________________
નેમને પરણાવો
‘પાંચ ભૂત ? કયાં ક્યાં ?' યાદવો છળી ગયા.
‘પૂરાં પાંચ ! પૃથ્વી, પાણી, તેજ, વાયુ ને આકાશ. એ પાંચ ભૂતોનું પૂતળું તે આ દેહ, આ દેહ ધર્મનું સાધન છે, માટે મને પ્યારો છે. પણ અંતરમાં બેઠેલું એ પાંચે ભૂતોને રવાડે ચડાવનારું મન મોટા ભૂત જેવું છે. એ વારંવાર પાંચને ઉશ્કેરે છે, કહે છે કે આ લે, આ મૂક ! આ શત્રુ, આ મિત્ર ! આ સારું. આ ખોટું! એને થાંભલો જોઈએ ચઢવા-ઊતરવા ! એ થાંભલો રાગ-દ્વેષનો છે ! એ થાંભલો હું આપતો નથી એટલે મન પાંચે ભૂતોને મારી સામે ઉશ્કેરે છે !'
નેમની વિચિત્ર વાતો સાંભળીને ભૂતમાં રસ ધરાવનારા હતાશ થઈને પાછા હઠી ગયા.
‘હત્તારીની ! આ છોકરાએ તો બળમાં ને બુદ્ધિમાં બંને રીતે આપણા ધોળામાં ધૂળ નાખી !'
વૃદ્ધોના આ રંગ જોઈને દ્વારકાની કુમારિકાઓ ખૂબ આનંદમાં આવી ગઈ, અને વૃદ્ધોની હાંસી કરી રહી.
એ જોઈને એક યાદવ ચિડાઈને બોલ્યો, ‘અમે તેમનો હાથ નમાવી ન શક્યા, તો હવે તમે નમાવો ને !'
એક બટકબોલી જવાબ આપી રહી, ‘તમ મૂછાળાથી કંઈ ન થયું. જોજોને, નેમને કદીક નમાવીશું તો અમો જ નમાવીશું !'
‘નમાવ્યાં નમાવ્યાં !' કેટલાય યુવાનો વધુ છેડાઈ ગયા, ‘નેમ જેવા પોલાદી પુરુષને તમે શું નમાવતી હતી ?'
અરે, સંત્રાજિત જ્યારે શ્રીકૃષ્ણને ચોર ઠરાવી ન શક્યો, ત્યારે સત્યાએ શ્રીકૃષ્ણને એમના મુખે જ ચોર ઠરાવ્યા ! સત્રાજિતનો એકે મણિ શ્રીકૃષ્ણ રાખવો નહોતો, ને અમારી અદાલતે શ્રીકૃષ્ણના ગળે બબ્બે મણિ બાંધ્યા ! બોલો, હજીય તમારે અમારું બળ માપવું છે ?'
“વાહ, વાહ ! અરે આ ભાષણ કરનારી કોની બેટડી છે? શું નામ છે તારું?” ‘નામ રાજ્યશ્રી ! દ્વારકાના શ્રીમંત યાદવની દીકરી રાજ " | ‘અરે બહેન ! આમ આવ, આમ આવ ! નેમને નમાવવાનું કામ હવે અમે તને જ સોંપીએ.”
બધાએ રાજ્યશ્રીને શોધી, પણ એ ત્યાં નહોતી, જાણે હવા સાથે અલોપ થઈ ગઈ હતી !
કેટલીક મુખછબીઓ વારંવાર નીરખીએ તોપણ પાણીમાં પડેલા લિસોટાની જેમ મન ઉપરથી તરત જ ભૂંસાઈ જાય છે; કેટલીક છબીઓ શ્યામ વાદળમાં વીજના શ્વેત લિસોટાની જેમ એકાદ વાર જ જોઈએ, પણ એ સદાને માટે અંતરમાં વસી જાય છે.
રાજ્યશ્રી વિશે સહુનું એવું બન્યું, ખુદ નેમકુમારને પણ એ કામણ કરી ગઈ!
રાજ્યશ્રીનું એક એક અંગ બોલતું કાવ્ય હતું. નીલગગન જેવી કીકીઓ, વિશાળ લલાટ, મધુર ઓષ્ઠ, સુડોળ નાસિકા, દૃઢતાપૂર્ણ ચિબુક - એનું પ્રત્યેક અંગ એક એક ગુણ કે ભાવનું પ્રતીક બન્યું હતું.
ન જાણે મલય સમીરની એક ઓલાદક લહરી ક્યાંયથી આવી, અને એ કળાયેલા હૈયામાં શાંતિ પ્રસરાવીને વળી પાછી આકાશી વાદળીની જેમ ક્યાંય અલોપ થઈ ગઈ. રાજ્યશ્રીનું આગમન અને ગમન એવું બન્યું. | ‘નેમ ! તારામાં આટલું બળ છે, તો હજી આર્યાવર્તનો ઘણો પ્રદેશ જીતવાનો બાકી છે. ચાલ, સૈન્ય આપું ! શત્રુ આપું ! સંસાર પર અધર્મનો ભાર વધ્યો છે એને દૂર કરવા તું તારો પુરુષાર્થ ફોરવ ! એ ભાર ઉતારવામાં મને મદદ કર!' શ્રીકૃષ્ણ નેમકુમારને કહ્યું. | નેમકુમાર શાંત ને સ્વસ્થ ઊભા હતા. તેમના મુખ પર શંખધ્વનિ કર્યાનો ગર્વ કે ભુજાયુદ્ધના વિજયની ખુમારીની એક રેખા પણ દેખાતી નહોતી.
નેમે શાંત સ્વરે કહ્યું, ‘વડીલબંધુ ! જાણું છું કે જગત પર અધર્મનો ભાર વધ્યો છે. માણસ આજે પોતાનું નાનું સરખું પેટ ભરવા મોટાં મોટાં પાપ કરતાં પણ પાછો પડતો નથી. અહિંસા કાયરતા બની છે. સત્ય સગવડિયું બન્યું છે. યુદ્ધ જગાડવું છે, પણ આ સદ્દગુણોની સ્થાપનાનું. યુદ્ધની જન્મભૂમિ તો મોટે ભાગે હૈયું છે. યુદ્ધનો
232 2 પ્રેમાવતાર