________________
મેદનીએ હર્ષના પોકારો કર્યા. ‘હં, પછી આગળ કહે.”
દ્વારપાળ બોલ્યો, ‘મારી આ વાત સાંભળી નેમકુમાર બોલ્યા, ‘ભાઈ દ્વારપાળ, આમાં તારી ભૂલ થાય છે; તારી નહિ, સહુની થાય છે. પ્રેમને તમે કમજોર માનો છો, ને યુદ્ધને બળવાન માનો છો. વેણુ અને શંખમાં પૃથ્વી માટે શું વધુ સારું. એ તો સરવાળે ખબર પડશે. જગતમાં પ્રેમ જ મોટી વસ્તુ છે. ભયનું તો કશું મૂલ્ય જ નથી ! મારી માન્યતા પ્રમાણે આ શંખ હરકોઈ બજાવી શકે, પણ પેલી વેણુ તો મારો ભાઈ જ વગાડી શકે ! એવા સૂરો મેં ભલભલા વેણુધરની વેણુમાંથી પણ નીકળતા સાંભળ્યા નથી.*
શાબાશ મારો ભાઈ ! ઓહ ! રાજકારણમાં તો માણસ ભાઈને ભૂલી ગયો છે. બહેનને વીસરી બેઠો છે, અરે , મા-બાપને મહાશત્રુ લેખી બેઠો છે ! નેમ...નેમ... ખરો પ્રેમનો અવતાર ! વાસ રે વિદ્વાન દ્વારપાલ ! મને વાત પૂરેપૂરી કહે.”
દ્વારપાલ કહે, ‘હું મારી વાતમાં મક્કમ રહ્યો. મેં કહ્યું, વેણુ તો ગમે તે બજાવી શકે, શંખ બજાવવો એ જેવા તેવાનું ગજું નથી ! આ શંખના સ્વરોથી તો સિંહ બોડમાં ભરાઈ જાય છે ને હાથી આગળ વધતા અટકીને પાછા ફરી જાય છે ! નેમકુમારે મને કહ્યું, સંગમ ! ગર્વ મિથ્યા છે. દુનિયામાં કેટલાંક મોટાં કામ સાવ સહેલાં લાગતાં હોય છે; કેટલાંક નાનાં લાગતાં કામ અતિ કઠિન હોય છે !'
વાહ ફિલસૂફ, વાહ !' યાદવ સમુદાયે કહ્યું.
દ્વારપાલે પોતાની વાત આગળ ચલાવી : ‘નેમકુમારે મને કહ્યું કે ભાઈ, જીવતા પહાડ જેવા હાથીને પણ ગમે તેમ કરીને હણી શકાય છે; પણ મરેલી કીડી કંઈ હજાર યત્ન પણ સજીવન કરી શકાય છે ખરી ? હું કંઈ જવાબ ન આપી શક્યો, પણ મારા મોં પર ખુલાસો મેળવ્યાનો સંતોષ નહોતો. એમ જોઈ નેમ આગળ બોલ્યા.’ દ્વારપાળ મોજથી વાત માંડી બેઠો હોય તેમ વાત કરતો હતો.
શ્રીકૃષ્ણ અધીરા થયા. તેમણે પોતે વાત ઉપાડી લીધી અને સામા સવાલ કરી જવાબ મેળવવા લાગ્યા, ‘તું ના ના કરતો રહ્યો અને નેમે શંખ ઉપાડ્યો, કાં સંગમ?”
દ્વારપાલ સંગમે ડોકું ધુણાવીને હા કહી.
‘ને સંગમ ! તેં ના પાડી તોય એમણે શંખ ઉપાડીને મોંએ માંડ્યો ! તેં કહ્યું કે છાતીનાં પાટિયાં બેસી જશે, તોય એમણે ફેંક્યો, બસ ફૂંક્યો, કાં ?”
