________________ પિતાના પુત્રને સર્વ સમૃદ્ધિવાળું રાજ્ય આપી, તે વૈરાગ્ય વિભૂષિત હિરણ્ય રાજા શ્રી નમિનાથની પાસે આવ્યા. ભક્તિથી અંજલિ જેડી શ્રી નમિનાથને નમી, હિરણ્ય આ પ્રમાણે બેલ્ય–પ્રભુ, મેં આ સંસારને અસાર જાણ્યો છે, હું આપની શરણે આવ્યો છું, મને સંસારને નાશ કરનારૂં મહાવ્રત આપે. નેમિ પ્રભુ બેલ્યા-રાજા ! તેં સારે વિચાર કર્યો. પુરૂષોને ભાગ્ય વગર જેની દીક્ષા પ્રાપ્ત થતી નથી. પછી પ્રભુએ તેને દીક્ષા આપવા માંડી, તે સમયે તેણે પ્રથમ સાધેલી. વિદ્યાના અધિષ્ઠાયક દેવતાએ આવી, રાજાને વિનયથી કહ્યું - સ્વામી ! તમે શ્રી જિનેશ્વરે કહેલી દીક્ષા ગ્રહણ કરે છે, પણ હવે અમારું શું થશે ? અમે અનાથપણે કેમ રહી શકશું? રાજા હિરણ્ય તે વિદ્યાધિષ્ઠાયકનાં વચન ન સાંભળી પ્રભુને કહ્યું, વિલે ! કહો હવે શું કરવું? આ વિદ્યાના અધિષ્ઠાયક દેવને પતિ કેણ થશે, તે કૃપા કરી જણાવે. નેમિનાથ બોલ્યાવત્સ ! એ વિદ્યાગણના અધિષ્ઠાયકને સ્વામી કોણ થશે, તે હું તને કહું તે સાંભળ. શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં દ્વારકા નગરીને વિષે હરિવંશમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust