Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 10
________________ પ્રકરણ ૧ પટ્ટાવલિનો ઈતિહાસ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવ પ્રણીત સમયસાર” અથવા “સમયપ્રાભૃત” નામનું શાસ્ત્ર અને બીજા આગમો - જેવા કે પ્રવચનસાર, પંચાસ્તિકાય (દ્વિતીય શ્રુતસ્કંધ'માં સર્વોત્કૃષ્ટ આગમ છે. “દિતીય શ્રુતસ્કંધ'ની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ આપણે પટ્ટાવલિઓના આધારે સંક્ષેપમાં જોઈએ. ૧. આજથી લગભગ ૨૫૦વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રની પુણ્યભૂમિમાં જગતુપૂજ્ય પરમ ભટ્ટારિક ભગવાન શ્રી મહાવીર સ્વામી મોક્ષમાર્ગનો પ્રકાશ કરવા માટે સમસ્ત પદાર્થોનું સ્વરૂપ પોતાના સાતિશય દિવ્યધ્વનિ દ્વારા પ્રગટ કરતા હતા. જ્યારે ચોથા કાળના ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે શ્રી વર્ધમાન સ્વામી નિર્વાણ પધાર્યા. ૨. ત્યાર પછી બાસઠ વર્ષોમાં ગૌતમસ્વામી, સુધર્માસ્વામી અને જંબુસ્વામી એ ત્રણ કેવળી થયા અને તેમણે કેવળજ્ઞાન વડે પ્રરૂપણા કરી. ૩. તે પછીના એકસો વર્ષ સુધીના કાળમાં અનુક્રમે વિષ્ણુ, નંદિમિત્ર, અપરાજિત, ગોવર્ધન અને ભદ્રબાહુ એ પાંચ મુનિ દ્વાદશાંગના ધારક શ્રુતકેવળી થયા. તેમના કાળમાં પણ કેવળી ભગવાનની પેઠે પદાર્થોનું જ્ઞાન અને પ્રરૂપણા રહી. ત્યાં સુધી તો દ્વાદશાંગ શાસ્ત્રના પ્રરૂપણથી વ્યવહાર-નિશ્ચયાત્મક મોક્ષમાર્ગ યવાર્થ પ્રવર્તતો રહ્યો. ૪. પછીના એકસો ત્રાસી (૧૮૩) વર્ષો પર્યત અનુક્રમે વિશાખાચાર્ય, પ્રોકિલાચાર્ય, ક્ષત્રિય, જયસેન, નાગસેન, સિદ્ધાર્થ, ધૃતિષેણ, વિજય, બુદ્ધિમાન, ગંગદેવ અને ધર્મસેન એ અગિયાર પરમ નિગ્રંથ મુનિશ્વરો દશ પૂર્વના ધારક થયા. ૫. પછીના બસો વીસ (૨૦) વર્ષોમાં અનુક્રમે નક્ષત્ર, જયપાલ, પાંડુનામ, ધ્રુવસેન અને કંસાચાર્ય એ પાંચ મહામુનિ એકાદશાંગ વિદ્યાના પારગામી થયા. ૬. પછીના એકસો અઢાર (૧૧૮) વર્ષોમાં અનુક્રમે સુભદ્ર, યશોભદ્ર, મહાશય અને લોહાચાર્ય આદિ પાંચ મહામુનિ પ્રથમ અંગના પારગામી થયા અને તેમણે યથાર્થ પ્રરૂપણા કરી. આ પ્રમાણે ભગવાનવીર જિનેન્દ્રના નિર્વાણ પછી (૬૨+૧૦૦+૧૮૩+૨૨૦+૧૨૮=૬૮૩) છસો ત્રાસી વર્ષ પર્યત અંગનું જ્ઞાન રહ્યું. ૭. ત્યાર પછી કાળદોષથી ક્રમે ક્રમે અંગોના જ્ઞાનની વ્યચ્છિત્તિ થતી ગઈ. એમ કરતાં અપાર જ્ઞાનસિંધુનો ઘણો ભાગ વિચ્છેદ પામ્યા પછી બીજા ભદ્રબાહુ સ્વામી આચાર્યની પરિપાટીમાં બે સમર્થ મુનિઓ થયા. એકનું નામ ધરસેન આચાર્ય અને બીજાનું નામ ગુણધર આચાર્ય. તેમની પાસેથી મળેલાં જ્ઞાન દ્વારા તેમની પરંપરામાં થયેલા આચાર્યોએ શાસ્ત્રો ગૂંથ્યા અને વીર ભગવાનનો ઉપદેશનો પ્રવાહ વહેતો રહ્યો. ૮. શ્રીધરસેન આચાર્યને આગ્રાયણીપૂર્વના પાંચમા વસ્તુ અધિકારના મહાકર્મ પ્રકૃત્તિનામના ચોથા પ્રાભૂતનું

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 550