________________
દર્શાવ્યું. એ વાતને વધુ સ્પષ્ટ કરવા માગતાં હતાં.
| ‘હા, રાણીજી ! આમ તો રાજ કુમારીઓના લગ્નસંબંધો રાજસંબંધો ગાઢ થાય, તે રીતે થાય છે. મહારાજ ભીખક પણ એ જ ઇચ્છા રાખે છે કે વિદર્ભ અને ચેદિ દેશ લગ્નસંબંધોથી અને સાથે સાથે રક્તસંબંધથી એક બને. આમાં રાજકુંવરીઓનો કંઈ અભિપ્રાય લેવાતો નથી; પણ એક દુઃખદ પળે રાજાજીથી ડહાપણ થઈ ગયું. તમણે રુકિમણીને પૂછ્યું કે બેટી ! તને કયો વર ગમે ? ને એ પ્રશ્નનો જે જવાબ મળ્યો, એણે રાજાજીની ઊંઘ ઉડાડી મૂકી. જેનાં મા-બાપ કોણ એ વાતની હજુ પૂરતી ખાતરી થઈ નથી, જેના કુળનો નિશ્ચય નથી, લાયકાતમાં માત્ર જે ગામડિયો પહેલવાન છે ને ઢોર ચારવાની કળાનો નિષ્ણાત છે, એવા વરને પોતાની રાજ કન્યા વરે એ ક્યા રાજવીને ગમે ? કપાસિયાના દેવને આકડાને બદલે ગુલાબની માળા શોભે ખરી ?’ ગંગનાથને વાત કરતાં જોશ આવી ગયું હતું.
કોણ છે એ ગોવાળ ?'
બીકો કોણ હોય ? મલક આખા માથે સર્વનાશ ઉતારનાર અવિવેકી જન! જેણે ગાયોનાં પૂંછડો આંબળ્યાં હોય, એને રાજ કાજની શી ખબર પડે ? એનું પરાક્રમ રાજા કંસને હણવાનું ! એક વાર બગાસું ખાતાં મોમાં પતાસું આવી ગયું, એટલા માત્રથી કંઈ વીર થઈ ગયા ન કહેવાય. અને બાથ તો કેવી ભીડી? આકાશ સાથે. પણ એ દૂધદેતાને ક્યાં ખબર છે કે સામે કાકો જરાસંધ બેઠો છે ! અને આંખ ફરી તો તો એ આખા દેશનો સર્વનાશ કરે એવો છે.'
‘તમે શ્રીકૃષ્ણની વાત કરો છો ?'
‘હા, એની જ . મહામૂર્ખ ! સાવ અવિચારી, અરે ! એનાં કરતૂતને કારણે આખો દેશ ત્રાહ્ય ત્રાહ્ય પોકારી ઊઠ્યો છે. એનો તો મર્યે જ છૂટકો છે !' ગંગનાથ બોલ્યા.
‘તે રુકિમણી શું કૃષ્ણને વરવાનું કહે છે ?”
કહ્યું છે ને, બાળક અને બંદર એક સમાન. રાજા ભીમકે કહ્યું કે હાથે રોટલા ઘડવા પડશે, તો મુર્ખ છોકરી કહે, કે ખુશીથી ઘડીશ. એમણે કહ્યું કે માથે છાશની દોણી મૂકી ભાત દેવા જવું પડશે. એ કહે કે મને એ રીતે ચાલવામાં હાથી, રથ કે ઘોડાનાં વાહન કરતાં વિશેષ મજા આવશે. સાવ નફફટ છોકરી!'
તો પછી છોકરીને એની મરજી મુજબ કરવા દેવું જોઈએ.’ રાણી શ્રુતશ્રવાએ કહ્યું.
