________________ હિં રહ્યાં મને ઘણે વખત થયું છે. પછી તે અધિષ્ઠાયક દેવતાએ મદનની પૂજા કરી, અને તેને એક રત્નમય મુગટ તથા બીજાં આભૂષણે આપ્યાં, અને કહ્યું કે, શ્રી નેમિનાથ પ્રભુએ જે કહ્યા હતા તે તમેજ છે. આજથી હું તમારો સેવક છું, જે કાર્ય હોય તે નિવેદન કરે. દેવતાના કહેવાથી મદન બે –અધિષ્ઠાયક દેવ ! હવે તમે મારા છે, જ્યારે હું સંભારું ત્યારે તમારે સાનિધ્ય થવું. જ અહીં બહાર રહેલા મદનના બંધુઓને વજદૃષ્ટ હર્ષથી કહ્યું, બંધુઓ ! કંટક નાશ થઈ ગયે. આ ગુહાના અધિષ્ઠાયક દૈત્યે મદનને મારી નાખ્યો હશે. હવે ચાલો આપણે ખુશાલીથી ઘેર જઇએ. વજદંષ્ટ્રના વચનથી સર્વે બેઠા થઈ ઘર પ્રત્યે જવા તૈયાર થયા, ત્યાં પેલા દરવાજામાંથી મદનને આવતે જોયો. તે દિવ્ય આભૂષણોથી અલંકૃત અને દેવ પૂજિત થઈ આવતું હતું. મદનને તે જોઈ તેઓ ગર્વ રહિત થઈ ગયા. પછી માયાથી ખુશાલી બતાવતા તેઓ તેની પાસે આવ્યા. મદનને મ. ધુર વચને બોલાવી અભિનંદન આપ્યું. કપટી વજદષ્ટ અને તેના બંધુઓ મદનનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust