________________
મોટા થાય છે તેમ તેમ ખોટા થતા જાય છે !'
શેરીએ શેરીએ આ હુંકાર સંભળાયો. અને પોતાના બળનો ગર્વ રાખનારા કંદર્પકુમાર જેવા કુસ્તીબાજો મેદાને પડ્યા.
કવિઓએ તો વાતનું વતેસર કરી નાખ્યું હતું, અને હજી પણ તેઓની સરસ્વતીની સરવાણી સુકાઈ નહોતી !
નેમકુમાર તો હજી પણ કોઈ શિલ્પીએ ઘડેલી મૂર્તિની જેમ પોતાના ભુજ દંડ લંબાવીને ખેડા હતા, યાદવો આમે રૂપાળા હતા, અને તેમાંય નેમ-કૃષ્ણની શ્યામસુંદર જોડી તો રૂપની અદ્વિતીય મૂર્તિઓ હતી !
એ રૂપમૂર્તિ ને પરાક્રમમૂર્તિ નેમને જોવા યાદવકુમારિકાઓએ પણ ઘર છોડ્યાં હતાં, બાર ખુલ્લાં મૂક્યાં હતાં, ને માથે ઊડતા કેશ મૂકીને દોડી આવી હતી.
નેમની એક વાત આ કન્યાઓને ખૂબ ભાવી હતી. એ કહેતો કે આપણે બીજાને ચાહીએ છીએ ત્યારે જાણવું કે આપણી જાતને જ ચાહીએ છીએ.
આ કન્યાઓ પણ પોતાનાં રૂપાળાં નેણ નચાવતી અને મધુરાં પાયલ રણઝણાવતી ત્યાં આવી પહોંચી, અને આવીને તેમની ભુજબલપરીક્ષાની સાથી થઈ રહી !
નેમ તો હજીયે પોતાનો ભુજ દંડ તાણીને ખડો હતો. એ ભુજ દંડને નમાવવા ભલભલા વીરો આવીને પ્રયત્ન કરતા, પણ બધું નિરર્થક !
છેલ્લે છેલ્લે જે બળવાન યાદવો આવ્યા, તેમણે પ્રથમ બળનો પ્રયોગ કર્યો., પછી વજનનો પ્રયોગ, પણ બંનેમાં નિષ્ફળ ગયા !
બળ સાથે વજનનો પ્રયોગ થતો જોઈ, પરીક્ષા આપી રહેલા મલ્લો ફરી ઊભા થયા ને બોલ્યા,
‘અમને બળની વાત કહી હતી, વજનની વાત નહોતી ! અરે, એ રીતે બળવજન આપીને તો નમનો હાથ ક્ષણવારમાં નમાવ્યો સમજો !'
પછી તો બળ અને વજન બંને પ્રયોગો દ્વારા સહુ નેમનો હાથ નમાવવા ચાલ્યા, પણ કોઈ નમાવી ન શક્યો !
| બળના ગર્વથી છકી ગયેલા યાદવો આથી તો સવિશેષ રોષે ભરાયા. એમને થયું કે ગમે તે થાય, પણ અત્યારે આ નેમનો હાથ નમાવવો જ જોઈએ, નહીં તો આપણું પાણી જાય અને જીવ્યું વૃથા થાય.
આવો નિશ્ચય કરી બે-ત્રણ જુવાન એકસાથે તેમના હાથને વળગ્યા, પણ એમની મહેનત પણ ધૂળ થઈ ગઈ. નાનકડો નેમ આવા શક્તિના હિમાલયો સામે કોઈ સમર્થ જાદુગરની જેમ
230 D પ્રેમાવતાર
અણનમ જ રહ્યો. એ હાર્યો જુગારીઓએ છેવટે આબરૂ સાચવવા જાહેર કહ્યું કે,
માણસની તાકાત આવી હોઈ ન શકે, તેમને કોઈ દૈવી શક્તિની મદદ હોવી ઘટે ?
પછી તો લોકોએ જાહેર કરવા માંડ્યું કે તેને મેલી શક્તિ સાધી છે. એવા સાથે હરીફાઈ ન હોય ! ભૂત-પ્રેતનું બળ એ કંઈ સાચું બળ નથી !
બીજી તરફ ત્રણના બદલે છ ને છના બદલે બાર પહેલવાનો એકસાથે તેમના હાથને વળગ્યા, પણ હાથે લેશ પણ મચક ન આપી !
જેમ જેમ નેમ વધુ અણનમ રહ્યો, તેમ તેમ લોકો વધારે ભારપૂર્વક કહેવા લાગ્યા કે “અરે, આ નેમ તો સ્મશાનોમાં ને પહાડોની કંદરામાં ભમનારો છે !ફિલસૂફ નહિ પણ જાદુગર છે !'
બધેથી અવાજો આવ્યા, ‘નેમે ભૂત સાધ્યું છે !' એક-બે જણાએ આગળ જઈને તેમને પ્રશ્ન કર્યો, ‘નેમ ! તેં ભૂત સાધ્યું છે ?” ‘હા. આ બધું બળ ભૂતનું જ છે !' નેમે એટલી જ સરળતાથી જવાબ વાળ્યો.
લોકોએ હર્ષના પોકારો કર્યા ને જાણે તેમનો પરાજય કર્યો હોય એવા ચિત્કાર માંડ્યો.
તેલમાં માખ ડૂબે એવા થઈ ગયેલા મલ્લો હવે આગળ આવ્યા અને બોલ્યા, અમે કહેતા જ હતા કે આ બળ ભૂતનું છે, માણસનું નથી. દારૂ પીધેલો માણસ અને વગર દારૂ પીધેલો માણસ, એ બે વચ્ચે હરીફાઈ ન સંભવે ! કેફીનું જોર તાત્કાલિક વધુ હોય છે !'
નેમકુમાર તો શાંત જ રહ્યા. પછી કેટલાય યાદવો એમની પાસે આવ્યા ને બોલ્યા, ‘તારી સાધના અમને શીખવીશ ? આટલું બળ હોય તો આપણે પેલા જરાસંધને એકલા જ ભરી પીઈએ.’
ભાઈ ! ભૂતના બળમાં કંઈ રાચવાનું નથી. સાચું બળ તો ખાત્મબળ છે.”
‘આત્મબળની વાત પછી; પહેલાં અમને ભૂતના મંતર શીખવે.’ યાદવો આ તાકાત મેળવવા માગતા હતા.
‘ભૂતના બળની તમને એટલી બધી લાલસા જાગી છે ?” ‘હા.' ‘પણ એ બધું ખોટું છે, ક્ષણિક છે.' ‘ખોટું કાંઈ નથી. અમે તારું બળ નજરોનજર જોયું છે. એ વળી ક્ષણિક શાનું?” ‘મારી પાસે તો એક નહીં પણ પાંચ ભૂત છે.’
એક નહીં પણ પાંચ ભૂત D 231