________________
19
નાટકનો બીજો અંક
જીવન એ પણ એક નાટક છે. નાટકનો પહેલો અંક પૂરો થાય; પડદો પડે, અને પાછો થોડા વખતે પડદો ઊપડે. બીજો અંક શરૂ થાય. નવું દશ્ય, નવી સજાવટ ને નવી વાતો જોવા મળે, એવું અહીં થયું.
પહેલા પ્રવેશમાં ઉત્તર ભારતની ભૂમિ હતી; ગંગા-જમના જેવી નદીઓ હતીઃ હિમાલય ને ગોવર્ધન જેવા પહાડો હતા; શિશુપાળ ને જરાસંધ જેવા રાજાઓ હતા; રુકિમણી જેવી ગરવી નારીઓ હતી; શ્રીકૃષ્ણ-બલરામ જેવા મલ્લ હતા, ને તેમ ને વૈરાટ્યા જેવાં તથા નંદગોપ ને યશોદા જેવાં પ્રેમધર્મી નર-નાર હતાં.
બીજો પ્રવેશ સાવ ભિન્ન હતો. પશ્ચિમ ભારતનો સાગરકાંઠો હતો. રત્નાકર ઊછળી ઊછળીને મોતી વેરતો હતો. વનવગડામાં કેસરી સિંહો ડકણ દેતા હતા; એ એવા અભિમાની ને ટેકીલા હતા કે વાદળની ગર્જના સામે ગરવ કરતા; અને વાદળની ગર્જનાને ફિક્કી પાડતા ઃ ફિક્કી ન પાડી શકે તો એ પ્રયત્નમાં પ્રાણ સુધ્ધાં અર્પણ કરતા.
ન
આ ભૂમિ શૌર્યની અને સમૃદ્ધિની હતી, અને એના કરતાં વિશેષ શાંતિની ભૂમિ હતી. અહીં મોટા મોટા કજિયા નહોતા, ભયંકર એવા કલહ નહોતા; માણસને મિટાવી દેનારી મારા-તારાની મારામારી નહોતી. સહુ સહુના પ્રદેશમાં સંતોષથી રહેતા અને લહેર કરતા.
આતિથ્ય આ ભૂમિની અનેરી ખાસિયત હતી. પરોણાગતમાં વખત આવે પ્રાણ પીરસતાં પણ અહીંના લોકો વાસી વિલંબ ન કરતા.
આ પ્રદેશનું નામ આનર્ત હતું અને ભાવિમાં એ સુરાષ્ટ્ર થવાનું હતું. કુશસ્થલી એનું પાટનગર હતું. પણ પશ્ચિમની આ પાટનગરી ઉત્તર ભારતની પાટનગરીઓ જેવી સમૃદ્ધ કે આડંબરી નહોતી ! ત્યાંનો રાજા કોઈ શ્રેષ્ઠી કરતાં વધુ શ્રીમંત નહોતો.
કે
રાજાને માટે સમૃદ્ધિ અનિવાર્ય નહોતી, સામર્થ્ય અનિવાર્ય લેખાતું. રાજા પ્રજાના રક્ષણ માટે ગમે ત્યારે પ્રાણત્યાગ કરવા તૈયાર રહેતો.
કથાકાળે આ પ્રદેશમાં જાણે અનંત કાળના પથિક હોય, એવાં સ્ત્રીપુરુષોની એક વણઝાર ચાલી આવતી હતી. દીર્ઘ સમયના એ પ્રવાસીઓ દૂરદૂરનાં વસનારાં હતાં. સરસ્વતીનાં નીર વટાવીને, સાબરમતીનાં જળનાં આચમન કરીને આ વણઝાર આગળ વધતી હતી.
એમના પગમાં થાક હતો, એમની આંખોમાં વિષાદ હતો, એમના બાહુમાં ચળ હતી. અને એ ચળ ઉતારવા તેઓ કોઈ જંગલી જાનવર કે માનવ-દુશ્મનની ખોજમાં હતા.
ભર્યુંભાદર્યું વતન છોડીને બેવતન બનેલી આ વણઝાર વતનની શોધમાં હતી. મંદિરો ને મહાલયોને સૂના કરીને તેઓ આવ્યા હતા; માથે ડરપોક બન્યાનો અપવાદ લઈને આવ્યા હતા.
સિંહો અને શૂરાઓ જ્યાં જાય ત્યાં પરાક્રમથી સ્વદેશ સરજે છે : એ નીતિવાક્ય હતું. એ વાક્ય જોરશોરથી ઉચ્ચારતી આ વણઝારના હૈયામાં વિષાદ ભર્યો હતો.
વિષાદ પોતાની પ્રિય ભૂમિ છોડવાનો હતો. માનવીને જન્મ સાથે સાંપડેલી મહાદોલત માદરેવતન ! એ મને કમને છાંડવી પડી હતી.
વણઝાર રંગબેરંગી છે. એમાં ઊંચા કદાવર પુરુષો છે. પગમાં ઉપાનહ છે, ને માથે પાઘડીમાં મોરપીંછ છે; ખભે ધનુષબાણ છે, બગલમાં વાંસળી છે. એમના પાતળા એવા ઓષ્ઠ રસિકતાનાં પ્રતીક છે; ને વિશાળ છાતી વીરતાની સાક્ષી પૂરે છે. દેરાના દેવ જેવા એમના ચહેરા છે. એમના હોંકારે વન ગાજે છે, વસ્તી ગાજે છે, સાગર ગાજે છે ! ધેનુ ચારવી એ એમના જીવનનું પુણ્યકાર્ય છે, જીવનની મોટી પાઠશાળા છે.
નમણી એવી નારીઓ સાથે છે. આનર્તની ચંદનની ડાળ જેવી આ નાજુક
નારીઓ નથી. જાજરમાન એમના દેહ છે. વિશાળ એમનાં વક્ષસ્થળ છે. સશક્ત એમના બાહુ છે. એ બાહુમાં ગમે તેવા વૃષભ કે અશ્વને કાન પકડીને થંભાવી શકવાની તાકાત છે.
રૂપાળા ને ગોળ એમના ચહેરા છે, ઘાટીલી એમની કાયા છે; અને એના ઉપર વસ્ત્રો કરતાં ઘરેણાંનો ભાર વધારે છે. ચાલવામાં થાક નથી, દશ દશ ને બાર બાર છોકરાં તો સાધારણ માતાઓને હોય છે !
એમનો રાજા જેમ ઢોર ચારે છે, એમ એમની રાજરાણીઓ પશુઓની ચાકરી કરે છે. એ દૂધ દોતી આવે છે. મહી વેચતી આવે છે, માખણ કાઢતી આવે છે. એ નાટકનો બીજો અંક D 147