________________ અલંકાર પુરના રાજ્ય ઉપર " હિરણ્ય " રાજા રાજ્ય કરવા લાગ્યો–તેણે ચિરકાળ શત્રુ રહિત નિષ્કટક રાજ્ય કર્યું. એક વખતે હિરણ્ય રાજા પતાના મહેલના શિખર ઉપર બેઠો હતો, ત્યાં મોટી સમૃદ્ધિવાળું એક દૈત્ય રાજાનું મહા સૈન્ય જોવામાં આવ્યું. તે સૈન્યમાં દૈત્યની મહા સમૃદ્ધિ જોઈ તે મનમાં ચિંતવવા લાગ્યો કે, મારી સંપત્તિને ધિક્કાર છે. આ દૈત્યની સમૃદ્ધિ આગળ મારી સંપત્તિ કોણ માત્ર છે? હું પણ આ વૈભવ આપે તેવી વિધા સાધું. આવું ચિંતવી, પિતાના અનુજ બંધુને રાજ્ય સેંપી, હિરણ્ય રાજા સિદ્ધ વનમાં વિધા સાધવાને ગયા. ત્યાં કઈ તાપસના કહેવા પ્રમાણે તપ કરી, તેણે ચમત્કારી વિદ્યા સાધી લીધી. તે વિધા “રોહિણ” નામે હતી. પુણ્ય એગે તે વિદ્યા સાધી, હિરણ્ય મેટા ઉત્સવ સાથે પાછો રાજ્યમાં આવ્યું. અનુજ બંધુ પાસેથી રાજ્ય પાછું લઈ, તેણે વિદ્યાના પ્રભાવથી ઇદ્રના જેવું રાજ્ય બનાવ્યું, અને તે નિરંકુશપણે ભોગવવા માંડ્યું. ચિરકાળ સુખ ભેગવી, અને નિરંકુશ રાજ્ય કરી, છેવટે તેને અસાર સંસાર ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થયે, 2 P.P. Ac. Gunratnasuri M.. . Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust