________________
તરીકે સેવા કરીને તમામ જ્ઞાન-વિજ્ઞાનની ગુપ્તતા પ્રાપ્ત કરી લીધી હતી.
કર્ણ સારથિનો પુત્ર હતો. એને ન બ્રાહ્મણો તરફ આદર હતો, ન ક્ષત્રિયો તરફ ભાવ. અત્યારે એ મહારથી હસ્તિનાપુરના રાજવી દુર્યોધનના પક્ષમાં હતો.
કણે કરેલા આ તમામ વિદ્યાઓના ઘટસ્ફોટ પછી, આ બાળનારાં અને ઝેરથી ભરેલાં અસ્ત્રોના પ્રતિકારો પણ પ્રકટ થઈ ગયા હતા. અલબત્ત, દાદરથી રામના વખતમાં એ વપરાયેલાં.
અગ્નિ વરસાવતાં યંત્ર શત્રુ પાસે હોય એવી શક્યતા અત્યારે હતી. એટલે એના પ્રતિકાર માટે જ લ વરસાવનાર ચંદ્રકાન્ત મણિવાળું અસ્ત્ર પણ આ પ્રયોગશાળાઓમાં તૈયાર કરવામાં આવતું. અને સર્પાસ્ત્ર સામે વાપરવા માટે પણ અસ્ત્ર તૈયાર કરવામાં આવતું. આનું નામ ગરુડાસ્ત્ર હતું !
ગરુડ અહીંનું મુખ્ય પ્રાણી હતું, કારણ કે અહીં નાગનો ઉપદ્રવ ખૂબ રહેતો. પાણીના નાગ, પર્વતના નાગ, સ્થલના નાગ સદા ચારે કોર ડોલતા ફરતા. આ માટે ઘરે ઘરે ગરુડનું પાલન-પોષણ કરવામાં આવતું.
નાગ એ અસુર લોકોનો દેવ લેખાતો. ગરુડ આર્યોનો દેવ લેખાયો.
આયુધશાળામાં શસાં ની જેમ શાસ્ત્રોનો મોટો વિભાગ હતો, એવો અશસ્ત્રવિદ્યાવિભાગ પણ હતો. આમાં શસ્ત્રાસ્ત્રોની મદદ વિના દુશ્મનને કેવી ચાલાકીથી હરાવવો, છેતરવો ને હણવો એનું જ્ઞાન આપવામાં આવતું. આ વિદ્યાખંડ ઉપર એક સૂત્ર મોટા અક્ષરોમાં લખેલું હતું, ‘દુશ્મનનો દુશ્મન સહેજે મિત્ર !'
આ અશસ્ત્ર વિદ્યાવિભાગમાં દુશમન કોણ, એને કેવી નીતિથી પિછાણવો, એની ભૂમિની ભૂગોળ કેવી રીતે જાણવી, એના કુળનો ઇતિહાસ કેવી રીતે લક્ષમાં લેવો અને એનો દુશ્મન કોને લખવો એ જાણવાનું શિક્ષણ આપવામાં આવતું.
દ્વારકાનો દુર્ગ અજબ થયો હતો. એની આયુધશાળા અદ્દભુત બની હતી. આ પછી કોષ્ઠાગાર ખાતું આવતું હતું. તેના ઉપરી બલરામ હતા. સૈન્ય શરત્ર-અસ્ત્રથી લડે, પણ કોઠાર જો ધનધાન્યથી છલકાતા ન હોય તો બધું પ્રાણ વગરના દેહ જેવું જ બની જાય.
એ કોઠાર છલકાવી દેવા બલરામે ડુંગરા ખોદી સપાટ મેદાનો તૈયાર કરાવ્યાં; ત્યાં ખેતરો બનાવ્યાં; અને ખેતી શરૂ કરાવી. જે છોડ પર માંડ પચીસ-પચાસ દાણા થતા, એ છોડ પરથી ધાન્યના ઢગલા ઊતરવા લાગ્યા.
