________________
૧૧
થયું. ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલ શાસનની અનેકવિધ સેવાઓ કરવાપૂર્વક અનેક સંસ્થાઓનું સુચારૂ સંચાલન કરનાર, વર્ષો સુધી આગદ્વારકશ્રીની વાણીનું પાન કરનાર અને આગમ દ્વારકશ્રીની અનેક સંસ્થાઓમાં અગ્રગણ્ય સેવા આપનાર શ્રી અનુભાઈ ચીમનલાલ, શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, શ્રી શાન્તિચંદ છગનભાઈ ઝવેરી, શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી, શ્રી નિરંજન ગુલાબચંદ ચેકસી, શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત, શ્રી ફુલચંદ જે. વખારીયા જેવા સુવિખ્યાત ઉત્સાહી કર્મઠ કાર્યકર્તાઓ પણ આ સંસ્થાને પ્રાપ્ત થયા.
એટલું જ નહિ પણ અનેક સંઘ, સંસ્થાઓ અને વ્યક્તિઓ તરફથી પણ આર્થિક સહકાર પ્રાપ્ત થયે. આ રીતે અમારી ઈચ્છાને તાત્કાલિક ન્યાય મળે જેથી આ કાર્ય આગળ વધ્યું.
પર્વવ્યાખ્યાન”, “પર્વ દેશના”, પર્વ માહાત્મ્ય આ ત્રણે પુસ્તકોનું આ નવું સંસ્કરણ પર્વ મહિમા દર્શન” છે.
બીજાં પર્વ સંબંધી વ્યાખ્યાને જે સિદ્ધચક્ર માસિકમાં છપાયેલ તેમાંથી પણ આ પુસ્તકમાં સમાવેશ થયે છે.
અનેકવિધ પ્રતિકૂળતાઓ હોવા છતાં મુદ્રણ અંગેની સંપૂર્ણ જવાબદારી શ્રી લાલચંદભાઈ કે. શાહે સંભાળી લીધી છે, જેથી આ કાર્યને સારો વેગ મળેલ છે.
મારા દરેક કાર્યોમાં સંપૂર્ણ સહાયક બનનાર ગણિશ્રી નરદેવસાગરજી મ. સા., ગણિશ્રી અશોક સાગરજી મ. સા., મુનિરાજશ્રી ચંદ્રાનન સાગરજી મ. સા., મુનિરાજશ્રી કલ્પવર્ધન સાગરજી મ. સા. તેમ જ બાલમુનિરાજશ્રી દિવ્યાનંદ સાગરજીને પૂર્ણ સહકાર પણ બેંધપાત્ર છે.
વાલકેશ્વર મુંબઈ
લી. નિત્યદય સાગર ગણિ.