________________
30
એક નહીં પણ પાંચ ભૂત
સાધુત્વની વાતો કરનારા અંદરથી સિંહાસનની કે સુંદીની માળા જપતા હોય છે !” યાદવમંડળી ઇરાદાપૂર્વક તેમને ગુસ્સે કરવા માંગતી હતી. એ રીતે પણ કંઈ બોલે છે ! ગરમ લોઢાને ઘાટ જલદી ઘડાય છે !
પણ નેમ તો આપસ્વભાવમાં મસ્ત હતો ! એમે કશો જવાબ ન દીધો, માત્ર આછું સ્મિત કર્યું.
| ‘નેમ ! આમ હસવામાં વાત ન ઉડાડીશ. આયુધો ભલે તે તપાસ્યાં, પણ આ શંખ શા માટે ક્યો ? અને તે પણ આટલા અભૂતપૂર્વ વેગથી ? તારી અદ્ભુત તાકાતનાં દર્શન કરાવવા માટે જ ને ? તેં તારી શક્તિનું આજે પ્રદર્શન કર્યું. તો ભલે કર્યું, અમે એ દર્શન જરા વિશેષ કરવા માગીએ છીએ.’ યાદવમંડળીએ કહ્યું.
‘જાનવરની જેમ ગદ્ધાકુસ્તી મને પસંદ નથી !'
આ કંઈ ગદ્ધાકુસ્તી કહેવાય ?'
‘નહિ તો શું ? બે જાનવર લડતાં હોય તેમ લડવું, ઘડીકમાં પેલો નીચે પડે, વળી ઉપરવાળ નીચે ને નીચેવાળો ઉપર ! આ તો પશુપદ્ધતિ છે. તમારે તો મારી શક્તિનું દર્શન કરવાથી જ કામ છે ને ?'
‘હા’ યાદવમંડળે કહ્યું.
‘તો હાથ નમાવવાની રમત રમીએ. પહેલાં ગજ કર્ણ અને પછી હું મારો હાથ લંબાવું છું. એક એક જણ આવીને ઝુકાવવા પ્રયત્ન કરે, જેનો હાથ નમે એ નમ્યો. જેનો ન નમે એ જીત્યો. ચાલો, ગજ કર્ણજી ! પહેલો વારો તમારો!”
ગજકર્ણ તો કુસ્તીનો જીવ હતો. એ આગળ આવ્યો. હાથ લાંબો કરીને ઊભો રહ્યો.
નેમકુમાર આગળ વધ્યા, એમણે ગજકર્ણના હાથને આંચકો આપ્યો. હાથ તરત નીચો નમી ગયો,
‘નેમકુમાર ! હવે તમારો વારો !' ગજ કર્ણ પડકાર કર્યો.
પણ એ પડકાર પાણી વગરનો સાબિત થયો. પાતળિયા નેમકુમારના લંબાવેલા હાથને ગજ કર્ણ લાખ પ્રયત્ન ન નમાવી શક્યો. અરે, બીજા મલ્લોના પ્રયત્નો પણ એળે ગયા.
યાદવ નેમકુમારની તેજભરી તાકાત જોઈ સહુ સ્તબ્ધ બની ગયા; એમના ઉપર વારી ગયા.
દ્વારકાથી તે મથુરા સુધી વિખ્યાત બનેલા કુસ્તીબાજ ગજ કર્ણના હાથને નેમકુમારે નેતરની સોટી જેમ વાળી દીધો, ત્યારે બધે નેમની અદ્ભુત શક્તિની પ્રશંસાનાં પુષ્પ વેરાઈ રહ્યાં. પણ જ્યારે નેમકુમાર પોતાના ખેતર જેવા હાથને લંબાવીને ખડા રહ્યા અને એ હાથને નમાવવાને ગજ કર્ણ અને બીજા અનેક મહારથીઓ આવ્યા છતાં એ હાથે જ્યારે ભલભલાની શરમ ન રાખી, ત્યારે તો પ્રસંગની હવામાં જીવતી અને પ્રફુલ્લતી કવિઓની સરસ્વતીને કોઈ વાસ્તવિકતાની રાજ કીય મભૂમિ શોષી ન શકી !
ઠેર ઠેર નેમની શક્તિની પ્રશંસાનાં ગીતો ગુંજી રહ્યાં.
જોતજોતામાં આ વર્તમાન દ્વારકાની શેરીએ શેરીએ પ્રસરી ગયા. પણ શક્તિશાળી લોકો આથી વધુ શંકિત બન્યા, રાજ કીય લોકો તો સગા ભાઈની અતિ પ્રશંસાથી પણ ડરતા હોય છે. એ પ્રશંસા એક દહાડો એમની સત્તાને પાડે છે અને એટલે જ સંસારમાં શક્તિ ગમે તેવા પ્રતાપવાળી હોય, પણ ગરીબ ભક્તિ પાસે એને હીન લેખવામાં આવે છે !
રેવતાચલના કેસરીસિંહો સાથે બથંબથ્થા કરનારા બળવાન યાદવો આ ખબર સાંભળતાં પ્રસન્ન થવાને બદલે ગર્જના કરતા ખડા થઈ ગયા. કાળયવન પછીના વિજયોએ તેઓને મગરૂર બનાવ્યા હતા. તેઓ માનતા હતા કે પોતાની અપ્રતિમ વીરતા સામે યાદવમાત્ર કે યાદવકુલ કેસરી શ્રીકૃષ્ણ પણ કંઈ વિસાતમાં નથી ! સારું કામ મોટાના હાથે થવું જોઈએ, એટલા માટે જ કાલયવનને નિકાલ કરવાનું કામ શ્રીકૃષ્ણને સોંપાયું હતું, બાકી તો કાલયવનના કટકા કરવા માટે અમે ક્યાં કમ હતા?
તેઓએ ખોંખારા ખાઈને હાકલ દીધી : ‘રે ! યાદવોમાં તો હવે છોકરાં જ પરાક્રમી નીકળે છે. મોટેરા તો જેમ જેમ
228 3 પ્રેમાવતાર