એમણે એક આશ્ચર્ય સર્યું. વેલો નવટાંકનો અને ફળ અધમણનું ! એમણે કોળાનું વાવેતર કરાવ્યું. એક વેલા પરથી મોટાં મોટાં કેટલાંય કોળાં ઊતરે - જાણે
166 D પ્રેમાવતાર
રાવણનાં માથાં જોઈ લો !
એમણે એક વાર વૃક્ષવિવાહનું નવતર પર્વ ઊજવ્યું ! વૃક્ષવિવાહ એટલે એક ઝાડને કાપીને એને બીજા ઝાડમાં સંલગ્ન કરવું !
આ વિવાહવિધિ પછી થોડો વખત વીત્યો અને ઝાડ તો અજબ ખીલ્યાં. જ્યાં નાનાં ચણા જેવડાં બોર બેસતાં ત્યાં મોટાં ખારે ક જેવડાં બોર બેસવા લાગ્યાં. ફળફૂલોનો રસ-કસ પણ બદલાઈ ગયો. માણસ હવે ગ્રામ કે ખેતરમાં રહેવા લાગ્યો, અને શિકાર માટે પશુ ખોળવાનું અને જંગલમાં જવાનું બંધ થયું.
જોઈએ તેટલું ખાવાનું, માગો તેટલું પીવાનું પછી અછત તો ફક્ત ગાવાની જ રહીને ?
આભમાં ચાંદો ખીલે કે બધાં ચાંદની રાતે ચોકમાં એકઠાં મળે. કૃષ્ણ વેણુ વગાડે અને સ્ત્રી-પુરુષો ગાવા લાગે. ગોકુળ-વૃંદાવનની મજા ફરી જામી.
પણ બધાંને કામ ગળાબૂડ હતાં. હજી સ્વતંત્ર નિવાસો તૈયાર કરવાના બાકી હતા. રસ્તાઓ કોરીને ધંધાદારીઓને એમની રીતે વસાવવાના હતા.
સમાજકલ્યાણનો આખો વિભાગ નેમના માથે હતો, પણ નેમ આ બાબતમાં જરાક બેદરકાર હતો. એ માણસ કરતાં પશુનું ઘર સારું બનાવરાવતો; જુવાન કરતાં વૃદ્ધોને વધુ સગવડ આપવામાં માનતો; અને બાળકોને તો એ દેવના દૂત લેખતો.
જુવાનો કહેતા, ‘રે ! માથું જોઈશે ત્યારે જુવાનો આપશે, લડી અમે જાણીશું. ને આ બધું શું કરવા માંડ્યું છે ?”
નેમ કહેતો, ‘લડી તમે જાણશો. પણ લડીને જીતવું કેમ એ વૃદ્ધો જાણતા હશે.” જુવાનો કહેતા, “અરે ! શત્રુનો સંહાર કર્યો એટલે જીત્યા !'
નેમ કહેતો, ‘એકલા જીતવાથી કાર્ય સધાતું નથી. જીત્યા પછી જો જીવતાં ન આવડે તો જીત્યું એ હાર બરાબર છે.”
જુવાનો કહેતા, ‘પણ આ રમતિયાળ બાળકોને આટલું મહત્ત્વ કાં આપે?”
નેમ કહેતો, ‘લડી તમે જાણો, પણ બાળકની જેમ રમી જાણવું પણ જોઈએ. બાળક જેવા થવું એ માનવ-જીવનની મોટામાં મોટી સિદ્ધિ છે.'
જુવાનો કહેતા, “નેમ ! વિચિત્ર વાતો કરવી એ તારા જીવનની વરણાગી રીત છે. બાળક થવામાં તે વળી બહાદુરી શી છે ?'
નેમ શાંતિથી કહેતો, ‘તમે આ બાળકોને જુઓ છો ને ? સવારે લડે છે, વાત તો કાંઈ ખાસ હોતી નથી. પણ કેવા ઝનૂનથી લડે છે ! આપણને લાગે છે કે, હવે આ બાળકો કદી ભેગાં મળીને નહીં રમે અને બપોરે આપણે શું જોઈએ છીએ ?
નગરી દ્વારકા 167