________________
સંખ્યાદિ ભેદ કહ્યાં ને કહેવા માત્ર જ છે; પરમાર્થે તેઓ જુદા જુદા છે નહિ. આવું જ શ્રદ્ધાન કરવું. વળી પદ્રવ્યનું નિમિત્ત મટાડવાની અપેક્ષાએ વ્રત-શીલ-સંયમાદિને મોક્ષમાર્ગ કહ્યો તેથી કાંઈ તેમને જ મોક્ષમાર્ગ ન માની લેવાનું કારણ કે પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગ આત્માને હોય તો આત્મા પરદ્રવ્યનો કર્તા-હર્તા થઈ જાય, પણ કોઇ દ્રવ્ય કોઈ દ્રવ્યને આધીન નથી. આત્મા તો પોતાના ભાવ જે રાગાદિક છે તેમને છોડીને વિતરાગી થાય છે, માટે નિશ્ચયથી વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. વીતરાગભાવોને અને વ્રતાદિકને કદાચિત કાર્ય-કારણપણું છે તેથી વ્રતાદિકને મોક્ષમાર્ગ કહ્યા પણ તે કહેવા માત્ર જ છે. પરમાર્થે બાહ્ય ક્રિયા મોક્ષમાર્ગ નથી. આવું જ શ્રદ્ધાન કરવું. આ જ પ્રમાણે, અન્યત્ર પણ વ્યવહારનયને અંગીકાર ન કરવાનું સમજી લેવું. પ્રશ્ન : વ્યવહારનય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ પ્રયોજન સાધે છે? ઉત્તર : પોતે પણ જ્યાં સુધી નિશ્ચયનયથી પ્રરૂપિત વસ્તુને ન ઓળખે ત્યાં સુધી વ્યવહારમાર્ગ વડે વસ્તુનો નિશ્ચય કરે. તેથી નીચલી દશામાં પોતાને પણ વ્યવહારનય કાર્યકારી છે. પરંતુ વ્યવહારને ઉપચાર માની તેના દ્વારા વસ્તુનું શ્રદ્ધાન બરાબર કરવામાં આવે તો કાર્યકારી થાય, અને જો નિશ્ચયની જેમ વ્યવહાર પણ સત્યભૂત માની ‘વસ્તુ આમ જ છે એવું શ્રદ્ધાન કરવામાં આવે તો તે ઊલટો અકાર્યકારી થઈ જાય.
મુનિરાજ અજ્ઞાનીને સમજાવવા માટે અસત્યાર્થ જે વ્યવહારનય તેને ઉપદેશે છે. જે કેવળ વ્યવહારનયને જ સમજે છે, તેને તો ઉપદેશ જ દેવો યોગ્ય નથી. જેવી રીતે સાચા સિંહને સમજે તેને તો બિલાડું જ સિંહ છે, તેવી રીતે જે નિશ્ચયને સમજે તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પામે છે.
-શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક. ૩. નિશ્ચય-વ્યવહારાભાસ - અવલંબીઓનું નિરૂપણ હવે નિશ્ચય-વ્યવહાર બન્ને નયોના આભાસને અવલંબે છે એવા મિશ્રાદષ્ટિઓનું નિરૂપણ કરીએ છીએ ?
કોઈ જીવો એમ માને છે કે જિનમતમાં નિશ્ચય અને વ્યવહાર બે નય કહ્યા છે, માટે અમારે તો બન્નેનો અંગીકાર કરવો. આમ વિચારી, જે પ્રમાણે કેવળ નિશ્ચયાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તો તેઓ નિશ્ચયનો અંગીકાર કરે છે અને જે પ્રમાણે કેવળ વ્યવહારાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તે પ્રમાણે વ્યવહારનો અંગીકાર કરે છે. જો કે એ પ્રમાણે અંગીકાર કરવામાં બન્ને નયોમાં પરસ્પર વિરોધ છે, તો પણ કરે શું? બન્ને નયોનું સાચું સ્વરૂપ તો ભાસ્યું નથી અને જિનમતમાં બે નય કહ્યા છે તેમાંથી કોઈને છોડ્યો પણ જતો નથી. તેથી ભ્રમપૂર્વક બન્ને નયોનું સાધન સાધે છે. તે જીવો પણ મિશ્રાદષ્ટિ જાણવા. હવે તેમની પ્રવૃત્તિની વિશેષતા દર્શાવીએ છીએ :
અંતરંગમાં પોતે તો નિર્ધાર કરી યથાવત્ નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગને ઓળખેલ નથી પરંતુ જિનઆજ્ઞા માની નિશ્ચય-વ્યવહારરૂપ બે પ્રકારના મોક્ષમાર્ગ માને છે. હવે મોક્ષમાર્ગ તો કાંઇ બે નથી,