________________
હસી પડી. એની આંખો અત્યારે જોવા જેવી હતી. કાળી કાળી વાદળઘટા જેવી કેશાવલીની અંદર ગોરું ગોરું મોં અને એમાં શુક્રના તારા જેવી બે ચમકતી કીકીઓ! નીલસાગરનું ઊંડાણ ત્યાં અલ્પ ભાસતું. કીકીઓ કંઈ કંઈ અબોલ બોલ બોલતી હતી!
‘મીંઢી ! સામા માણસના મોંમાંથી મનગમતી વાત કઢાવવામાં તું ભારે કુશળ છે. તેમનું નામ અંતરમાં રમતું હતું, પણ હોઠ પર લાવે એ બીજી ! જાણે છે ને ? નેમ તો વેરાગી જેવો છે; એ કંઈ ભોગવિલાસનો જીવ નથી !'
બહેન ! આપણે બધાં એક ખોટો ગજ લઈને બેઠાં છીએ : લગ્ન એટલે જાણે નર્યો ભોગવિલાસનો ભંડાર ! લગ્નથી જોડાયાં એટલે જાણે સ્ત્રી અને પુરુષ આખો દિવસ કામદેવના દાસ-દાસી બનીને ઝૂર્યાં કરે !'
કરે રાજ ! તું કામદેવની અવગણના કરે છે ? પણ એણે તો ભલભલા ઋષિમુનિઓને કાન પકડાવ્યા છે.' સત્યારાણીએ કહ્યું.
‘કામદેવ બીજું ફાવી ગયો હશે, પણ કહી રાખું છું, અહીં એનો ગજ નહીં વાગે !' રાજના બોલવામાં પડકાર હતો.
‘એટલે લગ્નને તું શું માને છે ?’
‘કામને જીતવાનો દિવ્ય પ્રયોગ ! દેહની ક્ષુધાને ભુલાવી આત્માએ આત્માની ક્ષુધા જગાવવાની જે દિવ્ય ભૂમિકા એ લગ્ન ! સામાન્ય રીતે લગ્ન એ દેહપ્રેમનો સ્થૂલ લોકમાર્ગ છે, એમાંથી આત્મિક પ્રેમના રાજમાર્ગે સંચરવાનું છે !' ઓછાબોલી રાજ્યશ્રી જાણે મોટું ભાગવત વાંચી રહી !
સત્યારાણી નાની બહેનમાં વસી રહેલો ઉચ્ચ આત્મા નિહાળી આનંદ અનુભવી રહ્યાં. એ બોલ્યાં, ‘નાનો લાગતો નેમ તો મોટો ફિલસૂફ છે. એ વેરાગી થશે, તો તું વેરાગણ થઈશ ?’
‘અવશ્ય, મોટીબહેને જે રત્ન આપ્યું હશે, એનું જીવથી જ્યાદા જતન તો કરવું જ પડશે ને !' રાજ્યશ્રી જરાય પાછી ન પડી.
‘અરે ! પણ તું નેમને વરે તો પછી પેલા રથનેમનું શું ? એ તો કહે છે કે વરીશ તો રાજ્યશ્રીને, નહિ તો જનમભર વેરાગી રહીશ.’
‘મોટાં બહેન ! બે ધારી તલવાર ન ચલાવો. તમે મને કોની સાથે પરણાવવા માર્ગો છો એ સ્પષ્ટ કહો.' રાજે જરાક કડક થઈને પૂછ્યું.
‘નેમ સાથે. તારા બનેવી શ્રીકૃષ્ણની એ મરજી છે. યાદવ રાજમંડળ પણ એ જ ચાહે છે. અરી પગલી ! મેં એને પરણાવવાનું બીડું ઝડપ્યું છે. એનામાં જુવાની આવી છે ખરી, પણ હજી જાગી નથી. તારા જેવી કોઈક શંખ ફૂંકે તો એનામાં સૂતેલો દેવ જાગે ! એ માટે રેવનિંગર પર વસંતોત્સવ યોજ્યો છે. સ્નાનવિહાર ગોઠવ્યો છે. 252 – પ્રેમાવતાર
તારે એમાં ભાગ લેવાનો છે. તેમ પણ ત્યાં આવશે.'
‘તો તમે મને રાજકારણી શેતરંજનું પ્યાદું બનાવવા માગો છો, એમ જ ને ?’ રાજ્યશ્રીએ તરત મોટી બહેનના કાન પકડવા .
‘મારી વહાલી બેન ! પ્રપંચ રાજકારણનો ભલે હોય, પણ એમાં તારું તો કલ્યાણ જ છે. નેમકુમાર બીજો મળવો કે થવો નથી !'
‘તમે કહો તે કબૂલ ! મને તો ગમે એક અને અદ્વિતીય નર !'
‘નર તો નગીનો છે, પણ એ નર તને વરે કે કેમ એ જ સવાલ છે.'
‘પુરુષ સ્ત્રીને વરે એમાં કંઈ નવી નવાઈ હશે ?”
પણ આ હઠીલો નેમ તો લગ્નની વાત જ સાંભળતો નથી.” ‘તો શું સાંભળે છે ?' ‘યોગની વાતો.’
‘તો હું યોગની વાત કરીશ.'
‘હા, એ ગજરાજને અગર કોઈ બાંધી શકે તો તું જ !'
‘પણ પછી રથનેમિનું શું ?' રાજ્યશ્રી મોટાં બહેનના અંતરની પરીક્ષા કરી
રહી.
‘એ રહેશે વા ખાતો !'
વેરાગી નહિ થાય ?'
‘ના હૈ ! એ તો ચર્મકાર છે, ચામડીનો ઘેલો છે ! ચર્મ જોઈને લલચાયો છે. વળી બીજું કોઈ આથી વધુ સારું ચામડું જોયું કે ત્યાં જઈ ચોટશે. નેમને જો તું વરે તો એ તારી જીવનસિદ્ધિ છે. રથનેમિ તને વરે તો એ એની જીવનસિદ્ધિ છે. કઈ જીવનસિદ્ધિને મેળવવી, એ તારે વિચારવાનું છે.’
‘બહેન ! મારી જીવનસિદ્ધિ જ મને પ્રાપ્ત કરવા દો.’
‘પણ આ નેમ ભારે અલગારી છે. તું પ્રાપ્ત કરી શકીશ ?' સત્યા જાણે રાજ્યશ્રીને તાવી રહી.
અવશ્ય, મારી અંતરવીણાને જરાક વાગવા દેજો. શ્રદ્ધા છે કે જન્મજન્મનો ભેખધારી મને ચાહશે, મને વરવા ઘેલો બનશે. અમે ભવતારિણી નૌકા પર આરૂઢ થઈશું. તમારાં સ્નેહનાં જળ અમને બંનેને સ્વમાર્ગે વિહરવા દેશે.’
રાજ્યશ્રી ! આ કૂવો બહુ ઊંડો છે. એને તળિયે અમૃત છે કે વિષ એની ખબર નથી ! નેમને ભોગ ગમતા નથી. સ્ત્રીનાં કે પુરુષનાં અંગોનાં વખાણ કરીએ તો એ વળી જુદું જ કહે છે. આપણે જેને કનકકલશ કહીને બિરદાવીએ અને એ માંસના રથનૈમિનો પડકાર – 353