________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાશ થઈને સત્યજ્ઞાનનો પ્રકાશ થઈ જાય છે. દર્શનકારોની આ પરીક્ષા-વિધિઓથી મિથ્યા મત-મતાંતરવાળા સિંહની ‘આગળ બકરીની જેમ ગભરાય છે. જેવા કે આળસુ, પુરુષાર્થહીન તથા મંદમતિ પરીક્ષાર્થી પરીક્ષાના નામથી જ ભયભીત રહે છે. આ જ પ્રકારે સત્યજ્ઞાનથી વિમુખ સ્વાર્થી, દુરાગ્રહી તથા મિથ્યા પક્ષવાળી વ્યક્તિઓ પણ આ સત્યની કસોટીઓથી ભયભીત જ નથી થતાં. બધે આને શુદ્ધ-વિરોધ અથવા કલહનું કારણ કહીને લોકોને બહેકાવે છે. પરંતુ અજ્ઞાનનો નાશ અને વિદ્યાની પ્રાપ્તિ આ વિધિઓ વિના કદાપિ સંભવ નથી. માટે દુઃખોથી છૂટવાને માટે દર્શનવિદ્યાનું પારાયણ અવશ્ય કરવું જોઈએ.
(૨) દર્શન કોને કહે છે સૃષ્ટિના પ્રારંભથી જ માનવમાં જિજ્ઞાસા અને અન્વેષણ (શોધ)ની પ્રવૃત્તિ રહી છે. માનવે જયારે આ ધરાતલ પર અવતરણ કર્યું અને પોતાનાં ચક્ષુઓને ખોલ્યાં, ત્યારથી જ તે પોતાની ચારેય તરફની વિદ્યમાન (દખાતી) પ્રાકૃતિક વસ્તુઓ, સૂર્ય, ચંદ્ર વગેરેનાં વ્યવસ્થિત ભ્રમણ, ઘુલોકવર્તી અસંખ્ય નક્ષત્ર મંડળ, બધા જ જીવોને કર્મ-પ્રમાણે સુખ દુઃખની અદ્ભુત વ્યવસ્થા કરનારા નિયંતા પરમેશ્વર વગેરેના વિષયમાં જાણવાની ઈચ્છા કરતો રહ્યો છે. આ જિજ્ઞાસા વૃત્તિને શાન્ત કરવા માટે તથા લૌકિક પારલૌકિક સુખોનાં સાધનોને પ્રાપ્ત કરવા માટે કરેલા સતત પ્રયત્નોનું જ આ ફળ છે કે માનવે લોક-લોકાંતરોમાં પણ પહોંચવાની સફળતા પ્રાપ્ત કરી લીધી છે. પરંતુ પ્રાચીન ઋષિ-મુનિઓએ, ફક્ત ભૌતિક ઉન્નતિથી જ સંતોષ નથી માન્યો બલ્ક સૂક્ષ્મથી સૂક્ષ્મ, ગૂઢતમ, જે તત્ત્વોને સતત-સાધના તથા ઈશ્વર આરાધનાથી જાણવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આવા યથાર્થ-જ્ઞાનનું નામ “દર્શન' છે. તેનેતિ ટર્શનનું આ દર્શન શબ્દની વ્યુત્પત્તિથી પણ એ જ સ્પષ્ટ થાય છે કે સત અસત પદાર્થોના જ્ઞાનને જ દર્શન કહે છે. યોગદર્શન તથા વ્યાસ-ભાષ્યમાં દર્શન' શબ્દનો પ્રયોગ આ જ અર્થમાં કરતાં લખ્યું છે કે –
(ક) પરમાર્થતતુ જ્ઞાનદર્શન નિવતા (વ્યાસ ભાષ્ય ૩/૫૫)
(ખ) મેવ ટર્શને રાતિસેવ ડર્શનમ્ (વ્યાસ-ભાષ્ય ૨/૨૪) અર્થાત્ – સત્યજ્ઞાનથી અદર્શન =અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય છે. અથવા સમસ્ત જ્ઞાનોમાં સર્વોત્તમ જ્ઞાન ખ્યાતિ=વિવેકખ્યાતિ છે. સૂત્રકારે બુદ્ધિને માટે પણ દર્શન શબ્દનો પ્રયોગ કર્યો છે - નશોરાવૈવામિત” (યો. ર/૬) પુરુષ અને બુદ્ધિને એક માનવી એ જ “અસ્મિતા' કલેશ છે. વ્યાસ ભાષ્યમાં અન્યત્ર અદર્શનને બંધનનું કારણ તથા દર્શનને મોક્ષનું કારણ બતાવતાં લખ્યું છે - “તથ્વીન વાર દર્શનાનિવર્તિત ' (યો. ર/ર૪) યથાર્થમાં માનવ જેમ જેમ તર્ક અને
પ્રાકથન
For Private and Personal Use Only