________________
‘હું તો જીવતા આત્મમણિની વાત કરું છું, જેના તેજ પાસે તમારા બધા મણિ કાંકરા બરાબર છે. મને આ રેવતાચલનાં શિખરો આમંત્રી રહ્યાં છે. પેલી અંધારી ગુફાઓ નિમંત્રી રહી છે. એ બધા જાણે કહી રહ્યાં છે કે નેમ ! અહીં આવ ! અમારા અંધકારમાં છુપાયેલા અભુત પ્રકાશને શોધ ! સંસારના તેજમાં તો સો મણ તેલે અંધારું છે. હજારો મણિનાં તેજ અહીં અમારા હૈયામાં સંઘરાયાં છે.'
આ ચર્ચાઓનો કોઈ રીતે અંત ન આવત. આમાંથી અડધી વાતો સમજાત, અડધી એમ ને એમ રહી જાત. યાદવોને લાગ્યું કે જ્યારે બીજું કોઈ કામ ન હોય ને નિરાંતની પળો હોય, ત્યારે નેમ પાસે આવીને બેસવા જેવું ખરું ! બાકી દુનિયાદારીમાં આવી ઘેલછાઓ ન ચાલે !
તેમની ઘણીખરી વાતો ખૂબ અવનવી હોય છે. જે નરી નજરે દેખાય છે, એની તો એ વાત જ નથી કરતો. અને જેના સગડસુધ્ધાં નથી દેખાતા એવા એવા વિષયોની એ વાતો છેડી બેસે છે. પણ એ સાંભળવાની અહીં નિરાંત કોને છે ?
G
ચાર કાગડા બળદને હેરાન કરે. બીજા ચાર કાગડા કાંધમાંથી જમણ જમે.
વાહ, વાહ, ખરો ખેલ મચ્યો ! આખરે સામનો કરતો બળદ શરણે થયો. એણે પોતાના દેહમાંથી થોડુંએક માંસ ખાવાની જાણે અનુમતિ આપી ! એ શિંગડાં નીચાં ઢાળી શબની જેમ સ્થિર પડ્યો રહ્યો.
નેમે એ જોયું, એણે વેદનાભર્યો ચિત્કાર કર્યો, અને પોતાની પાસે પડેલો મણિ ઉપાડીને ફેંક્યો !
કાગડા કુશળ હતા. તેઓ ચકચકતા મણિને આગિયા જેવું જીવડું સમજી ઉપાડીને ઊડી ગયા.
અરર !! યાદવો બોલી ઊઠ્યા, ‘કાગને ઉડાડવા મણિ ફેંકી દીધો.’
‘ના, ના. મેં એ દ્વારા મારા આત્મારૂપી મણિની રક્ષા કરી લીધી. મણિ તો તમે ફેંકી દીધો છે કે જ્યાં ત્યાં આશાન્તિ ને અસૂયા જ ગાવતા ફરો છો ! પેલા બળદનું દૃષ્ટાંત જોયું ?'
એમાં શું જોવાનું હતું ?'
જોવાનું એ કે જોરનું અભિમાન વૃથા છે. એણે ધૂંસરી ખેંચવામાં જેટલો વખત કાઢયો, એટલો વખત એનો ધર્મ શોધવામાં કાઢયો હોત તો ?”
‘તો કાંધ પડત નહિ !' યાદવો બોલ્યા. જાણે તેમની ગાંડીધેલી લાગતી વાતો એમને હવે સમજાઈ રહી હતી,
‘અને કાંધ પડત નહિ, તો આ કાગડા એનું માંસ ઠોલવા આવત નહિ. જુવાનીનો અને જોરનો ગર્વ નિરર્થક છે. એ જુવાની અને એ અંગેઅંગમાં નીતરતું જોર તો જીવીને જે શોધવાનું છે, મહેનત કરીને જે પામવાનું છે, તે માટે વાપરવું યોગ્ય હતું !' | ‘પણ એ તો ઢોર છે.’ ‘પણ તમે તો માણસ છો ને ?' ‘તો નેમ ? તારો શો વિચાર છે ?
‘હું નવી શોધમાં જવા માગું છું. મારો માર્ગ કાંચન, કામિની અને કીર્તિના ધોરી માર્ગોથી સાવ જુદો છે. હું અન્ય માર્ગે જવા ઝંખું છું. માણસને પશ્ચાત્તાપ ન કરવો પડે એવી સત્યની પ્રતીતિ કરાવવા માગું છું ! શત્રુ સાથેની લડાઈમાં નિરર્થક શિગડાં હલાવી પરાજયને વધાવી લેવા ચાહતો નથી. મારા આત્મવિજયના માર્ગે - એ નવે માર્ગે - જવા માગું છું !' ‘ભલા ! તારા માર્ગમાં મણિને કાગ ઉડાડવા માટે વાપરવાનું કહ્યું હશે, કાં ?”
220 પ્રેમાવતાર
જેની છરી એનું ગળું n 221