________________
‘હા, ભાભી ! પણ એનું સાચું સ્વરૂપ એ લોકો પણ બતાવી શકતા નથી.” તો શું તમે બતાવી શકશો ?”
હા. એ રાજ્યમાં હર પળ આનંદની છે, હર પળ ખુશીની છે. શોક કે વિષાદનાં વાદળ ત્યાં નથી.’ નેમ પોતાના કલ્પનારાજ્યના વર્ણનમાં ડૂબી ગયો. ‘ભાભી, ન તો ત્યાં કોઈ રાજા છે કે ન કોઈ પ્રજા ! બધા સમાન ! વાઘ અને બકરી એક આરે પાણી પીએ એવું એ રાજ્ય !” ‘રે નેમ ! તો તમે શું આ રાજ્ય નહિ સ્વીકારો ?”
ના.” ‘યુદ્ધ નહિ કરો ??
ક્ષત્રિય થઈને રણમાં પીઠ બતાવીને ભાગશો ?”
‘ના, યુદ્ધ આપીશ, પણ આવું નહિ. આ યુદ્ધ જેના લીધે જન્મે છે, એ વૃત્તિઓને-એ વિષયોને - યુદ્ધ આપીશ.'
‘પણ એથી શું ફાયદો ?”
ફાયદો સંસાર આખાને થશે. એ યુદ્ધમાં હું વિજયી નીવડીશ, તો જગતમાં શાંતિ સ્થપાશે. પેટ ચોળીને દુ:ખે ઊભાં કરતી દુનિયા સાચા સુખને એ વખતે પિછાણશે.” નેમે કહ્યું.
દિયર-ભોજાઈ આવી ચર્ચા કરતાં પ્રહરનાં પ્રહર થાકતાં નહિ, પણ એટલામાં શ્રીકૃણા ધસમસતા આવીને બોલ્યા, ‘સાંભળ્યું છે કે કાળયવન આવી રહ્યો છે. એ યાદવોનો કાળઝાળ શત્રુ છે.'
‘આજ યાદવોનો કોણ શત્રુ નથી ?” રુકિમણીએ સહજ રીતે કહ્યું. એમાં સત્ય હતું, વ્યંગ્ય પણ હતો. શ્રીકૃષ્ણ અને તરત જવાબ ન આપ્યો.
| ‘જ્યાં સુધી આપણી જાતના આપણે શત્રુ નથી, ત્યાં સુધી શત્રુ બધા જખ મારે છે !' મે વચ્ચે કહ્યું. રુકિમણી નેમની આ નવી ફિલસૂફી પર વારી ગઈ.
શ્રીકૃષ્ણ એ તરફ ધ્યાન ન આપતાં કહ્યું, ‘તેમની ફિલસૂફી અહીં જરૂરી નથી. તાકીદ યાદવસભા બોલાવી છે. નિર્ણય લેવાનો છે.”
‘સત્તર સત્તર વાર જરાસંધ અને શિશુપાલને હરાવ્યો, તો આ કાળયવનથી આટલો ડર કાં ?”
‘દેવી ! કાલયવને ભયંકર છે, તમામ યાદવનો શત્રુ છે, એ યાદવોના સંહારનું વ્રત લઈને નીકળ્યો છે.”
140 | પ્રેમાવતાર
કંઈ કારણ ?'
“કારણ મોટું છે. ગર્ગાચાર્ય કરીને યાદવોના પુરોહિત હતા. એ નિઃસંતાન હતા, એક વાર એમના સાળાએ એમને નપુંસક કહીને એમની મશ્કરી કરી. યાદવોએ એમાં ટેકો આપ્યો. ગર્ગાચાર્ય બહાર નીકળે કે બધા ‘પંઢ' કહીને એમની મશ્કરી કરે. આવી અશ્લીલ મશ્કરીથી દુભાઈને એક દહાડો ગર્ગાચાર્ય દક્ષિણ તરફ ચાલ્યા ગયા. ત્યાં જઈને એમણએ નીલકંઠની ઉપાસના કરી, અને લોહભસ્મનું સેવન કર્યું. આ પ્રસંગે ત્યાંના યવનરાજા સાથે તેમને મિત્રતા થઈ. રાજાની રાણીને કંઈ સંતાન નહોતું. ગર્ગાચાર્યે કહ્યું, ‘મને તારી સ્ત્રીમાં પુત્ર ઉત્પન્ન કરવા દે. એ નવ ખંડમાં નામના ન કરે તો મને ફટ કહેજે ! દિલમાં ખટકતો વેરનો કાંટો જો કોઈ કાઢશે તો એ કાઢશે.”
નેમ અને રુકિમણી સ્તબ્ધ બનીને સાંભળી રહ્યાં.
શ્રીકૃષ્ણ વાત આગળ ચલાવી. ‘રાજા ભક્તિભાવવાળો હતો. ગર્ગાચાર્યે એની સ્ત્રીમાં પુત્ર ઉત્પન્ન કર્યો. અને બધી વિદ્યાઓ ભણાવી તૈયાર કર્યો. દેવી! એ જ આ કાળયવન ! યાદવમાત્રનો જીવતો કાળ ! એને એક જ વાત ગળથુથીમાં પાઈ કે યાદવોને દક્યા ન મુકવો. કાળયવન એટલે કાળયવન. સામાન્ય શસ્ત્રોથી હણાય તેવી એની દેહ નથી. એની યુદ્ધવિદ્યા પણ અજબ છે. જ્યાં જ્યાં યાદવનું નામ પડે છે ત્યાં ત્યાં વિનાશ સરજે છે.”
‘આ રાજાઓ સાથે ભળી જાય તો ?” રુકિમણીએ ભાવિ ભય પ્રગટ કર્યો. ‘ભળી જવાની તૈયારીમાં જ છે.' શ્રીકૃષ્ણ કહ્યું. ‘તો પછી આપણે શું કરીશું ?'
યાદવસભા જે નક્કી કરે છે. પણ ભયંકર પરિણામ માટે તૈયાર રહેજો! પરિસ્થિતિ દરેક પળે વિષમ થતી જાય છે.'
‘આપ અમારી ચિંતા ન કરશો.” મે કહ્યું. ‘અમારી એટલે ?' શ્રીકૃષ્ણ મજાકમાં પૂછવું. ‘અમે એટલે દિયર-ભોજાઈ.’ નમે કહ્યું ને ભાભી તરફ જોયું.
વાહ, ખરી જોડી જામી છે તમારી ! નેમના વિચારો પણ સ્ત્રી જેવા સુકોમળ જ છે ને !' શ્રીકૃષ્ણે કહ્યું.
સંસાર આખો સ્ત્રી બની જાય તો દુનિયામાં સંગ્રામનું નામ જ ન રહે !” નેમે વળી પોતાની ફિલસૂફી હાંકી.
નેમજી ! ચાલો યાદવસભામાં ' શ્રીકૃષ્ણે કહ્યું. ‘મારું ત્યાં શું કામ છે ? અમે તો તમારા અને પિતાજીના પગલે છીએ. હુકમ
વતનનો ત્યાગ 141