________________
બળે તો હળ ઉપાડીને ઘુમાવવા માંડ્યું ! સૈનિકો એની ફેરવવાની ખૂબી પર વારી ગયા. બાપડા તોબા પોકારતા જાય ભાગ્યા ! પણ પાછળથી સૈનિકોની ટુકડી મદદે આવી પહોંચતાં બધા પાછા વળીને ઊભા રહી ગયા. હવે સાચો યુદ્ધનો મોરચો ગોઠવાઈ ગયો.
ગોપીઓને શ્રીકૃષ્ણ બંધનમાંથી મુક્ત કરી હતી, ને ગોપલોકો પણ હવે છૂટ્યા હતા. કેટલાક ગામ તરફ ખબર આપવા દોડી ગયા હતા. એમણે બધાં વ્રજ ને ગોકુળ જાગતાં કરી દીધાં હતાં.
ખીલેથી ગાયો છૂટે એમ નેસમાંથી ગોપ અને ગોપીઓ છૂટ્યાં હતાં. જે હાથમાં આવ્યું તે લઈને તેનો દોડી રહ્યાં ! મથુરાનો વિજય કરનાર એમની ઘી-દૂધ પીને તાજી થયેલી ડાંગો તો સાથે હતી જ !
ખરેખર યુદ્ધ રચાઈ ગયું.
જે પ્રદેશ પર ઘડી પહેલાં પ્રેમભરી બંસરીઓ બાજી રહી હતી, એ પ્રદેશ પર કાળદેવતાની ખંજરી બજી રહી,
મગધના સૈનિકો યુદ્ધ કળા માટે વિખ્યાત હતો. તેઓ આખું ભારત ખૂંદીને પોતાના નામની આણ વર્તાવી આવ્યા હતા; પણ આજે આ અબૂઝ ગોપો સાથેની લડાઈમાં તેઓ નાસીપાસ થઈ ગયા !
ચક્ર અને હળ - આ બે શસ્ત્રોથી તેઓ તોબા પોકારી રહ્યા ! ને મથુરાવિજયી ડાંગોના પ્રહારે તો એમના પગ જ ઉખેડી નાખ્યા ! બધા નાઠો. ગામલોકોનો વિજય થયો.
ગુલાબના છોડ પર ગુલ ખીલે છે, ત્યારે કાંટાની હસ્તીને કોઈ જોતું નથી. ફક્ત ગુલાબની જ મોજ માણે છે !
યાદવોનું અને ગામલોકોનું માનસ જુદું હતું. મથુરાની ગાદી પર કંસ હોય કે ઉગ્રસેન હોય, પ્રજાને એની સાથે ઝાઝી નિસબત નહોતી. એને નિસબત હતી સુરાજ્ય સાથે, અને એ સુરાજ્ય સ્થપાયું હતું ! સહુ શાંતિમાં હતા, ગઈ ગુજરી કદી યાદ પણ ન કરતા.
ગોપલોકોના આનંદનો પાર નહોતો. એક મહાસમર્થ રાજવીને હરાવ્યાનો એમને ગર્વ હતો; અને એથીય વધુ ગર્વ ગોપરાણીઓને હતો. કૃષ્ણ કનૈયો એમનો પ્યારો હતો, એમણે પોતાના મોંઘાં દૂધ, દહીં ને માખણ એને ખવરાવ્યાં હતાં અને મથુરા જઈને એણે ખાધાં પ્રમાણ કર્યાં હતાં.
સહુ માનતા કે કૃષ્ણ નંદરાણી યશોદાના દીકરા છે, છતાં એની પાછળ અનેક કિંવદન્તીઓ ચાલતી હતી.
62 1 પ્રેમાવતાર
નંદરાણી યશોદા કોઈ વાર કામમાં હોય કે ઉતાવળિયો કૃષ્ણ ભૂખ્યો થઈને રોતો, ત્યારે ઘણી ગોપરાણીઓએ એને છાતીએ લઈ દુગ્ધપાન કરાવ્યું હતું. આજે એ દૂધ પ્રમાણ કર્યાનું એ અભિમાન લઈ રહી હતી ! એમનાં અંતર કૃષ્ણમય થઈ ગયાં હતાં !
સહુ નિશ્ચિંત મને સૂતાં, રમતાં. ખેલતાં, હવે એમની ગાયો ને પશુઓ દૂર દૂર સુધી ચરવા જઈ શકતાં. એમને કોઈ રોકી ન શકતું.
એમાં મથુરાના બનાવ પછી વાતનો ભેદ ખૂલ્યો કે કૃષ્ણ ને બલરામ ક્ષત્રિયપુત્રો છે ને રાજા સમુદ્રવિજયના પુત્ર તેમના ભાઈઓ થાય છે !
આ સમાચાર કેટલાક ગોપોને ન ગમ્યા ! એમને એ કલ્પના સતાવી રહી કે કૃષ્ણ ક્ષત્રિય છે ને અમે ગોપ છીએ ! ક્ષત્રિય અને ગોપને કશો સંબંધ નહિ! બંને જુદાં જુદાં !
જો કે મથુરાના દરબારમાં આ વાત પ્રગટ થઈ હતી એટલું જ; પણ પછી તો કૃષ્ણ પાછા ગોપની જેમ જ રહેતા હતા. પણ આજે જરાસંધના સૈન્ય સામે એણે પાછું જે પરાક્રમ કરી દેખાડ્યું, એથી વિજયના ગર્વ સાથે જરાક શોક પણ છવાયો! કુષણ ખરેખર ક્ષત્રિયપુત્ર છે ? નેતૃત્વ તો ક્ષત્રિયનું જ ! એ હોય ત્યારે ગોપલોકો ક્ષત્રિય થઈ જાય છે, નહિ તો ગોપ જ રહે છે !
ક્ષત્રિયપુત્ર હોવાનો શોક એટલા માટે થયો કે જો ક્ષત્રિય હશે તો એક દહાડો ગોપલોકોને છોડીને સમરાંગણે જ શે, રાજ શેતરંજ માં પડશે, રાજપાટના ભાવા થશે ને સાદો ગોપ મટી એ મહામહિમ ક્ષત્રિય થશે !
એમાં રાજપુતર હશે તો પછી રાજા થશે. રાજા થશે એટલે ભારેખમ થશે. એને નદીની રેતીમાં રમવું, ગાય ને બળદ સાથે ઘૂમવું ગોપાંગનાઓને રાસ ખેલતી કરવી બધું થોડું ગમે ! એ મહેલમાં રહે, ઓછું બોલે, લડાઈ લડે, રાતે જાગે, દહાડે ઊંઘે !
ગોપલોકો મનમાં ને મનમાં આ વિચારોથી અડધા થઈ જતા.
કૃષ્ણ વિજય મેળવીને બધા ગોપલોકોને એકઠા ક્ય ને કહ્યું, ‘ભાઈઓ, યુદ્ધનો સૂત્રપાત થઈ ચૂક્યો છે.'
કેવી રીતે ?' ગોપલોકોએ પ્રશ્ન કર્યો.
‘આ સૈન્યને આપણે હરાવ્યું. ક્ષત્રિય કદી હાર ન ખમે. બીજું સૈન્ય આવશે. એને હરાવીશું તો ત્રીજું આવશે. ત્રીજા પછી ચોથું અને છેવટે રાજા જરાસંધ પોતે આવશે. માટે હવે સાવચેત રહેવાની જરૂર છે !' “શું હવે રાસ નહિ ખેલાય ?” એક ગોપીએ પ્રશ્ન કર્યો.
કૃષ્ણ-કનૈયો D 63