Book Title: Patanjal Yogdarshan
Author(s): Rajveer Shastri
Publisher: Darshan Yog Mahavidyalay

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પ્રાકથાન પાઠકોની સમક્ષ આ યોગદર્શન તથા વ્યાસ-ભાગ્યની વ્યાખ્યા રજુ કરતાં જયાં અમને હાર્દિક પ્રસન્નતા તેમ જ આત્મસંતોષ થઈ રહ્યો છે, ત્યાં પાઠકોને પણ યોગદર્શનની આ અપૂર્વ વ્યાખ્યાથી અવશ્ય પ્રસન્નતા થશે, એવી અમને આશા છે. માનવજીવનનું ચરમ લક્ષ્ય છે-દુઃખોથી છૂટવું અને મોક્ષ પ્રાપ્ત કરવો, પ્રકૃતિનાં લાંબાં બંધનમાંથી છૂટીને પરમાત્માના પરમ આનંદની અનુભૂતિ કરવી અને અજ્ઞાન તથા મિથ્યાજ્ઞાનની કલુપિત, ભ્રાન્ત તથા ઘોર અંધકારની દશાઓમાંથી છૂટીને પવિત્ર જ્ઞાનના પ્રકાશને પ્રાપ્ત કરીને, સત્યની પ્રાપ્તિ કરવાની છે. આ ઉદેશ્યની પૂર્તિ દર્શનવિદ્યા વિના નથી થઈ શકતી. આજની વિષમ પરિસ્થિતિઓમાં માનવ કેટલો બ્રાન્ત થઈ ચૂક્યો છે અને તેના અશાંત, ભ્રાન્ત તેમ જ ક્લેશોમાં નિમગ્ન અંતઃકરણના પડદા પર અંકિત કલુષિત વાસનાઓને દૂર કરવા માટે તથા માનવજાતિની દુર્દશારૂપ જટિલ સમસ્યાનું શું સમાધાન હોઈ શકે? તેનો ઉત્તર આપતાં મહર્ષિ દયાનંદે કહ્યું છે – અગર જો મને કોઈ પૂછે કે આ પાગલપનનો કોઈ ઉપાય પણ છે કે નહીં ? તો મારો ઉત્તર એ છે કે જોકે રોગ ઘણો જ વધી ગયો છે તો પણ તેનો ઉપાય થઈ શકે છે. જો પરમાત્માની કૃપા થઈ, તો રોગ અસાધ્ય નથી. વેદ અને છ (૬) દર્શનો જેવાં પ્રાચીન પુસ્તકોના જુદી જુદી ભાષાઓમાં અનુવાદ કરીને, બધા જ લોકોને, જેનાથી અનાયાસ પ્રાચીન વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે, એવો પ્રયત્ન કરવો જોઈએ..... સુગમતાથી જલદી લોકોની આંખો ખુલી જશે અને દુર્દશા દૂર થઈને સુદશા પ્રાપ્ત થશે.” (ઉપદેશ મંજરી, ૧૩મો ઉપદેશ) મહર્ષિનાં આ અમૂલ્ય-વચન જ પ્રસ્તુત ભાષ્યનાં પ્રેરક બન્યાં છે. આર્ષ સાહિત્ય પ્રચાર ટ્રસ્ટના સંસ્થાપક સ્વ. શ્રી લાલા દીપચંદજી આર્યએ જયારે આ વચન વાંચ્યાં, તો તેમના હૃદયમાં અગાઉથી વિદ્યમાન આર્મ-જ્ઞાન પ્રત્યે દઢ વિશ્વાસના અંકુરોને જાણે સંજીવની અમૃત-વર્ષા મળવાથી અપૂર્વ-શક્તિ પ્રાપ્ત થઈ અને એ નિશ્ચય કર્યો કે દર્શનોની વિદ્યાને જનસાધારણની ભાષામાં પ્રકાશિત કરાવવામાં આવે. અને તેમણે મને આ કાર્યને માટે પ્રેરણા જ ન આપી, પરંતુ આગ્રહપૂર્વક આ કાર્યમાં નિયુક્ત કર્યો. અને જેમ જેમ પ્રેસ કોપી તૈયાર થવા લાગી તેમ તેમ જ લાલાજી યોગ-દર્શનની પ્રેસ કોપીનું સ્વયં ઘણા જ ધ્યાનથી પારાયણ કરતા હતા અને એમ કહ્યા કરતા હતા કે જોકે આ દર્શનને મેં ઘણી વાર વાંચ્યું છે પરંતુ આ ભાષ્યથી અનેક સ્થળોનું મને ઘણું જ સ્પષ્ટીકરણ થઈ ગયું છે. આ ભાષ્યના પ્રકાશનને જોઈને તેમને કેટલી હાર્દિક પ્રસન્નતા થાત? પરંતુ ઈશ્વર ઈચ્છા બળવાન છે. વિધિના નિયમ અટલ છે. તે આપણી વચમાં ન રહી શકયા. તેમની જ પ્રેરણા તથા ઋષિઓના પ્રત્યે અતૂટ-આસ્થાના કારણે યોગદર્શનને વ્યાસ-ભાપ્ય સહિત પ્રકાશિત કરવામાં આવ્યું છે. સાથે જ મહર્ષિ દયાનંદ, યોગદર્શન For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 401