________________
રમતી હતી.
બલરામ બોલ્યા, ‘નેમ ! યાદવ રાજમંડળ આ પ્રતાપી પ્રસંગની કંઈક યાદ રાખવા ચાહે છે.”
કઈ રીતે ?”
‘તારો વિવાહ કોઈ અદ્ભુત યાદવસુંદરી સાથે નક્કી કરીને, વીરોની વેલને પાંગરવાનો પ્રસંગ આપીને !'
‘વડીલશ્રી ! મને જેમ તમારા આ દુન્યવી રાજપાટમાં ને ક્ષણભંગુર વિજયોમાં રસ નથી, તેમ મને લગ્નમાં પણ રસ નથી.’
‘નેમ ! યાદવકુળમાં કોઈ કુંવારું રહ્યું નથી. વળી, તું તો માતૃપિતૃભક્ત છે. તેઓની ઇચ્છાને તારે માન આપવું જોઈએ.’ રાજમંડળના વૃદ્ધ યાદવે વાત ઉપાડી લીધી.
‘દુન્યવી હિસાબે એ વાત સાચી છે !' ‘તો તારો વળી કોઈ દુનિયા બહારનો હિસાબ છે ?' વૃદ્ધ યાદવે પ્રશ્ન કર્યો.
‘આ દુનિયાનો જીવ નથી. મારો આત્મા ગગનવિહારી છે, એના વિહાર સ્વર છે. એ વિહારને કોઈ દુન્યવી માપ બંધબેસતાં નહિ થાય !' નેમે કહ્યું. એના શબ્દોમાં ગર્વ નહોતો, સ્વાભાવિકતા હતી.
‘પણ અમારો આગ્રહ તો એ માપ માટે જ છે.”
‘એ આગ્રહ છોડી દેવા મારી આપ સહુ વડીલોને વિનંતી છે.' નેમે એટલી જ નિખાલસતાથી કહ્યું.
| ‘એ કેમ છોડાય ? શું તારું વીરત્વ વાંઝિયું રહેવા દઈએ ? અરે, જે સુગંધી વૃક્ષ સંસારમાં પોતાના જેવા બીજા વૃક્ષને જન્મ ન આપી શકે, એનો અવતાર શા ખપનો ?” એક આખાબોલા યાદવે કહ્યું.
| ‘નેમ, તું હજી કોઈ નારીના પરિચયમાં આવ્યો નથી, એટલે આમ કહે છે. નારીનો દેહ સ્વયં સ્વર્ગનો ભાગ છે.'
‘એમ કાં કહો ? શું મારી માતા સ્ત્રી નથી ? મારી બહેનો સ્ત્રી નથી ?' નેમે વચ્ચેથી વાત કાપી નાખવા પ્રયત્ન કર્યો. એને આ ચર્ચાથી ભારે કંટાળો આવતો હતો.
‘નેમ ! અમારું કહેવું તું ન સમજ્યો. અમે કહીએ છીએ કે તું હજી યૌવનભરી યાદવ સુંદરીઓના પરિચયમાં આવ્યો નથી ! આવીશ ત્યારે તને સ્વર્ગ માટે મથવાની ઇરછા નહિ થાય. દુનિયા આખી એક એ નારીમાં આવીને વસેલી લાગશે. અમે
236 પ્રેમાવતાર
કહીએ છીએ કે સાચી કામિની હજી તને મળી નથી. એટલે જ તું આમ કહે છે. બાકી એક વાર એવી રૂપ-યૌવન છલકતી નારી મળી જાય પછી તો તું જગત આખાનું કાંચન જીતી લાવીને એ કામિનીના ચરણે ધરીશ.” યાદવમંડળના આગેવાને તેમને પલાળવા વિશેષ પ્રયત્ન કર્યો.
‘મને તો કાંચન તરફ પણ એટલો જ તિરસ્કાર છે. જીવ માત્ર મારે મને સમાન છે, અને એમાંય નારી તો રત્નની ખાણ છે. સંસારની કામિનીઓ માટે તો હું એક પણ ઘસાતો શબ્દ નહિ બોલું. પણ જે કાંચને શ્રીકૃષ્ણ જેવાને માથે ચોરીનો આરોપ મુકાવ્યો, જેના પ્રતાપે આપણે યાદવકુલમણિમાં કલંક આરોપવા તૈયાર થયા, એને હું સારી વસ્તુ નથી લખતો. તમે લખતા હો તો તમે જાણો.'
નેમે સમસ્ત યાદવ રાજમંડળને માથાનો ઘા લાગે એવું આ સત્ય કહ્યું હતું. જાણે આ આકરા સત્યના ઘાથી કળ ચડી ગઈ હોય એમ થોડી વાર કોઈ ન બોલ્યું.
નેમ કુમારે પોતાના સમર્થનમાં વળી આગળ ચલાવ્યું, ‘કાંચન અને કામિની બંને મારી સાધના બહારની વસ્તુઓ છે. એ જેની પાસે છે, એને માટે મને ઈર્ષ્યા નથી. એ જેની પાસે નથી એ સંસારનો મોટામાં મોટો સદ્ભાગી છે, એમ હું માનું છું.’
‘નેમ ! એ ભાગ્યશાળીઓમાં તારે તારું નામ લખાવવું છે ને ? ભારે ભાગ્યશાળી !' યાદવન રાજમંડળે વ્યંગમાં કહ્યું.
નેમ ખામોશ રહ્યો. એ બધા એના વડીલો હતા, દ્વારકાના સંઘરાષ્ટ્રના સંચાલકો હતા. એમનું અપમાન સંઘરાષ્ટ્રનું અપમાન હતું.
થોડી વારે નમે રજા માગતાં કહ્યું, ‘મને જવા દેશો ? જુઓ ને રેવતાચળ સોનેરી થઈ રહ્યો છે, મને નિમંત્રી રહ્યો છે. ઓહ, એના પાણામાં મને જેટલી શાંતિ લાધે છે...'
નેમ વાક્ય પૂરું કરે એ પહેલાં એક યાદવે ઉપાડી લીધું. ‘નેમ ! એટલી શાંત તને કોઈ સુંદરીની ગોદમાં નથી લાધતી કાં ? સાવ અનોખો નીકળ્યો તું તો નેમ ! તારી ઉંમરે તો યાદવમાત્રનો અશ્વ આર્યાવર્તને ઓળંગી જવા હણહણતો હોય છે. એને અંગ, ગ, કલિંગ અને મદ્રની માનુનીઓનાં ઝુંડ અંતઃપુરમાં વસાવવાના ઓરતા વીતતા હોય છે; ને તું કેવી નમાલી વાતો કરે છે ! તને કાંચન ને કામિનીના મોહ નથી, તો શું સાધુ થવાના ભાવ છે ?'
‘સાચું કહ્યું તમે ! વડીલો, મને કુદરત જે આનંદ આપે છે, પ્રકાશ જે પ્રેરણા આપે છે, શૈલ-શિખરો જે જે શાંતિ અર્પે છે, પંખીઓ જે સંગીતસુધા બક્ષે છે, ને પંચભૂત જે પ્રેમોપચાર આપે છે તે દ્વારકા આખી અને દ્વારકાના તમામ મહાનુભાવો આપી શકતા નથી. તમે ટૂંકો ગજ લઈને બેઠા છો, મારો ગજ લાંબો છે; ભલે એટલા
નેમને પરણાવો n 237