________________
‘તું પણ ભારે વિચિત્ર છે, રુકિમણી ! મરેલા સાથે કેવી રીતે લગ્ન કરીશ?'
‘માણસને જન્મ સાથે પુનર્જન્મ પણ છે ને ?'
‘હા.’ રાજા પુત્રીની બુદ્ધિને મનમાં ને મનમાં પ્રશંસી રહ્યો.
એ આ જન્મમાં નહીં મળે તો બીજા ભવમાં એને પામીશ.’
“એટલે શું તું આખો જન્મારો કુંવારી રહીશ ?'
‘ના પિતાજી ! હું તો ચિત્તમાં ચોરી બાંધી, શ્રદ્ધા પુરોહિતની સાખે, મન માંહ્યરામાં બેસી શ્રીકૃષ્ણગોપાલને ક્યારની પરણી ચૂકી છું. હવે તો તનનાં લગ્ન બાકી છે. આ ભવે થશે તો ઠીક, નહિ તો દેહનો અગ્નિહોમ કરી આવતે ભવે
ગોપાલને પામીશ. પિતાજી ! ચક્રવર્તી મહારાજ જરાસંધની આજ્ઞાંતિ પત્ની જેવા રાજાઓ પર તો મને તિરસ્કાર છૂટે છે ! એ મારા પતિ શું થશે ?’
‘આજ્ઞાંકિત પત્ની જેવા કેમ ?' રાજાને આશ્ચર્ય થયું.
‘ચક્રવર્તીરાજ જરાસંધ એમનો સ્વામી ! એ કહે એમ તેઓએ આચરવાનું! કહેવાય ક્ષત્રિય પણ વૃત્તિ જુઓ તો શૃગાલની. સિંહ જે શિકાર કરે અને એની જે શેષ રહે એનું શૃગાલે ભક્ષ્ય કરવાનું ! અને ગોપાલ ? શી એની વીરતા અને ધીરતા! આતતાયીઓને એણે સામે આવીને પડકાર આપ્યો. ભારતની ધરાને ધ્રુજાવી મૂકી!’ રુકિમણી ભાવાવેશમાં હતી.
‘દીકરી ! ગોપાલ તો અજ્ઞાતકુલશીલ છે.’ પિતા પુત્રીની ચકાસણી કરી રહ્યો. ‘અજ્ઞાતકુલશીલ તો ખરી રીતે આ બધા રાજાઓ છે. એમની માતા ક્ષત્રિયાણીઓ હતી કે ગોલીઓ હતી, એની કશી ગમ પડતી નથી. પોતાના જ બાંધવો જેવા વાસી રાજાઓ; ચક્રવર્તી રાજા જરાસંધ એમને કેદ કરે, નરમેધ યજ્ઞનો વિચાર કરી ઇષ્ટદેવ રુદ્રને તૃપ્ત કરવાની ભાવના રાખે અને આ ચક્રવર્તીની પત્ની જેવા રાજાઓ વિરોધનો એક હરફ પણ કાઢી ન શકે ! કેવું આશ્ચર્ય ! એમને કોણ ક્ષત્રિયાણીના જાયા કહે ? ”
‘દીકરી ! તું આગ અને ગજવેલમાંથી ઘડાયેલી મૂર્તિ લાગે છે. માઁથી મૃદુ લાગે છે, હૈયે વજ્ર ભાસે છે !' પિતા પુત્રીના શૌર્યાન્વિત મુખ તરફ જોતો બોલ્યો. એ વત્સલ પિતા હતો.
‘પિતાજી ! કુલ અને શીલની તો આચરણથી ને પરાક્રમથી ખબર પડે. આસામનો નરકાસુર કેટલીય રૂપવંતીઓને હરરોજ ઉઠાવી જાય છે; તેઓના ઉપર પાર વગરના બળાત્કાર ગુજારે છે; છતાં કેમ કોઈ ક્ષત્રિય એની સામે બાકરી બાંધતો નથી ?'
124 E પ્રેમાવતાર
‘શું આ ગોવાળ એની સામે બાકરી બાંધશે ?!
‘જરૂર બાંધશે, પિતાજી ! જે ચક્રવર્તી જેવાની સામે થયો, જેણે કંસ જેવાને સંહાર્યો, જરાસંધ જેવાને થાપ આપી અને શિશુપાલ જેવાને સંગ્રામ-શક્તિમાં ચાર દહાડાનો શિશુ બતાવ્યો, એ કંઈ આ અધર્મીને છોડશે ?’ ‘આ ગોવાળ અધર્મનો નાશ કરશે, કાં ?'
ઘર્ટ!’
‘જરૂર, સ્વપ્નમાં મને એક વાર વિષ્ણુ આવ્યા હતા.'
*દીકરી ! મહારાજ જરાસંધ શિવોપાસક છે. આપણે શિવની વાત કરવી
‘પિતાજી ! મહારાજ જરાસંધ આપના ઉપરી હશે, મારા નથી.’
‘દીકરી ! એવું બોલીશ મા. અહીં તો વા પણ વાતને લઈ જાય છે !'
લઈ જ જશે, દીકરીને વધુ ફટવશો તો -' એકદમ પાછળનું દ્વાર ખૂલ્યું ને રાજા ભીષ્મકનો પુત્ર અને રુકિમણીનો ભાઈ રુકિમ, જેનું બીજું નામ ભોજ હતું, એણે પ્રવેશ કર્યો.
‘શું કહે છે તું, ભોજ ? જરા શાંતિથી વાત કર !' પિતાએ પુત્રને નિરર્થક ગુસ્સે ન થવા કહ્યું.
‘પિતાજી ! કામની ધમાલ કેટલી છે ને આપ નિરાંતે દીકરીને લાડ લડાવતા બેઠા છો. સ્ત્રી, શૂદ્ર ને પશુ એ ત્રણને લાડ ભૂંડા !'
‘શું મહારાજ જરાસંધનો સંદેશ આવી ગયો ?' પિતાજી આડીઅવળી માથાકૂટ છોડી મૂળ વાત પર આવી ગયા.
‘હા. દૂત હમણાં જ આવ્યો.' ભોજે કહ્યું. એની આંખોના ખૂણા લાલ થયા હતા; એ ત્રાંસી નજરથી રુકિમણીના ચહેરાને માપી રહ્યો હતો.
‘શું સમાચાર લાવ્યો ?' પિતાએ પૂછ્યું.
‘એ તો એ જ.’ ભોજે દાઝમાં કહ્યું. એ બહેનને ઇંતેજાર થયેલી કે ચિડાયેલી જોવા માગતો હતો, પણ રુકિમણી તો ટાઢા માટલા જેવી હતી.
એ જ એટલે શું, વત્સ ?”
‘મહારાજ આપણને કંઈ મોળુ ન બતાવે,' ભોજે જવાબ આપ્યો, પણ ખુલાસો ન કર્યો.
મહારાજ જરાસંધની આપણા પર અપાર કૃપા છે. કયું ઠેકાણું બતાવ્યું, બેટા?' પિતા એ જ ધીરજથી પૂછી રહ્યા.
‘તમે જ કહો ને પિતાજી ! કયું ઠેકાણું બતાવ્યું હશે ?' ભોજ હજી વાક્ચાતુરી બહેન અને ભાઈ | 125