________________ સ્થળે વિખ્યાત હતું. તેમાં ગુણ સાગરરૂપ “કનકનાભિ” નામે રાજા રાજ્ય કરતા હતા, સતી વ્રતની ધુરંધરા " અનિલા, નામે તેને રાણી હતી, તે દંપતિ સુખે રાજ્ય કરતાં હતાં. શૃંગાર સાગરમાં મગ્ન થયેલાં તે પતિ પત્ની ગતકાળને જાણતાં પણ નહતાં. એક વખતે દેવલોકમાંથી ચવીને “હિરણ્ય' નામે તેમને ઘેર એક પુત્ર થયે, તે ગુણવાન અને સ્વરૂપમાં દેવતા જેવો હતો. રાજા કનકનાભિ ચિરંકાળ રાજ્ય કરી, અને સુખ ભેગવી, છેવટે રાજ્ય લક્ષ્મીને ચપળ અને વૈવનને ક્ષણભંગુર જાણ વૈરાગ્યને પામે. વૈરાગ્ય વડે વિષય ઉપર વિરક્ત થઈ તેણે પોતાનું સપરિવાર રાજ્ય પુત્રને આપ્યું. પોતે કઈ ચારિત્રધારી પવિત્ર મુનિ આગળ જૈન દીક્ષા ગ્રહણ કરી. મહા વ્રતી થઈ દ્વાદશ અંગ ભણી ઘોર તપ તપતાં તેને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. ઘાતિ કર્મનો ક્ષય કરી, ચિરકાળ ભવ્ય જનના સમૂહને પ્રતિબોધ આપી, તે રાજમુનિ મુક્તિસદનમાં ગયો. જે મુક્તિસદન સિદ્ધને આશ્રયરૂપ અને અને પાર સુખનું સ્થાન કહેવાય છે. P.P. Ac. Gunratrasurf M.SE Jun Gun Aaradhak Trust