________________
તરુણ નેમ લોકોની આવી વાતો મુખ મલકાવીને સાંભળતો, પણ કોઈને જવાબ ન વાળતો, એ પોતાની વાતો ચાલુ રાખતો. સંસાર ભલે એને ઘેલો સમ!
પર્વતના મારગમાં જાતજાતનાં ફૂલ ખીલેલાં મળતાં. લોકો એને ચૂંટતા. કોઈ એનાં કર્ણફૂલ બનાવતાં, કોઈ એને અંબોડે સોહાવતાં, અને કહેતાં કે ધનભાગ્ય ફૂલનાં !
તરુણ એક પણ ફૂલને ન ચૂંટો. એ તો ઊલટું કહેતો :
‘મને ફૂલ ચૂંટવાં ગમતાં નથી. એ પોતાના રૂપથી તમારી આંખોને ખુશ કરે છે : પોતાની સુવાસથી તમારી નાસિકાને તૃપ્ત કરે છે, એટલું શું ઓછું છે? તો પછી એની હસ્તી મિટાવવાનો આપણને શો હક ?'
‘હક હૈયાનો હાર બનાવવાનો ! એક નાચીજ ફૂલનું જીવનસાર્થક્ય એથી વિશેષ શું ?' લોકો જવાબ આપતા.
‘માથું કાપી પાઘડી બંધાવવાનો કોઈ અર્થ ? આપણાં હૈયાનો હાર બનાવવા એનો નાશ શા માટે નોતરવો ?'
‘ઘેલો રાજકુમાર છે.’ લોકો પીઠ પાછળ કહેતા, ‘પરણીને એ પત્નીએ પાટલે બેસાડીને પૂજશે; સ્પર્શ પણ નહિ કરે !'
આવું આવું તો કંઈક ચાલ્યા કરતું. એવે વખતે તરુણ હસીને કહેતો, ‘જગત કોઈની વાત એમ સહેલાઈથી સમજ્યું નથી. સત્ય સમજવું, સાચું જ્ઞાન મેળવવું સહેલું નથી. જ્ઞાન લેવા માટે ને જ્ઞાન દેવા માટે તો આકરી તપસ્યા કરવી ઘટે. હું તપ કરીશ, સાધના આદરીશ; મારું તપ એક દિવસ જરૂર બોલશે, મારી સાધના તમારી આંખોનાં પડળ ને હૈયાનાં કમાડ ખોલશે.’
લોકો તરુણની ઘેલછા જોઈને કહેતા : ‘રે ઘેલા યુવાન ! આ તે કેવી ઘેલછાભરી તારી દુનિયા ! મુબારક હો તને તારી એ દુનિયા ! પણ યાદ રાખ કે વ્યવહારુ ડહાપણ વગર દુનિયામાં નહિ જિવાય. અને તે પણ એક રાજકુમારથી ! રાજ તો આજે ખટપટના ખાટલા બન્યા છે. એ ખાટલામાં જેને નિરાંતે સૂતાં આવડ્યું, એ જગ જીત્યો.'
પણ તરુણ તો જાણે આ કશું સાંભળતો ન હોય એમ પોતાના વિચારોમાં મગ્ન હતો. ત્યાં કોઈએ એનો ખભો પકડીને હચમચાવ્યો : ‘તું અહીં ક્યાંથી ?'
‘અરે પ્રસેન ! પણ તું અહીં ક્યાંથી ?'
‘પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપ !' પ્રસેને સામે પ્રશ્ન કર્યો. એ મુસદીની દુનિયાનો માનવી હતો.
મારી દુનિયા તો વિશાળ છે.' નેમે સરલ ભાવે કહ્યું.
192 7 પ્રેમાવતાર
‘સહુની દુનિયા વિશાળ હોય છે !' પ્રસેને તરુણના જવાબમાં મુસદ્દીવટ ભાળી, ‘મહાન મુસદ્દી કૃષ્ણનો ભાઈ અને રાજા સમુદ્રવિજયનો દીકરો સાવ ભલોભોળો ન હોય !'
‘ના, પ્રસેન ના ! લે, હું તને પૂછું ? આ પહાડ તને તારો મિત્ર લાગે છે ખરો!’ જડ તે વળી ચેતનનું મિત્ર કેવું ?' પ્રસેને કહ્યું.
‘બસ, તમારી અહીં જ ભૂલ થાય છે; તમે ચેતનને ચેતન જાણતા નથી; જડને જડ તરીકે પિછાણતા નથી. આ પહાડ પણ આપણા જેવો ચેતન છે. એનામાં પણ જીવન છે.’ તરુણ નેમે કહ્યું.
‘નાહક આવી આડીઅવળી વાતો કરી મને મૂર્ખ ન બનાવ !'
કોઈને મૂર્ખ બનાવવામાં મને રસ નથી.’
‘સારુ, સારુ. જો એક વાત કહું, માનીશ ?'
‘જરૂર. સારી વાતનો સ્વીકાર એ તો મારું જીવનસૂત્ર છે.’
‘તો કોઈને ન કહે, તો એક વાત કહું.’
‘ભાઈ ! અનેક વાત કહે ને ! પણ જો, મને કાંચન અને કામિનીની વાતોમાં રસ નથી.'
‘પણ આ વાત તો કાંચનની જ છે.'
મને સ્પર્શતી ન હોય, તે વાત સામે મારો વિરોધ પણ નથી !' નેમે કહ્યું.
પ્રસેને કહ્યું, ‘પહેલી વાત તો એ કે તું કોઈને કહીશ નહિ કે રેવતાચળ ઉપર પ્રસેન મને મળ્યો હતો.
‘નહિ કહું.’
‘કોઈ પૂછે તો શું કહીશ ?’
‘કહીશ કે પ્રસેન મને રૈવતાચળ પર મળ્યો હતો.
“તું ના કહેતો હતો ને ?”
‘વગર પૂલ્યે નહિ કહું, એમ હું કહેતો હતો. કોઈ સામેથી પૂછવા આવે તો મારાથી ખોટું કેમ કહેવાય ?’ નેમે કહ્યું.
વારુ, આટલું કહેજે, પણ એમ તો કહીશ નહિ કે એના હાથમાં કંઈ હતું?’ પ્રસેને કહ્યું.
‘નહિ, પૂછે તો નહિ કહું, પણ પૂછશે તો સાચું કહીશ !'
‘રે નેમ ! ત્યારે તો તું મારું ગળું કપાવવા તૈયાર થયો લાગે છે !'
મિાનો ચોર 193