________________
અને બંને ભાઈઓએ રાજમહેલમાં જઈ અંદર ખબર કહેવડાવ્યા કે મથુરાથી હલરામ અને ચલરામ નામના બે ગોપ આવ્યા છે, અને આપને મળવા માગે છે.
થોડીવારમાં રાજા દમઘોષ આવ્યા. એ આંખ પર હાથનું નેજવું કરી બંનેને નીરખી રહ્યા, ને પછી દોડીને એમને ભેટી પડ્યા !
15
શિશુપાલના સો ગુના માફ
ખંડમાં ઝાંખો દીવો બળે છે. અંધારા આભમાં ઝીણા તારલિયા ચમકે છે. ઘુવડો શિકાર કરવા હમણાં જ બહાર નીકળ્યા છે, ને કાગડાઓ શિકાર કરીને હમણાં જંપ્યા છે.
સમય બડો બળવાન છે. દિવસે જે શિકારી હતા એ રાતે શિકાર બન્યા! રાતે જે શિકારી હતા, એ દિવસે શિકાર બન્યા !
કોઈનો શિકાર બનેલા બે કિશોર કુમારો અહીં બેઠા છે. એમની દેહ ઘણા ઘણા જખમોથી શણગારેલી છે, ને જાણે કોઈ ચિંતામાં પડ મૃત્યુંજયનું રસાયણ લઈને પાછા આવ્યા હોય એમ એમનો આખો દેહ કાળો પડી ગયો છે. મસ્તકનાં મનોહર જુલ્ફાં અગ્નિના તાપથી નબળાં પડી ગયાં છે. જરાક હાથ અડાડ્યો કે કેટલીય લટો હાથમાં આવી જાય છે !
છતાં બંને કિશોરોની મુખમુદ્રા પર એક વિજયી હાસ્ય રમી રહ્યું છે. આંખમાં સામાને પરવશ કરનારી જ્યોતિ પ્રકાશી રહી છે, મુખમાંથી નિરાશાનું, થાકનું, હાશકારનું એક વચન નીકળતું નથી.,
‘રામ, મને સમાચાર મળ્યા છે, કે તમને આ રીતે ઘેરામાં લઈને મારી નાખવાનું રાજા જરાસંધનું કાવતરું હતું.’ રાજા દમઘોષનાં રણી શ્રુતશ્રાએ કહ્યું.
‘બાવળ વાવીએ ને બાવળ ઊગે એમાં આશ્ચર્ય પામવા જેવું શું ? મામા કંસને હણનારા અમે જ છીએ ને !' ચલરામે કહ્યું, ‘જાણો છો ને, મારું નામ ચલરામ છે.”
ચલરામ જ કહીશ. નહિ તો આ બધા નોકર-ચાકર ફૂટેલા છે.” રાણીએ કહ્યું. એ રાજા દમઘોષનાં પત્ની હતાં. ને શ્રીકૃષ્ણના ફોઈ થતાં હતાં. ઉંમર તો એમની ઠીક ઠીક હતી, પણ દેહ ઘાટીલો ને સશક્ત હતો.
112 T પ્રેમાવતાર