‘શું કરવા દે ? કુળ, સ્થિતિ ને સંપત્તિ પણ કંઈ જોવી જોઈએને ? એ છોકરાના બાપ પાસે જેલની જાગીર અને એની પાસે અત્યારે જંગલની જાગીર! છોરું કછોરું
116 D પ્રેમાવતાર
થાય, પણ માબાપે તો પોતાનો વિવેક ભૂલવો ન જોઈએ. અને રાણીબા ! આ છોકરીઓ એમનાં લગ્ન થાય ત્યાં સુધી જ આવા થોડા ખૂંદવાની; લગ્ન પછી તો પતિની જૂતીને પરમેશ્વર માનીને બેસી જવાની.’ મહાપુરોહિત ગંગનાથે છેવટે વસ્તુના મર્મને ખુલ્લો કરતાં કહ્યું.
‘તો પછી તમારું કહેવું શું છે ?” રાજા દમઘોષે પ્રશ્ન ક્ય.
કહેણનો સ્વીકાર કરો એટલે વહેલી તકે લગ્ન ઉકેલી નાખીએ - છોકરાં બાળકબુદ્ધિથી કંઈ આડુંઅવળું કરી બેસે તે પહેલાં.”
| ‘બહુ સારું. શિશુપાલ આવે એટલે તરત આપને જણાવું છું. ત્યાં સુધી આપ પાન્ધશાળામાં આરામ કરો !' રાજા દમઘોષે મહાપુરોહિતને કહ્યું ને પરિચારક સાથે તેમને વિશ્રાંતિગૃહમાં મોકલી આપ્યા.
પણ એટલી વારમાં કુંકારતો અશ્વ રાજ દ્વારમાં પ્રવેશ્યો. ચેદિરાજ શિશુપાલ પ્રવાસેથી આવી ગયા હતા.
- રાજ પ્રાસાદમાં અત્યાર સુધી નિરાંતની હવા હતી, ત્યાં તોફાની હવા વહેવા લાગી, પવનના તોફાનમાં ઝાડનું પાન ધ્રૂજે એમ સૌનાં મન ધ્રુજારી અનુભવી રહ્યાં. શાંતિ જાણે સ્વનું બની ગઈ.
એક અનુચર ખબર આપી ગયો કે, ‘મહારાજ શિશુપાલ પ્રવાસેથી આવી ગયા છે. હમણાં તેઓ આપને સુંદર સમાચાર પહોંચાડશે.'
રાજા દમઘોષે કહ્યું, ‘જો વહાલો પુત્ર પ્રવાસના અતિ ખેદથી થાક્યો ન હોય તો અમારે પણ એની સાથે થોડીક ચર્ચાવિચારણા કરવી છે !'
એ અનુચર સમાચાર લઈને ગયો અને થોડી વારમાં બીજો ખાસ પરિચારક સમાચાર લઈને આવ્યો, ‘જેઓએ આખા દેશને ચકરાવે ચડાવ્યો હતો, ને મહારાજ જરાસંધ જેવા મહાપરાક્રમી પુરુષ સાથે બાકરી બાંધી હતી, એ રામ ને કૃષ્ણ નામના બે ગોવાળિયા ગોમતક પર્વત પર પંચત્વને પામ્યા છે! એમના નામનું સ્નાન કરવું હોય તો કરી નાખશો ! મેં સ્નાન કરીને ખૂબ શાંતિ મેળવી છે.”
રાજા દમઘોષ અને રાણી શ્રુતશ્રવા સમાચાર સાંભળી પળવાર તો આશ્ચર્યમાં પડી ગયાં. પણ તરત એમને ખ્યાલ આવ્યો કે શિશુપાલનો પરિચારક પોતાની બંનેની મુખમુદ્રા વાંચી રહ્યો હતો. એ જઈને મુદ્રાભાવનું શિશુપાલ સામે વર્ણન કરવાનો ! અને પછી શિશુપાલની આજ્ઞા છૂટવાની ! એમાં ન મા જોવાની કે ન બાપ !
રાણીએ કહ્યું, ‘લાડકા પુત્રને કહેજે કે સારા સમાચાર જાણ્યા. હવે ફુરસદે આવીને અમને જલદી મળી જાય !”
શિશુપાલના સો ગુના માફ II7.