________________
us
૧૩.
નિજ પરમ પાવન પરમાત્માનું નિજ પરમ સ્વરૂપ, તેના પ્રવાહની પરમ પ્રતીતિ અને તેમાં સ્થિરતા એ અમૂલ્ય ચિંતામણી રત્ન છે, કે જેનું મૂલ્યાંકન હોઇ શકે નહિ.
૧૪.
આત્મામાં એટલે કે અનંત શક્તિસંપન્ન દ્રવ્યમાં અનંત શક્તિનું સ્વસંવેદનપણે એટલે કે નિજ (પોતાના) ભાવથી રાગના અભાવરૂપ પોતાના સ્વભાવથી પ્રત્યક્ષ વેદન થવું એ અનંત ગુણમાહિતી એક એવી
સ્વસંવેદન શક્તિ તે બતાવે છે. ૧૫.
આત્માનું જ્ઞાન સ્વ-પરપ્રકાશક હોવાથી તેના અનુભવના કાળમાં પણ તે જ્ઞાનસ્વરૂપ જ્ઞાનને પણ પ્રકાશે છે અને આનંદને પણ પ્રકાશે છે. તેથી તેને નિશ્ચયથી સ્વ-પરપ્રકાશક કહેવાય છે.
મૃત કલેવરમાં મૂછયેલો એવો અમૃત આનંદ સ્વરૂપ આત્મા પોતા તરફ નજર પણ કરતા નથી, પોતા તરફ નજર કરતાં સુખરૂપ અમૃતથી ભરેલો પૂર્ણ સમુદ્ર તેને નિહાળતાં, જોતા, અવલોકતાં, દેખતાં, માનતાં અને તેમાં સ્થિર થતાં તૃપ્ત થાય તેવી ચીજ પોતે જ છે.