‘જી હા, અને પછી તો જાણે મહાન વાદીના કરંડિયામાંથી એકથી એક ચઢે. એવા સાપ ફૂંફાડતા નીકળે એવા સ્વરો રેલાવા લાગ્યા; અને હું તો અડધો બેભાન જેવો બની ગયો.' ચાલો ભાઈઓ ! નેમને વધામણાં આપીએ.” શ્રીકૃષ્ણ અડધી વાત પૂરી કરતાં
226 પ્રેમાવતાર
બોલ્યા, ‘મને લાગે છે કે યાદવોમાં હવે દેવો અવતાર લેતા લાગે છે.’
કેટલાક વયોવૃદ્ધ ને ચતુર યાદવોએ શ્રીકૃષ્ણને બહુ હર્ષાવેશમાં આવતાં વાર્યા. સંઘરાજ્ય દ્વારકાની રાજસભાનાં આ બધાં રત્નો હતાં. દ્વારકાનું રાજ તેઓની મતિગતિ પર નિર્ભર હતું. તેઓની દીર્ઘદૃષ્ટિએ આ પ્રસંગમાં એક નવું જોખમ નિહાળ્યું. તેઓએ કહ્યું. ‘તમારે તો લાંબો સમય દ્વારકાની બહાર રહેવાનું થાય છે. રાજાની ગેરહાજરી ઘણા ગેરફાયદા કરે છે. અને તેમાંય એના જેવા કોઈ શક્તિશાળી ને પ્રિય સંબંધીજન હોય તો તો ગેરફાયદાનો વિશેષ ભય રહે છે ! અમે તેમની શક્તિને તોળી જોવા ચાહીએ છીએ.'
અને યાદવ મંડળે હાક મારી, ‘ગજ કર્ણ " ભીડ ચીરતો એક હાથીના બચ્ચા જેવો મલ્લ આગળ આવ્યાય
‘આજ પ્રતિપદા છે; અનધ્યાય છે - નિશાળની રજાનો દિવસ છે. નેમ સાથે થોડી કુસ્તી થઈ જવા દે !'
ગજની જેમ ગજ કર્ણનું માથું મોટું હતું. પણ આંખો નાની હતી. એણે આંખો મટમટાવીને જાણે વાતનો સ્વીકાર કર્યો. | ‘બોલાવો મને !' વૃદ્ધ યાદવોએ સાદ કર્યો. નેમ આજ્ઞાશીલ હતો. આયુધશાળાના પાછળના ભાગમાંથી એ અંદર આવ્યો.
“નેમ ! શંખ વગાડીને હવે છાનોમાનો નાસી જવા માગે છે કે ? તેં અમારી અનુપસ્થિતિમાં જે કર્યું તે ભલે કર્યું; પણ હવે તારો ફાંકો ઉતારવો પડશે. આ ગજ કર્ણ તારી સામે ઊભો છે. દ્વારકાનો સામાન્ય મલ્લ છે. એને જીતો તો તું ખરો મર્દ !' યાદવમંડળે કહ્યું.
‘કોણ કોને જીત ? જડ ચેતનને કે ચેતન જડને ? મને આવી જીતમાં રસ નથી. મારા વીરત્વનો મને યફાંકો નથી.' ને લાપરવાહીથી કહ્યું.
‘અમને બનાવીશ મા ! તને રસ નહોતો, તો આયુધશાળામાં શા માટે આવ્યો?” યાદવોએ નમની ખબર લેવા માંડી.
‘આવ્યો ન કહો મહાશયો, આવી ચઢચો !' નેમે સ્વાભાવિકતાથી કહ્યું.
અરે માન્યું કે તું આવી ચઢવો, પણ આ બધાં આયુધો શા માટે તપાસ્યાં? કંઈ કારણ ?' યાદવો દૂધમાંથી પોરા શોધતા હતા.
નેમ ચતુર નર લાગ્યો હતો, બોલે બંધાય નહિ એવો. * કંઈ પણ કારણ નહીં. સાવ સહજ રમતમાં ? | ‘નેમ તું પાકો ઉસ્તાદ છે. કારણ વિના કદી કાર્ય ન થાય. કેટલાક બહારથી
વેણુ અને શંખ 227