________________
પ્રકરણ ૨
૨.
૧. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ સમયપ્રાભૂતમાં કહે છે કે હું જે આ ભાવ કહેવા માંગુ છું તે અંતરના આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો; કારણ કે આ અનુભવપ્રધાન શાસ્ત્ર છે, તે મારા વર્તતા સ્વઆત્મવૈભવ વડે કહેવાય છે. આમ કહીને છઠ્ઠી ગાથા શરૂ કરતાં આચાર્ય ભગવાન કહે છે કે, ‘દ્રવ્ય અપ્રમત્ત નથી અને પ્રમત્ત નથી એટલે કે એ બે અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છું - એ મારી વર્તમાન વર્તતી દશાથી કહું છું' મુનિપણાની દશા અપ્રમત્ત અને પ્રમત્ત એ બે ભૂમિકામાં હજારો વાર આવ-જા કરે છે, તે ભૂમિકામાં વર્તતા મહામુનિનું આ કથન છે.
3.
પરમાગમસાર
૪.
(પૂજ્ય ગુરુદેવશ્રીના આગમો ઉપરના પ્રવચન રત્નો) ॐ नमः सिद्धेभ्यः
સમયપ્રાભૂત એટલે સમયસારરૂપી ભેટણું. જેમ રાજાને મળવા ભેટગું આપવું પડે તેમ પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશા સ્વરૂપ પરમાત્મા દશા પ્રગટ કરવા સમયસાર જે સમ્યગ્દર્શન-જ્ઞાન-યારિત્ર સ્વરૂપ આત્મા તેની પરિણતિરૂપ ભેટલું આપ્યું પરમાત્મા દશા - સિદ્ધ દશા - પ્રગટ થાય છે.
આ શબ્દ બ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલા એકત્વ-વિભક્ત આત્માને પ્રમાણ કરજો, હા જ પાડજો, કલ્પના કરશો નહિ. આનું બહુમાન કરનાર પણ મહાભાગ્યશાળી છે.
પરમ પારિણામિક ભાવ છું.
કારણ પરમાત્મા છું.
કારણ જીવ છું.
શુદ્ધ ઉપયોગોહં. નિર્વિકલ્પોહં ૐ
ચૈતન્ય સ્વભાવનું અજ્ઞાન તે રાગ-દ્વેષનું કર્તૃત્વ મનાવે છે.
રાગ-દ્વેષનું કર્તૃત્વ થતાં અકર્તા એવો જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવ એની દૃષ્ટિમાં આવતો નથી તેથી પરિભ્રમણનું મૂળ એવું રાગ-દ્વેષનું કર્તૃત્વ એવું અજ્ઞાન એ જ સંસારનું બીજ છે.
مر
આત્માને અવિરત ચોથા ગુણસ્થાનમાં પણ પ્રથમ સ્વસંવેદન પ્રત્યક્ષ થવું તે અનિવાર્ય છે કેમ કે તેમાં રાગાદિની અપેક્ષા રહેતી નથી. તેથી તેને વીતરાગ અનુભૂતિ કહેવાય છે.