________________
૨
જ્ઞાન હતું. તે જ્ઞાનામૃતમાંથી અનુક્રમે ત્યાર પછીના આચાર્યે પુષ્પદંત અને ભૂતબલી દ્વારા ષટ્યુંડાગમ તથા તેની ધવલ ટીકા, ગોમટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિશાસ્ત્રો રચાયાં. આ રીતે પ્રથમ શ્રુતસ્કંધની ઉત્પત્તિ છે. તેમાં જીવ અને કર્મના સંયોગથી થયેલા આત્માના સંસારપર્યાયનું ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિનું સંક્ષિપ્ત વર્ણન છે, પર્યાયાર્થિકનયને પ્રધાન કરીને કથન છે. આ નયને અશુદ્ધ દ્રવ્યા ર્થંકનય પણ કહે છે અને અધ્યાત્મ ભાષાથી અશુદ્ધ નિશ્ચયનય અથવા વ્યવહાર કહે છે.
૯. શ્રી ગુણધર આચાર્યને જ્ઞાનપ્રવાદપૂર્વના દશમા વસ્તુના ત્રીજા પ્રાભૂતનું જ્ઞાન હતું. તે જ્ઞાનોમાંથી ત્યાર પછીના આચાર્યોએ અનુક્રમે સિદ્ધાંતો રચ્યા.
૧૦. એમ સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીરથી ચાલતું આવતું જ્ઞાન આચાર્યોની પરંપરાથી ભગવાન કુંદકુંદાચાર્યદેવને પ્રાપ્ત થયું. તેમણે સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય, અષ્ટપાહુડ આદિ અનેક શાસ્ત્રો રચ્યાં. આ રીતે દ્વિતીય શ્રુતસ્કંધની ઉત્પત્તિ થઇ. તેમાં જ્ઞાનને પ્રધાન કરીને શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી કથન છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન છે.
૧૧. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ વિક્રમ સંવતની શરૂઆતમાં થઈ ગયા છે. દિગંબર જૈન પરંપરામાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે.
मंगलं भगवान वीरो, मंगलं गौतमो गणी । मंगलं कुन्दकुन्दार्यो, जैनधर्मोऽस्तु मंगलम् ॥
સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર સ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમ સ્વામી પછી તુરત જ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. આ રીતે આપણે જોયું કે સનાતન જૈન સંપ્રદાયમાં કળિકાળ સર્વજ્ઞ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવનું સ્થાન અજોડ છે.
૧૨. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યના રચેલાં અનેક શાસ્ત્રો છે, જેમાંથી થોડાક હાલમાં ઉપલબ્ધ છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવના મુખમાંથી વહેલી શ્રુતામૃતની સરિતામાંથી ભરી લીધેલાં તે અમૃતભાજનો હાલમાં પણ આત્માર્થીઓને આત્મજીવન અર્પે છે. તેમના પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર નામના ત્રણ ઉત્તમોત્તમ શાસ્ત્રો ‘પ્રામૃતત્રય’ કહેવાય છે. આ સિવાય નિયમસાર અને અષ્ટપાહુડની પણ પરમાગમમાં ગણત્રી થાય છે. તે પછી લખાયેલાં ઘણા ગ્રંથોના બીજડાં આ પાંચ પરમાગમોમાં રહેલા છે.
૧૩. ભગવાન મહાવીરના સંઘની અવિચ્છન્ન પરંપરા શ્રુતકેવળી ભદ્રબાહુ સુધી રહી. ત્યાર બાદ જૈન પરંપરા બે ભિન્ન ભિન્ન સ્તોત્રોમાં પ્રવાહિત થવાની શરૂઆત થઈ ગઈ.
૧૪. આ સંબંધી સમસ્ત ઘટનાક્રમનો ઉલ્લેખ જુદા જુદા ગ્રંથોના આધાર પર મળી આવે છે.
૧૫. તે સમયે ઉત્તર ભારતમાં બાર વર્ષ સુધી ભીષણ દુષ્કાળ પડ્યો. એટલે કેટલાય સંઘ દક્ષિણ ભારત તરફ પ્રયાણ કરી ગયા.
૧૬. કેટલાક મુનિ શ્રાવકોના અનુરોધવશ ઉત્તર ભારતમાં જ રહી ગયા. અને દુષ્કાળની ભીષણ પ રેસ્થિતિવશ મુનિઆચાર વિરુદ્ધ વસ્ત્ર-પાત્રાદિ સ્વીકાર કરવા પડ્યા.