળ આવી. એ જ્યેષ્ઠા હતી. એ વંટોળની જેમ ઘૂમતી ગાવા માંડી :
‘જેઠે તો પરદેશે જાવું દોહ્યલું, ધોમ ધખે ને લાય જેવી લૂ વાય જો; કોમળ છે કાયા પિયુ આપની;
જ્યમ ખીલ્યાં ફૂલડિયાં કરમાય જો ! એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે ”
અને ત્યાં તો ઇંદ્રધનુની ઓઢણી ઓઢીને એક સખી આભમાં તરતી કરતી આવી. એ આશ્લેષા હતી. એના હાથમાં પૂર્ણ જલનો કુંભ હતો. એ કુંભમાંથી પાણી છલકાતું હતું; એણે ગીત આગળ ચલાવ્યું.'
“અંબર છાયો ઘન રે માસ અષાડમાં મોર બોલે ને દાદુર કરે ગાન જો; ધરતી પર વહેળા વહે જળનાં જો, પંખી માળા બાંધે ઝરૂખા માંહ્ય જો ! એ મહિને નવું જ ઈએ પિયુ પર્વત પરે !'
અષાઢી સુંદરી ચાલી ગઈ ને શ્રાવણની જળભરી વાદળી જેવી સખી આદ્ર આવી. એનો વેશ લીલો હતો. ને એના હાથમાં ઘઉંની હૂંડી હતી. એ ગાવા લાગી.
‘શ્રાવણે સરવર છલબલિયાં સાહ્યબા, વરસે વર્ષોની ઝીણી ઝરમર બુંદ જો; હું રે ધોઉં ને સાહ્યબો નિચોવે ચીર જો; સાસુના જાયાનો નિત્ય નિત્ય સંજોગ જો !
એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે !' રાજ્યશ્રી હવે રેવતાચલ પર નજર નાખી રહી હતી. અરે ! ઝીણી સેંથા જેવી પેલી પગથિયાંની કેડી પરથી મારો પ્રીતમ ચાલ્યો આવશે ! સાવજને બોડમાં ગરમી અકળાવે છે, તો શું એ કયાકુંવરને કંઈ થતું નહિ હોય ? જરૂર આવશે અને મને સંબોધશે, બોલાવી હું નહિ બોલું, મનાવી હું નહીં માનું ! મારા નેમ આગળ હું માન
‘રાજ ! કુંવારા કંથના કોડ આટલા છે, તો પરણ્યા પછી તો ન જાણે શું કરશો?’
બારમાસી 293