________________
શ્રીકૃષ્ણ પણ આ નાનક્રીડામાં ભાગ લેવાના હતા. નિયત સમયે તેઓ પણ આવી પહોંચ્યા.
સત્યારાણી નેમને સવારથી હસાવી રહ્યાં હતાં, ને મશ્કરીમાં દિયરજીનાં લગ્નગીત ગુંજી રહ્યાં હતાં.
નારીરૂપની નવી છબી સમી રાજ્યશ્રી આમતેમ આંટા મારતી નેમકુમારની નિટકમાં જ ફર્યા કરતી હતી.
‘તે સિંહબાળ શું રસ્તામાં પડ્યું છે ? સિંહણ જોઈ છે ?' રુકિમણી ડરતી હોય તેમ બોલી.
‘રાજ્યશ્રી નીડરતામાં બીજી સિંહણ જેવી છે !
એટલે શું એ સિંહણને પહોંચે ?” રુકિમણીએ આશ્ચર્યમાં પ્રશ્ન કર્યો.
‘પહોંચે કે ન પહોંચે એની એને પરવા જ નથી ! અહીં તો મનકે હારે હાર ને મનકે જીતે જીત !' સત્યારાણીએ પોતાની નાની બહેનના સ્વભાવ વિશે કહ્યું.
એને એના પ્રાણની પણ પરવા નથી ?'
ના, એ તો કહે છે કે મારો પ્રાણ કોઈ લઈ શકતું નથી. દેહ જોઈતો હોય એ લઈ જાય, એની મને પરવા નથી. મારા પ્રાણને અનેક દેહ છે ! દમડી આપું ને દેહ લઉં, એવો અહીં ઘાટ છે.” સત્યારાણી બોલ્યાં
‘જોડી શે તો ખરેખરી જામશે !” રુકિમણીએ આનંદમાં આવી જઈને કહ્યું.
ચાલો, નાનાગારની વ્યવસ્થા કરીએ. નેમરૂપી હાથીને જળમાં હસ્તિનીનું રૂપ બતાવીને નાથી લેવો છે.
‘વારુ !' રુકિમણીએ વિશેષ જવાબ ન આપ્યો.
સ્નાનાગારની તૈયારીઓ કરતાં વસંતે વિદાય લીધી, અને એ કળાવનારી ગ્રીષ્મઋતુ આવી પહોંચી.
દેવ-દેવીની ભ્રમણી થાય એવાં યુગલોને દ્વારકામાંથી સ્નાન-પાન માટે આમંત્રણ પાઠવવામાં આવ્યાં !
યથાસમયે સહુ આવી પહોંચ્યાં ! સત્યા, રાજ્યશ્રી અને રુકિમણી જઈને રેવતગિરિની ગુફાઓમાંથી નેમકુમારને ખેંચી લાવ્યાં. સંસારનાં આ ત્રણ શ્રેષ્ઠ સ્ત્રીરત્નો પાસે કોઈ પુરુષરત્ન પોતાની જાતને અલગ રાખી શકે તેમ નહોતું!
ગ્રીષ્મ ઋતુ સૂર્યને પ્રૌઢ બનાવી રહી, એનો તાપ અગ્નિ જેવો દુઃસહ થઈ રહ્યો.
જેમ વનમાં પણ માણસને એનાં કર્મ છોડતાં નથી, એમ અહીં રાતે પણ ગ્રીષ્મ તાપ ઉપજાવી રહ્યો.
મન્મથરાજ ગજે ચઢીને આવ્યો હોય અને એની વશવર્તી રમણીઓ ચામર ઢોળે, એમ યુવાન યુગલો ઘડીભર માટે વીંઝણાને વિખૂટો પાડતાં નથી !
યુવાનો વલ્લભાઓની જેમ રેશમનાં ચીરને ઘડીકમાં ધારણ કરતા, ઘડીકમાં દૂર કરતા !
246 | પ્રેમાવતાર
જલક્રીડાની તૈયારી | 247