________________
૫
૫.
છે
નિજ સ્વરૂપનો ઉપયોગ તે સુખ છે. ને આબાળ-ગોપાળ કરી શકે છે. એ વિના શાંતિનો બીજો કોઈ ઉપાય નથી.
આત્મામાં એક સુખશક્તિ નામનો ગુણ છે કે જેની અંતર શક્તિની મર્યાદા અનંત છે. તેવા ગુણની બુદ્ધિ વડે આ મરૂપ દ્રવ્યનો આદર કરતો પાંચ ઇન્દ્રિયોના ઇન્દ્રિયાદિના વિષયોને હેય જાણી છોડે છે.
ભાવશ્રુતજ્ઞાનરૂપ પરિણમન કે જેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સમાય છે, તે ભાવશ્રુતજ્ઞાનરૂપ પરિણમન અખંડ એક દ્રવ્યના આશ્રયે પ્રગટે છે જે સર્વજ્ઞના સર્વ કથનનો સાર છે.
આત્મા સહજ આનંદ સ્વરૂપ છે તે ખરેખર દુઃખરૂપ નથી. કેમ કે પદાર્થનો સહજ સ્વભાવ અવિકૃત હોય છે તેથી અસલમાં દુઃખ નથી.
સ્વભાવ તે ઇષ્ટ છે, વિભાવ તે અનિષ્ટ છે. સ્વભાવમાં વિભાવનો તથા વિભાવમાં સ્વભાવનો અભાવ છે તે ખરું અનેકાન્ત છે. જગતના જીવોને આ સમજ્યે જ કલ્યાણ છે.
૧૦.
આત્માનું બળ એટલે કે વીર્ય એમાં એવી તાકાત છે કે તે આત્મસ્વરૂપની રચના કરે છે અને તે જ તેનો સ્વભાવ છે. તે વિકારને રચે કે પરને રચે તેવું તો વીર્યનું સ્વરૂપ જ નથી.
- પરમજ્ઞાની આત્માની દિવ્ય શક્તિઓનું વર્ણન કરતાં જણાવે છે કે આત્મામાં દ્રવ્ય-ગુણ-પર્યાયની રચનાના સામર્થરૂપ એક વીર્યશક્તિ છે કે જેનું શક્તિવાન એવા આત્મદ્રવ્ય ઉપર નજર જતાં દ્રવ્ય-ગુણ
પર્યાય એ ત્રણેમાં વ્યાપવું થાય છે. ૧૧.
એક આત્માને જાણતાં સર્વ જાણી શકાય છે. કેમ કે આત્માનો સર્વને જાણવાનો સ્વભાવ છે. આત્માનો
સ્વ-પરપ્રકાશક સ્વભાવ હોવાથી સ્વને જાણતા પર જણાઇ જાય છે. ૧૨.
જેને સુખી થવું હોય તેણે સુખ સમૃદ્ધ એવો આત્મા કે જે સુખસ્વભાવનું આલંબન જ પોતે છે તેના આશ્રયથી સુખી થવાય છે અને દુઃખનો નાશ થાય છે.
એ વડે સત્ય પ્રતીતમાં આવે છે અને અસત્યની પ્રતીતિનો નાશ થાય છે. આથી સત્યનું યથાર્થ જ્ઞાન થાય છે અને અજ્ઞાનનો નાશ થાય છે. તેમજ સત્યમાં સ્થિરતા થાય છે અને અસ્થિરતાનો નાશ થાય છે.