________________
૩
૧૭. દુષ્કાળની સમાપ્તિ પર એ આચાર્યો સસંઘ ઉત્તર ભારત પાછા ફર્યા. ત્યાં મુનિઓના શિથિલાચારને જોઈને તેમણે એ મને પ્રાયશ્ચિત કરી એ પ્રવૃત્તિ છોડવાનો ઉપદેશ આપ્યો. પરંતુ સ્થૂલિભદ્રાદિ અનેક મુનિ સુખસુવિધાયુક્ત આ મધ્યમ માર્ગને છોડીને કઠોર માર્ગ અપનાવવા તૈયાર ન થયા. અને નવો શ્વેતાંબર પંથ ત્યારથી એટલે કે આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં શરૂ થઈ ગયો.
૧૮. આ પ્રમાણે દિગંબર અને શ્વેતાંબર બેઉ શાખાઓના સાધુ નિગ્રંથ કહેવાવા લાગ્યા. નિગ્રંથનો અર્થ છે સર્વ પ્રકારના પરિગ્રહથી રહિત.
છૂટ
૧૯. જો કે શ્વેતાંબર સંપ્રદાયના સાધુઓની લજ્જા નિવારણ માટે બહુ જ સાધારણ વસ્ત્ર રાખવાની આપવામાં આવી હતી અને જે શરતો સાથે આપવામાં આવી હતી તે ન આપવા જેવી જ હતી. વાસ્તવમાં અશક્તિ અને લાચારીમાં જ વસ્ત્રનો ઉપયોગ કરવાની આજ્ઞા આપવામાં આવી હતી.
૨૦. ધીરે ધીરે આચરણ સંબંધી ભેદની સાથે સાથે એમના વૈચારિક - તત્ત્વ સંબંધી પણ ભેદની શરૂઆત થતી ગઈ.
૨૧. આચાર-વિચાર સંબંધી આ શિથિલતા ઇ. પૂર્વે પ્રથમ સદીમાં બહુ જ વિકૃત રૂપ લઈ ચૂકી હતી. એ એટલી હદ સુધી કે આહાર-વિહાર આદિ ધાર્મિક ક્રિયાઓમાં કોઇ મર્યાદા ન રહી.
૨૨. સાધુજ પ્રત્યેક શિથિલાચારને ‘આપ્તધર્મ’ કહીને એનું પોષણ કરવા લાગ્યો. ધાર્મિક દૃઢતાનો અભાવ થતો ગયા. અને પછીના કાળમાં તો એ મુખ્ય સંપ્રદાયોમાં પણ કેટલા ભેદ-પ્રભેદ થતાં નવા નવા સંપ્રદાય શરૂ થઈ ગયા.
૨૩. આ યુગના અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરના અચેલક પરંપરાને એવી જ સાચવી રાખવા શ્રી કુંદકુંદ જેવા તલસ્પર્શી અધ્યાત્મવેત્તા અને પ્રખર પ્રશાશક આચાર્યની આવશ્યકતા સર્વાધિક હતી.
૨૪. ભગવાન મહાવીરની મૂળ દિગંબર પરંપરાના સર્વમાન્ય, સર્વશ્રેષ્ઠ આચાર્ય હોવાને નાતે આચાર્ય શ્રી કુંદકુંદ સનક્ષ સર્વાધિક મહત્ત્વપૂર્ણ બે વસ્તુઓ હતી. એક તો દ્વિતીય શ્રુતસ્કંધરૂપ પરમાગમ (અધ્યાત્મશાસ્ત્ર) ને લખવાના રૂપમાં વ્યવસ્થિત કરવા અને બીજું શિથિલાચારની વિરુદ્ધ સશક્ત આંદોલન ચલાવવું અને કઠોર પગલાં ભરવા.
૨૫. આ બન્ને કાર્યોની જવાબદારી કુંદકુંદ આચાર્યે સ્વીકારી લીધી. જિનાગમમાં બે પ્રકારના મૂલ નય બતાવવામાં આવ્યા છે. ૧) નિશ્ચય-વ્યવહાર અને ૨) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક.
સમયસાર-નિયમસારમાં નિશ્ચય-વ્યવહારની મુખ્યતાથી તથા પ્રવચનસાર અને પંચાસ્તિકાયમાં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકની મુખ્યતાથી કથન કરી અધ્યાત્મ અને વસ્તુસ્વરૂપ બંન્નેને સારી રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. અષ્ટપાહુડમાં એમના પ્રકાશકરૂપનું દર્શન થાય છે.