________________
ભંગ કરનારને ભસ્મ કરી નાખશે.’
મુચકુંદ રાજાએ મથુરાનો નીરવ બનતો જતો માર્ગ પસંદ કર્યો. એની એક બાજુ સુંદર વનરાજિ હતી. એ વનરાજિની વચ્ચે એક મોટી ગુફા હતી. ગુફાના અંતસ્તલને ઝરણાં પખાળતાં હતાં, આ ગુફામાં અગ્નિએ પ્રથમ પ્રવેશ કર્યો અને બધાં જાળઝાંખરાં ને ઝેરી જંતુઓને બાળીને સાફ કર્યો.
આ પછી વરુણદેવ મેથ લઈને આવ્યા. ઝરણાં જળથી છલકાઈ ઊઠ્યાં. આખી ગુફા ધોવાઈને સ્વચ્છ થઈ ગઈ.
પછી વાયુદેવ પધાર્યા, એમણે આખી ગુફાને કોરી કરી નાખી.
ત્યાર પછી વનલતાઓ અને ઔષધિઓ લઈને સ્વયં સોમ આવ્યો. એણે ફૂલોનું બિછાનું કર્યું.
ગુફા ફરી નીરવ બની ગઈ, એટલે રાજા મુચકુંદ ત્યાં આરામથી સૂતો, માંધાતાના આ મહાવંશજને દૈત્યો સામે લડતાં ભારે શ્રમ લેવો પડ્યો હતો. રાજા મહાનિદ્રામાં પડ્યો.
વાત કહેનાર આટલી વાત કહી ચૂપ રહી જતો. તેથી તો સાંભળનારની ઉત્સુકતા ઔર વધી જતી. તેઓ કહેતા : ‘અરે ! મુખ્ય વાત તો કાલયવનની છે, એમાં વળી આ મુચકુંદ રાજા ક્યાંથી ટપકી પડ્યો ? ભલેને એ રહ્યો સૂતો!'
વાત કહેનાર જરાક હસીને કહેતો : ‘મુચકુંદ રાજાનો પરિચય મેં વ્યર્થ આપ્યો નથી. હવે કાલયવનનો પરિચય આપું છું. પણ કાલયવનની સાથે એક વધારાનું નામ પણ તમને અહીં આપું છું. તેઓને પણ તમે જાણો છો. એમનું નામ ગર્ગાચાર્ય. યાદવોના પુરોહિત ચર્ચાચાર્યને કોણ ન જાણે ? એમણે આપેલું મુહૂર્ત ગર્ગાચાર્યનું મુહૂર્ત કહેવાય છે. એ મુહૂર્તમાં કદી રજ જેટલાય ફેર ન આવે.’ વાત કહેનાર સાર્થવાહ આટલું બોલી થોભ્યો.
‘મુહૂર્તમાં ફેર ન આવે એટલે ?' પ્રશ્નકારે પ્રશ્ન કર્યો.
ગર્ગાચાર્યે કહ્યું છે કે પ્રવાસ માટે સૂર્યોદય પહેલાંની પાંચ ઘડીથી માંડીને સૂર્યોદય પછીની ત્રણ ઘડી સુધીનો સમય - એ વગર આપ્યું ને વગર માગ્યું શુભ મુહૂર્ત છે. એમાં ફેર પડે તો ગર્ગાચાર્ય આખા ગામને ત્યાં ગાગર ગાગરે પાણી ભરે. વાત કહેનાર સાર્થવાહે થોડી વાર થોભી વાત આગળ ચલાવતાં કહ્યું.
ગર્ગાચાર્ય જનકવિદેહીની મિથિલામાં જન્મ્યા અને ત્યાં જ એ ભણ્યા. એમણે ગંડકીને તીરે તપ કર્યું અને પછી ગૃહસ્થાશ્રમ માંડ્યો. તેઓ યાદવોના પુરોહિત હતા. બલરામ તથા શ્રીકૃષ્ણનો ઉપવીત સંસ્કાર એમણે કર્યો હતો તથા એમનાં નામ પણ એમણે જ પાડ્યાં હતાં.
