________________
નેમ ! તને યુદ્ધમાં ન લઈ જવાની તારી ભાભીની આજ્ઞા તો ક્યારની છૂટી ચૂકી છે. હું કાલે જ પ્રયાણ કરીશ. યુદ્ધરંગના સમાચારો મોકલતો રહીશ, યાદવસભા પાસે સત્યસ્થાપનાના આ પ્રયત્નમાં વિજયના આશીર્વાદ ઇચ્છું છું.'
યાદવસભાના વડીલોએ ત્રણે જણાને ઉદ્દેશીને પવિત્ર વચનો ઉચ્ચારતાં કહ્યું, ‘બલરામજી તીર્થયાત્રાના પવિત્ર જળમાં પૃથ્વીનાં પાપ ધોશે !જેમકુમાર રેવતાચલની ગુફાઓમાં માનવમનની શુદ્ધિના સ્વરો ઘૂંટશે. ને કર્મમૂર્તિ શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રમાં સંગ્રામના શંખસ્વરોથી પૃથ્વીનાં પાપને પખાળશે. અમે સહુનું કલ્યાણ વાંછીએ છીએ. અમે જાણીએ છીએ કે યાદવ વંશમાં દેવતાઓ અવતાર ધરે છે.”
બધે જયજયકાર થઈ રહ્યો.
38
બારમાસી
મોતી રત્નાકર-સાગરને તળિયે બેઠું હતું, ત્યાં સુધી મન મોજ માં હતું; પણ ઊંચકાઈને એ ઝવેરીને હાટે ગયું, એનું હૈયું વીંધાયું અને એનાં મૂલ નોંધાયાં, ત્યારથી એના હૈયાઉચાટ અજબ થઈ ગયા.
સાવજ અને ચિત્તાઓનાં શિશુ સાથે રમનારી શિશુહૃદયી રાજ્યશ્રી હવે સંચિત બની હતી. એના હૈયામાં જ્યાં નિરંતર નિરંતરાય આનંદ ઊછળતો, ત્યાં ચિંતાનાં વહાણ લાંગરવા માંડ્યાં હતાં. એ ભોળી કન્યકાને આ નવો અનુભવ હતો. શીતલ હિમખંડ જેવું એનું હૈયું નેમ નામના સૂર્યની ઉષ્માથી પીગળી ગયું હતું ને હવે એમાં રસ ધરાવતું થયું હતું.
જે રાજ્યશ્રી બાળપણમાં પોતાની મસ્તીથી સઘળી રાજ કુંવરીઓ અને સખીઓમાં અલ્લડ લેખાતી, એ રાજ્યશ્રી હવે કંઈક ચિંતનશીલ અને ઠાવકી થઈ હતી.
ગૃહ-મયુરને રમાડતાં રમાડતાં એ વિચારમાં ડૂબી જતી. ચિત્તાના બાળકને ગોદમાં લઈને છંછેડતી છંછેડતી એ કોઈ વિચારસાગરમાં ખોવાઈ જતી; અને ચિત્તાનું બાળ એની ચંપકકોર ક જેવી આંગળીમાં પોતાની દાઢ બેસાડીને એમાંથી રક્તનું પાન કરવા લાગતું.
આડીઅવળી ફરતી દાસીઓ આ દૃશ્ય જોથી, અને ચિત્કાર કરી ઊઠતી: ‘રે. રાજ્યશ્રી ! તને આ શું થયું છે ? ક્યાંક આ પશુ તને ખાઈ ન જાય.’
‘પશું ? રે સખી ? ખરું પશુ તો આપણા હૃદયમાં બેઠું છે; આપણે સહુ પશુ છીએ.’ રાજ્યશ્રી વિચારમાંથી જાગતી અને ચિત્તાના બાળના મોંમાં લોહી ટપકતી આંગળી રાખીને જ બોલતી, ‘રેવતાચલના વાસીની મને જબરી માયા લાગી છે, રે સુખી !'
‘નેમની માયા કે પશુની માયા ?'
288 [ પ્રેમાવતાર