________________
પિંડ કહે છે ! દેહને એ અશુચિનો ગાડવો કહે છે. વળી કહે છે કે કીચડનાં વખાણ
ક્યારે થાય કે જ્યારે એમાંથી સદ્ગુણરૂપી કમળ શોધાય, કીચડ નહિ ! આવા પુરુષોને રતિભાવ સ્પર્શેલો હોતો નથી. એ વખતે સ્ત્રી તળાવે તરસી રહે છે અને મદન એને પ્રજાળે છે !” સત્યારાણીના શબ્દોમાં સત્યનો ભાવ હતો; નાની બહેનનો રાહ કેવો કેટકભર્યો હતો એનો સ્પષ્ટ ખ્યાલ એમાં હતો.
બહેન ! ચિંતા ન કરીશ. હું મદનને પ્રજાળીશ. કદાચ હું હારી જાઉં તો એ હારમાં મારી સાથે મારો નેમ પણ હશે.’ રાજ્યશ્રીએ પોતાના ભાવિ ભરથારનું સ્પષ્ટ નામ લીધું !
અરે મઢી ! પહેલાં તેમને તારો તો બનાવ ! એ માટે પહેલાં તો તારે તેમના અંતરમાં નારીભાવ જગાવવો પડશે : તો જ એ તારો થશે, તારો હાથ પકડશે. આજે જ તારી પરીક્ષા છે.”
| ‘મારી વાણીમાં તાકાત હશે તો એ સુર એને જરૂ૨ સ્પર્શશે ! નેમકુમારને જે દિવસે નીરખ્યા ત્યારથી અમે ભવભવનાં સંગી છીએ એમ લાગે છે ! એ મારો સંગ નહિ છોડે, મને શ્રદ્ધા છે !'
| ‘વાહ મારી તેજ મૂર્તિ ભગિની !' અને સત્યારાણી પોતાની નાની બહેનને લઈને નાનક્રીડા માટે સંચર્યો !
શિલ્પીઓએ ભારે વૈભવશાળી સ્નાન-કુંડની યોજના કરી હતી, વૈદુર્ય મણિના ઓવારા બાંધી સ્ફટિકની પાળો રચી હતી. એનાં અરીસા જેવા જળમાં કિનારા પર રચેલાં મણિમોતીનાં વૃક્ષોના પડછાયા પડતા હતા. એ વૃક્ષોની શાખા પર વાનરવાનરી, ડાળો પર શુક-શુકી ને જ ળમાં હંસ-હંસી તરતાં મૂક્યાં હતાં !
ચંદનકાષ્ઠ ઘડીને નાની નાની નાવડીઓ બનાવી હતી. એ નાવડીઓમાં સુંદર અંગવિલેપન મૂક્યાં હતાં, મિષ્ટ પેય તૈયાર હતાં, કોઈમાં વાઘ હતાં. રસિયાઓ આજે સ્નાન ક્રીડા વખતે બંસી બજાવવાના હતા.
નાનકુંડના ઓવારે દેવની હથેલીઓ જેવાં ફૂલડાં પરિમલ છોડતાં હતાં. અનેક પ્રકારની સુગંધી ઔષધિઓ આ કુંડમાં નાખવામાં આવી હતી. એ સુગંધી લેવા ભ્રમરો જળ પર ઊડતા હતા અને સ્નાન કરનારી સુંદરીઓના મહોરતા અંબોડે બેસી એમને પજવતા હતા.
સુંદરીઓ ડરથી ભ્રમરને ઉડાવવા જતી, ને તરવાનું ભૂલી પાણીમાં ડૂબકી ખાઈ જતી. રસિયાઓ તરત ઊંડે જઈને એને આશ્લેષ આપીને ઉપર લઈ આવતા. એ વખતે વસ્ત્રોની સૂધબૂધ ન રહેતી. એ સ્વર્ગની અપ્સરા જેવી ભાસતી. દ્વારકાનગરીનાં રાજવંશી યાદવ યુગલોને અહીં નિમંત્રવામાં આવ્યાં હતાં. રસ
254 D પ્રેમાવતાર
લૂંટવામાં નિષ્ણાત યુગલોને ખાસ આમંત્રણ પાઠવ્યાં હતાં. આજે નિઃસંકોચ થઈને જલક્રીડા કરવાની હતી. સંસારની શરમનાં બંધન અહીં આજે ફગાવી દેવાનાં હતાં.
કુંવારામાં નિમંત્રણ પામેલાં બે જણાં હતાં. એક શ્રીકૃષ્ણના લઘુ બંધુ નેમ, બીજી રાણી સત્યાની લઘુ ભગિની રાજ્ય શ્રી !
અવારનવાર યોજાતા આ રસોત્સવમાં આ વખતે ભાગ લેવાની નેમકુમારના લઘુ બંધુ રથનેમિની ખૂબ ઇચ્છા હતી. એને પોતાની જીવનસંગિની માનેલી રાજ્યશ્રી સાથે વિહરવાના કોડ હતા.
રાજ્યશ્રી પોતાની અર્ધાગિની બને એ માટે રથનેમિએ પોતાનાં સગાંની તો અનુમતિ મેળવી લીધી હતી, પણ રાજ્યશ્રીનાં સગાં બહેન સત્યારાણીની અનુમતિ મેળવવી મુશ્કેલ થઈ પડી હતી.
સત્યારાણીએ પૂછવું, ‘લગ્નમાં બ્રહ્મચર્ય પાળવું છે ?”
ભાભી ! જો એમ જ કરવું હોય તો તો માણસ લગ્નના ઊંડા કૂવામાં ઊતરે જ શા માટે ? આ તો જાણે તમે એવું કહો છો કે અનાજ રાંધવું તો ખરું, પણ ભૂખ્યા રહેવા માટે ? રથનેમિએ કહ્યું.
‘તો એ ઘેલી રાજ કુંવરી સાથે તારું કામ નથી, એ તો વેરાગણ છે. પોતે ભીખ માગશે ને બીજાનેય ભીખ મંગાવશે.' સત્યારાણીએ રાજ્યશ્રીના ચિત્તનું ચિત્ર દોર્યું !
રથનેમિની ધીરજની હદ આવી ગઈ હતી. એણે કહ્યું, ‘ભાભી ! ચોખ્ખું કહો ને કે રાજ્યશ્રી માટે તમારું મન નેમકુમાર પર છે !'
| ‘રથનેમિ ! આવું બોલતાં પણ તારો શ્વાસ ગંધાય છે. ચાલ્યો જા ! કોઈ પણ યાદવ સુંદરીને પરણવું હોય પેટનો મેલ મટાડીને આવજે !' સત્યારાણીના જવાબમાં સૂર્યનો તાપ હતો.
રથનેમિ એનાથી દાઝીને ભાગ્યો; જતાં જતાં બોલ્યો : “યાદ રાખજો સત્યારાણી! નેમને પરણીને રાજ્ય શ્રી સુખી નહીં થાય. દિલ જલ્યા દીવાનાની આ બદદુઆ છે!”
રથનેમિનો પડકાર D 255