________________
અંકુર હૈયામાં રોપાય છે. એ અંકુરમાંથી છોડ થાય છે. પછી વૃક્ષ બને છે. પછી પત્ર, પુષ્ય ને ફળ બેસે છે. હૈયાના એ યુદ્ધાંકુરની સામે યુદ્ધ જગાવીને મારે સત્યનાં વાવેતર કરવાં છે, અહિંસાનાં જળ છલકાવવાં છે.'
આટલું બોલીને નેમકુમાર આયુધશાળાના ઉદ્યાનમાં ચાલ્યા ગયા. ત્યાં કોકિલ ગાતો હતો. બપૈયો બોલતો હતો. હવા દિલભર હતી ને તું મનભર હતી.
યાદવ રાજમંડળી નેમકુમારની આ વાણી સાંભળી રહી, તેઓને જતા જોઈ રહી. આરસની વિશાળ પાટ જેવી ઘાટીલી પીઠને નીરખી રહી. યાદવોના મનમાંથી થોડીક ચિંતા દૂર થઈ, પણ કેટલીક આશંકાઓ તો હજી પણ એમ ને એમ જ ચાલુ રહી હતી, શંકા વસ્તુ જ એવી છે. જન્મ લીધા પછી ઝટ મરતી નથી.
કુશળ ગણાતા એ ક યાદવ મુત્સદીએ કહ્યું, ‘એક હાથીને મૃગ પર માયા થઈ. એણે કહ્યું, મૃગમાં પણ જીવ છે, ને મારામાં પણ જીવ છે. એ રીતે અમે બંને સમાન છીએ.” પછી એક વાર એ હાથીનો પગ ઊંચો થયો, અને પેલું મૃગ હાથીના પગને છત્ર સમજીને નીચે આવી લપાયું. કહો, હવે આ બિચારા મૃગનું જીવન ક્યાં સુધી? હાથીની કૃપા રહે ત્યાં સુધી જ ને ! ઘડી પછી હાથીમાં વિચાર પરિવર્તન થાય ને મૃગનું જીવન જોખમમાં મુકાય ! આવી સ્થિતિમાં દયા કે અહિંસાની કિંમત કેટલી ? ભરોસો કેટલો ? આ તેમનું પણ એવું જ સમજવું. એ ક્યારેય આપણી સામે થાય એનું શું કહેવાય ? બળવાનની બીક હંમેશાની.'
| ‘સમજીએ છીએ, પણ શું કરવું ? આ બધા ભાઈઓનો પરસ્પર ભ્રાતૃભાવ અજોડ છે. નહિ તો...' એક યાદવે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. | ‘અરે, હાથી ભલે હાથી રહે, પણ એને એવો કરી નાખો કે મૃગને હણવાની એને ઇચ્છા જ ન થાય ?
‘એ માટે શું કરીશું ?”
‘જુવાની બે વાત પર ન્યોછાવર થાય છે. એક કાંચન પર, બીજી કામિની પર. યાદવો પાસે કાંચનનો તૂટો નથી. તેમને કોઈ સુંદર યાદવકન્યા પરણાવી દો. નારી બાહોશ મળી એટલે નર બકાલ ! પછી ન એ તાકાત રહેશે, ન એ તમન્ના રહેશે. પદ્મિનીની સોડમાંથી એ છૂટો જ નહિ પડે.” | ‘હાથીને મોહજે જીરથી જ કડી લેવો, એમ જ ને ?”
હા.”
યાદવ મુત્સદીઓએ સર્વાનુમતે નિર્ણય કર્યો કે નેમ ઉપર કોઈ અદ્ભુત પકડ કરી શકે તેવી યાદવ સુંદરી સાથે એનાં લગ્ન કરી નાંખવાં. એ સુંદરીનું રૂપ માયાજાળ જેવું હોવું ઘટે. જેથી આ માછલું એ જાળમાંથી કદી બહાર નીકળી ન શકે ! એને
234 પ્રેમાવતાર
કેવળ રૂપ જ રૂ૫ સાચું લાગે, ને રાજપાટ ખોટું લાગે એવો કોઈ ક કીમિયો રચવો.
‘એ તો સાચું પણ આ બધી વાતો લગ્ન પછીની છે. પહેલાં તેમને લગ્ન માટે તો તૈયાર કરો !” એક કુશળ યાદવે વળી વચ્ચે શંકા ઉઠાવી.
‘તમે બધા પાણીમાંથી પોરા કાઢો એવા છો ! અરે, આવા જુવાન, જેને જુવાની બટકાં ભરતી હોય, એને તો સુંદર સ્ત્રી બતાવો, એટલે બસ ! પહેલાં થોડીક આનાકાની કરશે, પણ પછી એવો ગાંડો બનશે કે ન પૂછો વાત !' એક વૃદ્ધ અનુભવની વાણી કહી.
‘તમારી વાણી અનુભવની છે. હું જાણું છું, ઘણા રાજ કુમારો અહીંથી તહીં ઠેકડા મારતા હોય છે. પણ સારી જોઈને કોઈ વીસ નહોરી વળગાડી કે ટાઢા પડી જાય છે.' બીજાએ વાતને ગ્રામ્ય રીતે ટેકો આપ્યો.
‘પણ એમાં નેમ અપવાદ છે.' અત્યાર સુધી મૌન બેસી રહેલા બલરામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
‘નેમ અપવાદ છે ?” આખું યાદવમંડળ પ્રશ્ન પૂછી બેઠું . ‘હા, હા. સુંદર સ્ત્રીમાં એનું મન મોહાતું નથી.'
માફ કરજો, બલરામજી ! શું તેમ નપુંસક છે ?' એક વૃદ્ધ યાદવે જરાં છંછેડાઈને ન બોલવાનું બોલી નાખ્યું.
બલરામ એના ઉતાવળા અભિપ્રાય માટે છોભીલા પડ્યા, છતાં એમણે કહ્યું, નેમ તો કોઈ જુદી પરંપરાનો માનવી છે !'
એક સત્ત્વશીલ જુવાન યાદવ સ્ત્રીની મોહિનીમાંથી બાકાત રહી શકે નહિ. એકની વાત કાં કરો, એવા યુવાનો જે ટલી મળે તેટલી સુંદરીઓને અંતઃપુરમાં સંઘરવા તૈયાર હોય છે !'
‘જુદી પરંપરા એટલે શું ? પરણ્યા વગર કોઈની પરંપરા જળવાણી છે ખરી ?” બીજા યાદવે બલરામને કહ્યું.
તો બોલાવો નેમને ! કરીએ અબઘડી પરીક્ષા' બલરામે કહ્યું, ને બહાર ઉદ્યાનમાં ફરતા તેમને બોલાવ્યો.
તેમના મનમાં પોતાની પાછળ એકત્ર થયેલા યાદવમંડળ વિશે શંકા નહોતી, એમાં બધા વડીલો હતા. એમની આજ્ઞા એને માટે શિરસાવંઘ હતી.
આયુધશાળાના બીજા ખંડમાં ફરી રહેલા શ્રીકૃષ્ણા પણ સાદ સાંભળીને ત્યાં આવ્યા. નેમ આવીને મંડળની સામે ઊભો રહ્યો, પણ એની આંખો કોઈ અકળ ભોમમાં
નેમને પરણાવો 235