________________
18
વતનનો ત્યાગ
જઈને મારા ભાઈને વીનવીશ કે મને વિધવા ન બનાવે.”
શ્રીકૃષ્ણ બોલ્યા, ‘ર સુંદરી ! રણમાં પડેલા ભાઈ માટે કે રણમાં ખપેલા પતિ માટે સાચી ક્ષત્રિયાણીઓ કદી શોક કરતી નથી.’
રુકિમણી એ સહન ન કરી શકી. એ રડવા લાગી.
શ્રીકૃષ્ણે કહ્યું, ‘સુંદરી ! લેશ પણ ચિંતા ન કરશો. આજ શત્રુઓને ન સંહારવાની પ્રતિજ્ઞા કરીને હું આવ્યો છું. એક શિશુપાલ, બીજો તમારો ભાઈ ભોજ - નહિ મારું એમને !'
અને પછી શ્રીકૃષ્ણ સ્વરક્ષણનું યુદ્ધ ખેલવા માંડ્યું. થોડી વારે એક તીર મારી એમણે ભોજ ને બેશુદ્ધ કરી નાખ્યો, ને પોતે રુકિમણીને લઈને આગળ નીકળી ગયા.
ભોજના માણસોએ એની સારવાર કરી રથમાં નાખ્યો. એ હજુ બેહોશ હતો. થોડી વારે એ જાગ્યો. જાગતાંની સાથે એણે કહ્યું, ‘હું ક્યાં છું ?'
‘કુંડિનપુરને મારગે.' ‘રુકિમણી ક્યાં છે ?' ‘કણ એને હરી ગયો !
શું કૃષ્ણ હજી પણ જીવતો છે ?” “હા.'
થંભાવો રથ ! શ્રીકૃષ્ણને માર્યા વગર ને રુકિમણીને લીધા વગર રાજધાનીમાં પાછા નહીં ફરવાની મારે પ્રતિજ્ઞા છે.'
‘પણ શ્રીકૃષ્ણ તો હવે આપણા હાથથી બહાર છે.' તો પછી અહીં જ રથ થંભાવો, અને અહીં જ નવું નગર વસાવો.”
ભોજ રથમાંથી ઊતરી પડ્યો, ને ત્યાં ભોજ કટ નગર વસાવીને રહ્યો. શ્રીકૃષ્ણને હણવાની તાકમાં ફરવા લાગ્યો.
અગ્નિમાં આખરે ઘી હોમાઈ ગયું, એનો ભડકો જઈને આકાશે ચડ્યો.
રે ! જરાસંધ જેવા જરાસંધને અવગણી, શિશુપાલ જેવાની આંખમાં ધૂળ નાખી અને ભોજ જેવા ભોજને ભોં ભેગો કરી એક ગોવાળિયો રુકિમણી જેવી રૂપવતી રાજ કન્યાને હરી ગયો !
પગનો ભડકો માથે અડ્યો, અને એમાંથી ભયંકર હુંકાર જાગ્યો : “સહુ ક્ષત્રિયો! હથિયાર સજો, ને રણમેદાને સંચરો ! આ ગોવાળિયાઓની ફાટે હવે માઝા મૂકી છે!'
આર્યાવર્તમાં ચોમેર આ ડિડિમ નાદ ગાજી રહ્યો, મથુરાપતિ કંસની હત્યા કરતાંય આ પ્રસંગ વિશેષ ચાનક ચઢાવે તેવો હતો, જે માનવી રુકિમણી જેવું કન્યારત્ન હજારો રાજાઓની હાજરીમાં હરી શકે એ બીજું શું ન કરી શકે ? અને આવો માણસ એ અદ્ભુત રત્ન માટે કંઈ યોગ્ય ગણાય ખરો ? આ તો ભાઈ, કાગડો દહીંથરું લઈ ગયો ! ગજબનો કળિ !
અલબત્ત, આ પ્રકારનાં લગ્ન આર્યાવર્તની વિવાહવિધિને અજાણ્યાં નહોતાં. આવા વિવાહ ગંધર્વ લગ્ન કહેવાતા - હરણ કરીને કન્યાને હરી જવી અને પછી તેની સાથે લગ્ન કરી લેવાં !
એ જમાનાના રાજાઓને આ લગ્ન સામાન્ય હતા, પણ ગોકળી કૃષ્ણ વળી ક્યાંનો રાજા ? કોણે રાજા બનાવ્યો એને ? થોડીક દાદાગીરી કરતાં આવડી એટલે કે રાજા બની ન શકાય !
રાજ્યરાજ્યમાંથી નગરનગરમાંથી આ સૂરો નીકળ્યો. ને રાજ્યરાજ્ય અને નગરનગર આ દાદાટોળકીની સાન ઠેકાણે લાવવા મદદે દોડી આવ્યાં.
કેટલાક તો રોતી રુકિમણીની કલ્પના કરીને મેદાને પડ્યા હતા : ક્યાં વિદર્ભની આ સુકોમળ રાજ કુંવરી ને ક્યાં આ પાણા જેવા કઠોર લોકો ! ગામમાં
136 3 પ્રેમાવતાર