________________
12
અરિ
જરાસંધની સેનાનો ભારે રકાસ થયો. શિબિરભરી છાવણીઓની જગ્યાએ અત્યારે વિચિત્ર સ્થિતિ દેખાતી હતી.
ખૂબ ભયંકર એ દૃશ્ય હતું. ચારે તરફ રુધિરની નાની નાની નદીઓ વહેતી હતી, હાડકાંના ઢગ રચાયા હતા.
હાથી-ઘોડાના મૃતદેહો ગીધના હાથે ચૂંથાતા હતા.
બળેલા રથો અને શિબિરો બિહામણાં લાગતાં હતાં.
કાળભૈરવનાં ડમરું જાણે બજતાં હતાં.
બલરામે કમાલ કરી હતી. એ અજબ વિજય વર્ષો હતા, પણ વિજયના સુવર્ણથાળમાં દુશ્મને લોઢાની નાનીશી મેખ મારી હતી !
જરાસંધે છટકી જઈને આ બધા વિજય-પરાક્રમ માથે પાણી ફેરવી દીધું હતું! બલરામ જેવા ચકોર બલરામની આંખોમાં ધૂળ નાખીને જરાસંધ ભાગી છૂટવો હતો! અરે ! નજર સામેથી નાસી ગયો ને પીછો કરી શકાયો નહિ ! કેવી શરમભરી વાત છે !
મણિબંધ સામે ઊભો હતો - પોતાના ઘરમાં ઊભો હોય એમ નિર્ભીક બનીને એ ઊભો હતો. પોતાનાં સગાંને મળવા આવ્યો હતો, એમ એ સાવ સ્વાભાવિક રીતે વાતો કરતો હતો.
મણિબંધના દેહ પર જખમ હતા, રુધિરના વહી ગયેલા રેલાના અવશેષો હતા; પણ જાણે એ એના માટે આભૂષણરૂપ બન્યા હતા ! જખમ તો જવાંમર્દોનું ઝવેરાત !
બલરામે નિષ્ફળતાના આવેશમાં એક વાર મણિબંધને સંહારી નાખવાનો
વિચાર કર્યો, પણ વળી મન શાંત થઈ ગયું. સંહાર કરી નાખ્યું પણ શો ફાયદો? એને મોતનો ડર નહોતો. જેને જે વાતનો ડર નહિ, એને એ વાતથી ડરાવવામાં ફાયદો શું ? અને યુદ્ધમાં પકડાયેલા શત્રુની હત્યાથી તો ઊલટી કલંક-કાલિમા લલાટે લાગવાની હતી !
રાતનું અંધારું પીગળતું હતું, ને પૂર્વ દિશામાં કંકુના ઢગ વેરાતા જતા હતાઃ પણ બલરામને તો અત્યારે અંધારું જ ગમતું હતું. રે ! પ્રકાશમાં એ કોઈને શું મોં બતાવશે ? પોતે કેવો મૂર્ખ ! હાથમાં આવેલો દુશ્મન આંખમાં ધૂળ નાખીને છટકી ગયો ! અને અત્યારે એ પોતાના રાજ્યમાં જઈ મૂછોને વળ દેતો કહેતો હશે કે કેવા બનાવ્યા બલરામને ! ગોવાળને તો ગાયના પૂંછ આમળતાં આવડે, લડાઈ લડતાં નહિ !
પણ સૂરજને ઊગતો ને આથમતો પળ વાર પણ કોણ રોકી શક્યું છે ? સૂરજ એના નિયત ક્રમે ઊગ્યો.
સૂરજે આખા પ્રદેશને દેદીપ્યમાન કરી દીધો. પંખીઓ માળામાંથી ઊડ્યાં, ને રાની પશુઓ બોડમાં છુપાયાં. બલરામની ગોપસેનાએ સાધેલો વિજય અપૂર્વ હતો, પણ બલરામની શરમ એથીય મોટી હતી.
મણિબંધને બંધનોમાં બાંધીને રાખવાનો હુકમ આપી બલરામ પાછા ફર્યા. ત્યાં તો દૂર દૂર ધૂળની ડમરીઓ ચડતી દેખાઈ.
સૈનિકો ફરી સાવધ થઈ ગયા, અને શસ્ત્રસજ્જ થઈ ધૂળની ડમરીનું સ્વાગત કરવા તૈયાર થઈ ઊભા. એકની દાઝ બીજા પર !
ડમરી ઝડપભેર પાસે આવતી હતી. થોડી વારમાં આવનારા સ્પષ્ટ થઈ ગયા. એક હતા શ્રીકૃષ્ણ અને બીજા હતા શ્રી નેમ ! બંને પોતાની સેનાઓ સાથે બલરામની કુમકે આવી પહોંચ્યા હતા. તેઓને ખબર મળ્યા હતા કે અંધારી રાતે બલરામે જરાસંધનો જબરો મુકાબલો કર્યો છે.
જરાસંધનો મુકાબલો ? એ વખતના ભલભલા બહાદુર રાજવીઓ અપ્રતિરથ મહારથી જરાસંધના મુકાબલાનો વિચાર પણ કરી ન શક્યા, એટલી એની ધાક હતી. સેનાની સેનાઓ જરાસંધના નામમાત્રથી ઢીલી થઈ જતી, અને શૂરવીર સેનાપતિઓનાં ગાત્ર ગળી જતાં ! એ જરાસંધનો સામનો મૂઠીભર ગોપર્સના વડે કરવો, એ ભયંકર સાહસ હતું ! એટલે ખબર મળતાંની સાથે એ કામમાં મદદ કરવા બંને ભાઈઓ દોડતા આવ્યા હતા !
માર્ગમાં એમને જરાસંધનું સૈન્ય ભાગતું મળ્યું હતું; ને એ શાંતિ અનુભવી રહ્યા. સાથે સાથે મોટા ભાઈના પરાક્રમને અભિનંદવા તેઓ તીવ્ર વેગથી આગળ અરિ C 89