________________
એક મગની બે ફાડ જેવા કૌરવ-પાંડવ છે. મહારાજ ધૃતરાષ્ટ્ર તો હજી બેઠા
શું કરી રહ્યા છો, મોટા ભાઈ ?' ‘ભાજીપાલો ને ફળફળાદિની ખેતી. માણસ એ ખાઈને પેટ ભરી મોજ થી જીવે, જંગલમાં શિકારે જવાની ખટપટથી ઊગરે; અને એને ઘેર બેઠાં ભોજન મળે.'
મોટા ભાઈ ! પ્રાણીમાં જીવ છે, અને આમાં નથી, એમ નથી હોં ! જીવ તો હરેકમાં વસે છે; પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ વગેરે સર્વમાં.’
“અરે નેમ ! એમ તો જીવ વગરનું કોઈ કામ બાકી નથી, અને વળી બીજી વાત એ કે જીવ જ જીવનું ભક્ષણ છે.’
‘મોટા ભાઈ ! જે વાત આપણે કરતા હોઈએ તેના સમર્થનમાં પછીથી પ્રમાણો શોધી લાવીએ છીએ. જીવ જીવ વચ્ચે ઘણો ફેર છે. આપણો શ્વાસ લઈએ છીએ એમાંય જીવ હણાય છે.’ નેમકુમાર વધુ ઊંડા ઊતર્યા.
‘નેમ ! શ્વાસ લેવામાં જીવ હણાય છે, કે જીવની રક્ષા થાય છે ? તું શ્વાસ ન લે તો શું થાય ?'
‘મોટા ભાઈ, મારું કહેવું એવું છે કે શ્વાસ લેવામાં વાયુના જીવો આઘાત પામે છે, પણ જીવન માટે એ હિંસા અનિવાર્ય છે.’
‘એટલે જ કેટલાક યોગીઓ પ્રાણનિરોધનો પ્રયોગ કરતા હશે ! શ્વાસ રોકીને દિવસો સુધી હાલ્યા-ચાલ્યા વગર પડ્યી રહે, શ્વાસ લે નહિ ને જીવ હણાય નહિ ! પણ ! તારી આ ફિલસૂફી માથું દુખાડનારી છે. નવરાશે ચર્ચા કરીશું. જો, આ ઝાડ; એના ફળની તાકાત માંસની ગરજ સારે એવી છે. પણ એ તો બધું પછી, પહેલાં કહે કે તું શા કામે આવ્યો છે ?' બલરામે કહ્યું,
‘આપને એક વાતની ખબર આપવા આવ્યો છું. આપણે અહીં નાના નાના જીવોને બચાવવાની વાતો કરીએ છીએ, ને સંસારમાં મોટામાં મોટા જીવોનો ઘાત કરવાની તૈયારીઓ થઈ રહી છે ! દૂર દૂર એક મહાસંગ્રામ ખડો થઈ રહ્યો છે. નેમકુમારે પોતાની વાતની પ્રસ્તાવના કરી.
કોણ ખડો કરી રહ્યું છે ?” ‘હસ્તિનાપુરના કૌરવો અને ઇંદ્રપ્રસ્થના પાંડવો.’ શા માટે ?” ભાઈએ ભાગ વહેંચવા માટે.’ ‘ભાગ માટે યુદ્ધ ?”
હા. કૌરવરાજ દુર્યોધને પાંડવરાજ યુધિષ્ઠિરને જુગારમાં હરાવ્યા અને શરત મુજબ પાંડવોને વનમાં કાઢચા. તેર વર્ષના વનનાં અસહ્ય કષ્ટો સહ્યાં, ને પછી પાછા આવ્યા ને રાજયમાં પોતાનો ભાગ માગ્યો.”
274 પ્રેમાવતાર
| ‘હા, એમની હાજરીમાં જ દુર્યોધને ભાગ આપવાની ના પાડી.’ ધૃતરાષ્ટ્ર દીકરાને આવો અન્યાયભર્યો જવાબ આપતાં ન રોક્યો ?”
ના. કૌરવો કડક થયા, એમ પાંડવો નરમ થયા. યુધિષ્ઠિરે કહ્યું કે છેવટે પાંચ ગામ આપો ને સંપ જાળવો. કુસંપ કલહનું અને વિનાશનું કારણ છે. એ યુદ્ધને ઘસડી લાવે છે. યુદ્ધ થશે તો આ પક્ષમાંથી કે સામા પક્ષમાંથી જે કોઈ પક્ષે હાનિ થશે તે બંનેને સમાન હાનિ થશે. સંગઠનમાં જ બળ છે, સંગ્રામમાં નહીં.”
“યુધિષ્ઠિરની વાત સાચી છે. શ્રીકૃષ્ણ મને ઘણી વાર કહે છે કે સત્યનું રાજ સ્થાપવું હોય તો યુધિષ્ઠિરને રાજા બનાવવા જોઈએ.’
‘પણ રાજાઓની આંખ પર મદની અંધારી પટ્ટી આવી પડી છે. યુધિષ્ઠિરની સરળ વાતને શિથિલતા માનવામાં આવી. દુર્યોધને યુધિષ્ઠિરની મશ્કરી કરતાં કહ્યું કે માગનારને ધરતી મળતી નથી, એ તો પરાક્રમથી મેળવવી પડે છે. સાંભળી લો સર્વ પાંડવો ! સોયના નાકા જેટલી ધરતી પણ તમને યુદ્ધ વગર નહિ મળે.'
‘અરે ! પણ ગુરુ દ્રોણ તો દરબારમાં હશે ને ?'
‘એ બ્રાહ્મણ ગુરુની જીભ પણ સિવાઈ ગઈ. રાજ્યાશ્રય બહુ બૂરી ચીજ છે. રાજપિંડ લેવો નિરર્થક છે.'
“અરે, સંજય પણ કંઈ ન બોલ્યા ?'
એમણે તો કહ્યું, ભીખ માગવી સારી પણ યુદ્ધ નોતરવું સારું નહિ. એટલે એમનું અપમાન થયું.’
‘રે નેમ ! તું આ બધી વાતો ક્યાંથી લઈ આવ્યો ?'
અર્જુન પાસેથી. બહુ સરસ જુવાન છે. મારી બધી વાતો એણે ખૂબ પ્રેમથી સાંભળી.”
‘વારુ, પણ ભીષ્મ પિતામહ જેવા આ કેમ સહન કરી શક્યા ?' બલરામે એક એક નામ યાદ કરીને પૂછવા માંડ્યું.
‘ન જાણે કેમ, પણ બધાનાં અંતઃકરણ આગળ પડદો પડી ગયો છે. અન્યાયને બરદાસ્ત કરી લેવાનું ઇચ્છતા નથી કોઈ, અને છતાં બોલતા નથી કોઈ ! અન્યાયને આગેકદમ કરતો કોઈ રોકવા તૈયાર નથી. કેવી કરુણ દશા! રાજ કાજ માં દુર્ગુણ અને દુર્જનનું ચઢી વાગ્યું છે. ભીષ્મ પિતામહ જેવાએ પોતાની લાચારી બતાવતાં કહ્યું કે મને કૌરવરાજ દુર્યોધને ધન તથા આજીવિકા આપી પોતાનો કરી લીધો છે !'
યુદ્ધની અધિષ્ઠાત્રી 275