________________
બોલે છે !'
- ‘ભાઈઓ ! મારા યાદવો બહુ વીર અને ધીર છે. માણસ માટે માથું આપનાર છે. ઘઉંમાં કાંકરા પણ હોય છે. એથી ઘઉંની કિંમત ન ઘટાડો. અમારા રામ અને કૃષણને તમે જોશો એટલે બધું ભૂલી જશો.'
કોણ રાષ્ટ્ર અને કોણ કૃષ્ણ ?’ લોકોએ પ્રશ્ન કર્યો.
‘જે ઓએ આતતાયીઓના નાશ માટે પોતાનું શાંત જીવન જોખમમાં મૂક્યું છે. જનતાના એ હિમાયતી છે. ઉત્તર ભારતના અત્યાચારી રાજાઓ સામે એમણે બંડ જગાવ્યું છે. અત્યાચારો તે કેવા ?? અને નેમે ટૂંકમાં આખું વર્ણન આપ્યું.
આવા લોકોનું અમે સ્વાગત કરીશું. પરોપકારી લોકો માટે અમને પ્રેમ છે.” આથમણા દેશના લોકોનું અંતર વળી પ્રેમ અનુભવી રહ્યું.
‘એ પ્રેમભરી પૃથ્વી પર અમે વસવા આવ્યા છીએ.’ ને કહ્યું. એના શબ્દોમાં આકર્ષણ હતું.
‘ખુશીથી આવો, પણ જેઓ અમારા પ્રેમનો તિરસ્કાર કરે છે, એ અમારા શત્રુ છે. એમને અમે હણીશું.”
‘શત્રુને હણશો ને ? પણ યાદ રાખો કે માણસ માણસનો શત્રુ નથી. એનો શત્રુ તો એવા ઠેકાણે છુપાયેલો છે, જે કદી મોટામાં મોટા યોદ્ધાથી પણ શોધ્યો જડતો નથી.’
‘તો એ ક્યાં જડે છે ? આ તું શું બોલે છે ?”
માણસનાં ચિત્ત, બુદ્ધિ, મન અને અહંકારમાં એ શત્રુ વસે છે. એને હણવાની તરકીબ શોધો.' નેમે વળી પોતાની ફિલસૂફી છેડી.
‘અમને તારી વાત મીઠી લાગે છે, પણ સમજાતી નથી.’
એ સમજવા માટે તૈયારી જોઈએ. છતાં થોડીક વાત સમજાવું. એક માણસ તમને ગાળ દે છે; એ માટે એ માણસ કરતાં એની વૃત્તિ અને એનો ક્રોધ જવાબદાર છે. ક્રોધ એ જ એનો સાચો શત્રુ છે. એને હણવો જોઈએ. એક માણસ છે. એ એક માણસ આખી દુનિયાને પોતાના તાબે કરવા માગે છે. એ માટે એના કરતાં એનો લોભ જવાબદાર છે. લોભ શત્રુ છે. એને હણવો જોઈએ.’
“અરે વાહ ! આ તેમની વાતો કેવી અદ્ભુત છે. અરે, એને છોડી મૂકો! એ આપણો શત્રુ નથી !'
લોકોએ તરત નેમને મુક્ત કર્યો અને કહ્યું, ‘તારે જવું હોય ત્યાં તે ખુશીથી જઈ શકે છે.'
‘હવે હું ક્યાં જાઉં ? હું તો તમારી વચ્ચે વસવા આવ્યો છું. તમારાં જાનવરો તરફ તેમે પ્રેમ કરો છો ને ?'
| ‘અવશ્ય. ગાય દૂધ આપે છે. બળદ ખેતી કરે છે, ને ઘોડો અમને દૂર દૂર લઈ જાય છે. પછી શા માટે પ્રેમ ન કરીએ ?'
‘તમને મનનું દૂધ આપીશ, અમૃત જેવી ખેતી આપીશ, તમને દૂર દૂર લઈ જઈશ.’ નેમે કહ્યું.
‘ક્યાં લઈ જઈશ ?” લોકોને લાગ્યું કે નેમ મશ્કરી કરે છે.
‘દૂર દૂર. જ્યાં કદી સૂરજ ઊગતો નથી, છતાં પ્રકાશ રેલાયા કરે છે. જ્યાં ચંદ્ર ઊગતો નથી કે આથમતો નથી, છતાં ચાંદની સદા વરસ્યા કરે છે;” જ્યાં મિત્ર નથી કે શત્રુ નથી, છતાં પ્રેમની સરિતા નિરંતર વહ્યા કરે છે, એવા દિવ્ય પ્રદેશમાં હું તમને લઈ જઈશ. કહો, તમે તમારાં પશુઓ પર જેટલો પ્યાર કરો છો, એટલો મારા પર કરશો ને ?”
| ‘એવું ન બોલો, નેમ ! અમે તમને અમારા નગરસંઘના નેતા બનાવીશું. અમે દુશ્મની ભૂલી જઈએ છીએ.”
‘જે દુશમની ભૂલે એનાં દિલ ખાનદાને !' નેમે કહ્યું. એટલી વારમાં સામેથી ટોળું આવતું લાગ્યું.
લોકો બોલી ઊઠ્યા, ‘ઓહ ! શત્રુઓ આવ્યા.” વાતાવરણ વળી ફટકી ગયું : દૂધની ભરી કઢાઈમાં શંકાની છાશ પડી ગઈ.
ફરી પોકારો ઊડ્યા : ‘તૈયાર થઈને ચાલો, દુશ્મનનાં લોહી પીએ, દુશ્મનને સંહારીએ.’
‘હું તમારા દુશ્મનદળનો છું. પહેલાં મને બાંધી લો, અને મારું લોહી પી લો.’ નાના નેમની આંખમાંથી સ્નેહભાવનું એક ઝરણું વહેતું હતું.
‘માર્યા કરતાં એ જિવાડ્યો વધુ કામનો છે.’ લોકોએ કહ્યું.
‘શત્રુ સામેના યુદ્ધમાં એને આગળ કરો. શત્રુનું તીર ભલે એને છેડી નાખે અને શત્રુ એને છેદતાં જો વિલંબ કરશે તો એટલી વારમાં આપણે નિકટ પહોંચી જઈશું.’
નેમે કહ્યું, ‘હું કદાચ વીંધાઈ જાઉં તો મારી એટલી વાત યાદ રાખજો કે માણસનો ખરો દુશ્મન માણસના પોતાના હૃદયમાં બેઠો છે. એ દુશ્મનને જો જીતી લેશો તો જગત આખું તમને મિત્ર લાગશે. એ દુશ્મનથી તમે જિતાશો, તો સંસાર ઝેર જેવો દેખાશે. પ્રેમ ખરી સંજીવની છે.” ‘મને બાંધશો મા. એ ભલે આપણી આગળ ચાલે.’ લોકો ફરી એનામાં
ઉત્તર અને પશ્ચિમ ] 159
158 T પ્રેમાવતાર