________________
પ્રશ્ન: જો એમ જ છે તો જિનમાર્ગમાં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ ઉત્તર :જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો સત્યાર્થ એમ જ છે” એમ જાણવું તથા કોઇ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી” પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે. પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી. પ્રશ્ન: જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરુપણ કરવું હતું? ઉત્તર : એવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં ઉત્તર આપ્યો છે કે –
જેમ કોઈ અનાર્ય - મલેચ્છને મલેચ્છ ભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઇ રામર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. પ્રશ્નઃ (૧) વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થાય - એ કેવી રીતે? તથા (૨) વ્યવહારનયને અંગીકાર ન કરવો એ કેવી રીતે? ઉત્તરઃ (૧) નિશ્ચયનયથી તો આત્મા પરદ્રવ્યથી ભિન્ન, સ્વભાવોથી અભિન્ન - સ્વયંસિવ વસ્તુ છે. તેને જેઓ ન ઓળખે, તેમને એમ કહ્યા કરીએ તો તેઓ સમજે નહિ. તેથી તેમને સમજાવવા વ્યવહારનયથી શરીરાદિક પરદ્રવ્યોની સાપેક્ષતા વડે નર-નારક-પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કર્યા, ત્યારે મનુષ્ય જીવા છે', 'નારકી જીવ છે', ઇત્યાદિ પ્રકારથી તેમને જીવની ઓળખાણ થઈ; અથવા અલંદ વસ્તુમાં ભેદ ઉપજાવી જ્ઞાન-દર્શનાદિ ગુણ-પર્યાયરૂપ જીવના ભેદ કર્યા, ત્યારે જાણનારો જીવ છે', દેખનારો જીવ છે' ઇત્યાદિ પ્રકારથી તેમને જીવની ઓળખાણ થઈ. વળી નિશ્ચયથી તો વીતરાગભાવ મોક્ષમાર્ગ છે; પણ તેને જેઓ ન ઓળખે, તેમને એમ જ કહ્યા કરીએ તો એ સમજે નહિ; તેથી તેમને સમજાવવા વ્યવહારનયથી તત્ત્વાર્થ શ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક પારદ્રવ્યનું નિમિત્ત મટાડવાની સાપેક્ષતા વડે વ્રત-શીલસંયમાદિરૂપ વીતરાગભાવના વિશેષો દર્શાવ્યા, ત્યારે તેમને વીતરાગભાવની ઓળખાણ થઈ. આ જ પ્રમાણે અન્યત્ર પણ વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થવાનું સમજવું. (૨) અહીં વ્યવહારથી નર-નારકાદિ પર્યાયને જીવ કહ્યો. તેથી કાંઇ તે પર્યાયને જ જીવ ન માની લેવો. પર્યાય તો જીવ-પુદ્ગલના સંયોગરૂપ છે. ત્યાં નિશ્ચયથી જીવ દ્રવ્ય જુદું છે; તેને જ જીવ માનવો. જીવના સંયોગથી શરીરાદિને પણ જીવ કહ્યા તે કહેવા માત્ર જ છે. પરમાર્થે શરીરાદિક જીવ થતાં નથી. આવું જ શ્રદ્ધાન કરવું. બીજું, અભેદ આત્મામાં જ્ઞાન-દર્શનાદિ ભેદ કર્યા તેથી કાંઈ તેમને ભેદરૂપ જ ન માની લેવા; ભેદ તો સમજાવવા માટે છે. નિશ્ચયથી આત્મા અભેદ જ છે; તેને જ જીવ વસ્તુ માનવી. સંજ્ઞા