Book Title: Patanjal Yogdarshan
Author(s): Rajveer Shastri
Publisher: Darshan Yog Mahavidyalay

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૃત વ્યાખ્યાઓના યથાસ્થાન સંનિવેશથી આ ભાષ્યનું મહત્વ ઘણું જ વધી ગયું છે. કેમ કે યથાર્થવેત્તા ઋષિઓની વ્યાખ્યા નિશ્ચંન્ત તેમ જ સ્પષ્ટ હોય છે. આશા છે કે સ્વાધ્યાયશીલ પાઠક આ ભાગ્યથી અવશ્ય લાભાન્વિત થશે જ. (૧) દર્શનોનો દિવ્ય સંદેશ - (પરીક્ષા કરીને નિર્ણય કરવાનો છે) બધાં દર્શનોનું એક જ લક્ષ્ય છે- દુઃખોનું મૂળ કારણ અવિદ્યાની નિવૃત્તિ કરાવીને મોક્ષની પ્રાપ્તિ કરાવવી. વિદ્યા નેત્રી મૂર્ત સર્વજોનાર (યોગ ભાપ્ય ૪/૧૧) અવિદ્યા સમસ્ત કલેશોનું મૂળ કારણ છે. આ વ્યાસ ભાગ્ય પ્રમાણે સમસ્ત અજ્ઞાન તથા મિથ્યાજ્ઞાનોનું કારણ અવિદ્યા છે. અવિદ્યા અને તેના સંસ્કારોનો નાશ કરીને સત્યજ્ઞાનને પ્રાપ્ત કરાવવું જ બધા દર્શનકારોનો ઉદ્દેશ્ય છે. પ્રકૃતિથી લઈને પરમાત્મા સુધીનું સત્યજ્ઞાન કેવી રીતે સંભવ છે? તેના માટે દર્શનોમાં વિશેષ પદ્ધતિનો નિર્દેશ કર્યો છે. તે પદ્ધતિમાં ઉદ્દેશ્ય, લક્ષણ તથા તેની પરીક્ષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિ વિના સત્ય-અસત્યનો નિર્ણય કરવો કદાપિ સંભવ નથી. મહર્ષિ દયાનંદે પ્રાચીન ઋષિઓની દર્શન-પદ્ધતિનો જ આશ્રય લઈને સમસ્ત મતમતાંતરવાળાઓને સત્ય-અસત્યના નિર્ણય માટે આહ્વાન કર્યું હતું. મહર્ષિએ સત્યપક્ષના નિર્ણય માટે પરીક્ષાની કસોટી બતાવતાં પોતાના ગ્રંથોમાં સ્પષ્ટ લખ્યું છે કે – (ક) “જે જે આ પરીક્ષાઓથી વિરુદ્ધ છે, તે તે ગ્રંથોને ન ભણે, નભણાવે. કેમ કે ‘નક્ષપ્રHTTખ્ય વસ્તુસિદ્ધિ !' લક્ષણ જેમ કે વિતી પૃથવી જે પૃથ્વી છે, તે ગંધવાળી છે. આવાં લક્ષણ તથા પ્રત્યક્ષ વગેરે પ્રમાણ, તેનાથી સર્વ સત્યાસત્ય અને પદાર્થોનો નિર્ણય થઈ જાય છે.” (સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ). (ખ) “હવે જે ભણવા-ભણાવવાનું છે, તે તે સારી રીતે પરીક્ષા કરીને થવું યોગ્ય છે. પરીક્ષા પાંચ પ્રકારથી થાય છે (૧) જે જે ઈશ્વરના ગુણ, કર્મ, સ્વભાવ અને વેદોને અનુકૂળ હોય તે તે સત્ય અને તેનાથી વિરૂદ્ધ અસત્ય છે. (૨) જે જે સૃષ્ટિક્રમને અનુકૂળ, તે તે સત્ય અને જે જે સૃષ્ટિક્રમથી વિરૂદ્ધ હોય તે બધું જ અસત્ય છે. જેમ કે કોઈ કહે કે “માતા-પિતાના યોગ વિના જ બાળક ઉત્પન્ન થયું.” આવું કથન સૃષ્ટિક્રમથી વિરૂદ્ધ હોવાથી સર્વથા અસત્ય છે. (૩) આપ્ત અર્થાત્ જે ધાર્મિક, વિદ્વાન, સત્યવાદી, નિષ્કપટીઓનાં સંગ ઉપદેશને અનુકૂળ છે. તે તે ગ્રાહ્ય અને જે જે વિરૂદ્ધ તે તે અગ્રાહ્ય છે. (૪) પોતાના આત્માની પવિત્રતા વિદ્યાને અનુકૂળ, અર્થાત્ જેવું પોતાને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે, તેવું જ સર્વત્ર સમજી લેવું કે હું પણ કોઈને દુઃખ અથવા સુખ આપીશ તો તે પણ અપ્રસન્ન તથા પ્રસન્ન થશે અને (૫) આઠેય પ્રમાણો અર્થાત પ્રત્યક્ષ, આગમ, અનુમાન, શબ્દ, ઐતિહ્ય, અર્થપત્તિ, સંભવ અને અભાવ...............આ પાંચ પ્રકારની પરીક્ષાઓથી મનુષ્ય સત્ય-અસત્યનો નિશ્ચય કરી શકે છે. નહીંતર નહીં. | (સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ) આ જ પ્રકારે વિવાદાસ્પદ સંદિગ્ધ વિષયોમાં પણ સત્ય જ્ઞાનને માટે દર્શનોમાં પ્રાક્રથન For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 401