________________
તો વિશ્વવિજયી નેતા છે "
કાલયવને યુદ્ધનાં પરિયાણ કર્યા. ધરતી ધ્રૂજી રહી. દિપાલો ડોલી રહ્યા. સાક્ષાત્ કાળ ઊતરી આવ્યો હોય, એમ ચારે તરફ હાહાકાર વરતી ગયો. કાલયવને ચોમેર કાળો બોકાસો નંખાવી દીધો. એનું નામ પડતું કે ભલભલા યોદ્ધાના હાથમાંથી તલવાર સરી જતી, એની હામ છૂટી જતી ! કાચાપોચા માણસો તો ત્યાં ને ત્યાં કરી તા.
મગધરાજ જરાસંધને કાલયવનની ચઢાઈના ખબર પડ્યા કે એણે પોતાનાં લશ્કરો ખેંચી લીધાં ને પોતાના દૂતોને એના દરબારમાં મોકલ્યા.
દૂતો મારફત જરાસંધે કાલયવનને કહેવરાવ્યું, ‘દુશ્મનનો દુશ્મન સહેજે મિત્ર! રાજનીતિની એ રીત છે. અમે યાદવોના શત્રુ છીએ; આપના એ રીતે મિત્ર છીએ. આપ કહો તો અમે મદદ કરીએ.’
‘મને કોઈની મદદ ન ખપે.’ કાલયવન જાણતો હતો કે યાદવોના વિનાશનું ગુરુ-પિતૃઋણ નંદા કર્યા પછી આ રાજાઓનો પણ સંહાર કરવાનો છે.
એક બાજુથી શિશુપાલ બીજી તરફથી જરાસંધ ત્રીજી તરફથી કાલયવન !
યાદવોનો સર્વનાશ હવે તો ઘડીના છઠ્ઠા ભાગમાં થયો સમજવો, રામ, કૃષ્ણ અને નેમ જેવાં છોકરાંથી તે શું થઈ શકવાનું હતું ? વસુદેવ, ઉગ્રસેન અને સમુદ્રવિજય જેવા બૂઢાઓની બુદ્ધિ આમાં કશું કામ કરી શકવાની નથી !
ખરેખર, યાદવોના સર્વનાશની ઘડી આવી પહોંચી, પીછેહઠ થાય તેમ નહોતું. તો તો એમનો ક્ષત્રિયધર્મ લાજે અને રામ અને કૃષ્ણ પરનો ગોવાળિયા હોવાનો આક્ષેપ સાચો ઠરે.
ત્યારે આગેકૂચમાં વિનાશ અવશ્ય છે. ગર્ગાચાર્યની આજ્ઞા છે કે યાદવ નામમાત્ર શેષ ન રહે. ભારે વિમાસણનો પ્રસંગ હતો.
કાલયવન પંખીને પિંજરામાં જોઈ નિશ્ચિત હતો. ત્યાં એક દહાડો એણે સાંભળ્યું કે યાદવો ભાગી રહ્યા છે !
‘નિર્બળ યાદવો ! નાતાકાત યાદવો !' બધેથી ફિટકાર થઈ રહ્યો. રણમાં પાછી પાની કરીને જીવવાનો શો અર્થ ? આ ફિટકાર વચ્ચે યાદવોએ ઝડપ કરી; જર-જવાહર મૂકી દીધાં, ને પોતાનાં જીવતાં જણને લઈને એ ભાગ્યા.
કમાલ કરી કાલયવન તેં !
ફિટકાર હજો એ નામર્દ યાદવો પર !
પણ ભાગ્યા એ ભડના દીકરા, એમ સમજીને યાદવો તો પાછું વાળીને જોયા વગર, શ્વાસ લીધા વગર ભાગ્યા અને સુરક્ષિત સ્થાનની શોધ કરતાં કરતાં જઈ પહોંચ્યા સૌરાષ્ટ્રમાં, ધન્ય ભૂમિ સૌરાષ્ટ્ર ! જ્યાં સિહણ ધવરાવે નિજ સુત જાળે, જ્યાં સાગર ગર્જે મોતીની પાળે.
વાર્તાકાર સાર્થવાહ વાત કરતાં થોભ્યો. આકાશમાં તારલિયા ચમકી રહ્યા હતા અને મથુરાના મારગ પર મીઠી મોરલી બજી રહી હતી. | વાર્તારૂપી મોદકની હજી આ તો પૂર્વતૈયારી લાગે છે !' શ્રોતાઓએ વાર્તાકારને પાણી ચડાવવા કહ્યું.
વાર્તાકારે પલાંઠી વાળી, વીરાસન લગાવ્યું, ખોંખારો ખાધો ને કહ્યું, ‘હવે વાર્તાના દરેક પાત્રને મેદાન પર લાવ્યો છું. મુચકુંદ રાજા, ગર્ગાચાર્ય, કાલયવન, યાદવનેતા રામ અને કૃષ્ણ.' પણ એટલામાં બધાની નજર એક ધમધમ વાગતા ઘંટડીના અવાજ પર ગઈ. | ‘કોઈ અભિસારિકા જતી લાગે છે !'
‘હા. ઝાંઝર એનાં વાગે છે. આ સ્ત્રીઓને જરાક નિર્ભયતા મળી કે જાણે નીકળી જ છે.”
‘પ્યાર ચીજ જ એવી છે. યાદવોના નેતા શ્રીકૃષ્ણ પણ યાદવો જરાક નિર્ભય બન્યા કે વધુ નિર્ભય બનાવવા પ્રસ્થાન કર્યું જ ને ! એ પણ પ્યારનો એક પ્રકાર જ છે. પ્યાર ચીજ જ એવી છે.'
શું કાળયવનને શ્રીકૃષ્ણ માર્યો ?” ‘હા, પ્યાર ચીજ એવી છે.” ‘માર નહિ, વીરતા કહો.'
‘વીરતા તો દુષ્ટમાં પણ હોય. વીરતા કરતાં પ્યારમાં વધુ બળ છે. એ જ ગોવાળોના પ્યારે શ્રીકૃષ્ણને કાલીય નાગ સાથે ઝંઝાવ્યા; પ્રજાના એ જ પ્રેમે એમને કંસ જેવા મહારથી સામે બાખડાવ્યા. અને યાદવો તરફના પ્રેમે એમણે પીછેહઠનું કલંક પણ વેઠવું. અને એ જ પ્યારથી કાલયવન જેવાને સંહાર્યો. શું કહું ભાઈ ! જાણે ચકલાએ બાજને સંહાર્યો.’
| ‘ભાઈ સાર્થવાહ ! ફક્ત મોઢાની મીઠાશ ન પીરસ. હવે વાર્તામોદક તૈયાર કરીને આપ.” શ્રોતાઓએ ઉત્સુકતાપૂર્વક કહ્યું.
176 D પ્રેમાવતાર
ગર્ગ અને કાળ D 177