172 D પ્રેમાવતાર
ગર્ગાચાર્યનું મન પત્નીમાં નહોતું. આ કારણે દીર્ધ ગૃહસ્થજીવન થવા છતાં તેઓને એક પણ સંતાન થયું નહિ, એક દિવસ યાદવોની ભરી સભામાં ગર્ગાચાર્ય કંઈ બોલ્યા. એમનો સાળો ત્યાં બેઠો હતો. બનેવીએ નિઃસંતાનપણા માટે પોતાની બેનનો વાંક કાઢવો એ એનાથી સહન ન થયું.
સાળાએ કહ્યું, ‘નપુંસક તો નિઃસંતાન જ રહે ને !'
યાદવો આ સાંભળી ખૂબ હસ્યા. ગર્ગાચાર્યની સ્ત્રીને ચડાવી. એણે પણ આચાર્યનો તિરસ્કાર કર્યો. ગર્ગાચાર્ય આખા ઘરમાં એકલવાયા થઈ ગયા. યાદવોને તો મશ્કરી કરવાનું એક સાધન મળી ગયું. ગર્ગાચાર્યને બદલે એમનું નામ નપુંસકાચાર્ય જાહેર થયું !
એક દહાડો આચાર્ય ખૂબ ખિજાયા ને ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા કરીને બોલ્યા, ‘હું પુત્ર ઉત્પન્ન કરીશ અને એ દ્વારા યાદવોનું જ ડાબીડ કાઢી નાખીશ.’
અને આચાર્ય ગર્ગ એક દહાડો ઘેરથી અદૃશ્ય થઈ ગયા, ઉત્તરમાંથી દક્ષિણ તરફ ચાલ્યા ગયા. અને સાગરકાંઠે જઈને મહાદેવ-શિવના મંદિરમાં એમનું ધ્યાન લગાવીને બેસી ગયા. એમની વિદ્યા અને એમના તપજપે દક્ષિણ દેશમાં ચમત્કાર સર્યો.
દક્ષિણ પણ ત્યારે યવનોનું રાજ હતું. યવનરાજ આચાર્યની સેવા કરવા લાગ્યો. આચાર્યે અહીં રહી લોહભસ્મની શોધ કરી અને એનું સેવન કરીને પોતાના શરીરને વજ જેવું બનાવ્યું.
યવનરાજ તો જોતજોતામાં આચાર્યનો શિષ્ય બની રહ્યો; ગુરુની આજ્ઞાંકિત દાસ બની ગયો. ગુરુ કહે એ હાજર !
એક દિવસ આચાર્ય ગર્ગે કહ્યું, ‘રાજન, તારો અંતઃપુરવાડો મારે જોવો છે.”
યવનરાજનું અંતઃપુર તો ઘેટાં-બકરાંના વાડા જેવું હતું ! અનેક પ્રકારની વિવાહિતા-અવિવાહિતા યૌવના સ્ત્રીઓ એમાં હતી. આચાર્ય એક પછી એક સ્ત્રીને નિહાળી રહ્યા. આખરે મીના નામની એક નવયૌવના પર એમની નજર ઠરી રહી. એ ષોડશવર્ષીયા નવસુંદરી હતી, એના શ્યામલ દેહમાં શક્તિનો ને સૌંદર્યનો ભંડાર ભર્યો હતો.
આચાર્યે રાજાને પૂછવું, ‘આ કોણ છે ?” રાજાએ કહ્યું, ‘હમણાં જ હું એને લઈ આવ્યો છું. એનું નામ મીના.” આચાર્યે કહ્યું, “રાજન ! આ મીનાને તું મને ન સોંપે ?” રાજાએ કહ્યું, ‘ગુરુના ચરણે સર્વસ્વ કુરબાન છે.'
ગર્ગ અને કાળ 1 173