Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૪
પંચસંગ્રહ તૃતીયખંડ તેત્રીસ સાગરેપમ પ્રમાણુ કાળ સત્તરના બંધને કહ્યો છે. બાવીસને બંધ મિથ્યાદિષ્ટ ' ગુણસ્થાનકે થાય છે. માટે તે બંધસ્થાનકના ત્રણ ભાગ છે. તે આ પ્રમાણે-૧ અભવ્યને બાવીસને બંધ અનાદિ-અનંત કાળપયત થાય છે. કેમકે અભને સર્વદા મિાદડિટ એક જ ગુણસ્થાન હોય છે. ૨ જે ભએ અદ્યાપિ પર્યત સમ્યકત્વ પ્રાપ્ત કર્યું નથી પરંતુ હવે પ્રાપ્ત કરશે તે ભવ્ય આશ્રયી બાવીસના બંધને અનાદિ-સાંત કાળ છે. સમ્યકત્વથી પડી મિથ્યાત્વે ગયેલા છો આશ્રય સાદિ- સાંત કાળ છે. અને તે પણ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશના અર્ધ પુદ્ગલપરાવર્ત પ્રમાણ છે. કારણ કે સમ્યકત્વથી પડી મિથ્યા ગયેલા આત્માઓ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશન અર્ધ પુદ્ગલ પરાવર્ત એટલે કાળ જ મિથ્યાત્વે રહે છે, ત્યારબાદ અવશ્ય સમ્યકત્વ પ્રાપ્ત કરી લે છે. પાંચ, ચાર, ત્રણ, બે અને એક એ પાંચ બંધસ્થાનકને કાળ અંતમુહૂર્ત પ્રમાણ જ છે. કેમકે એ પાંચે બંધસ્થાનકે નવમે ગુણસ્થાનકે જ હોય છે અને તેને કાળ અંતમુહૂર્ત જ છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ બંધકાળ કહ્યો.'
જઘન્યથી તે બાવીસ, સત્તર, તેર અને નવ એ ચાર બંધસ્થાનકને અંતમુહૂર્ત બંધકાળ છે. (કેમકે તે તે બંધસ્થાનકે જે જે ગુણસ્થાનકે છે ત્યાં ત્યાં કમમાં કમ અંતર્મુહૂર્તા રહીને જ અન્યત્ર જાય છે પરાવર્તન પામે છે.) તથા પાંચ ચાર ત્રણ બે અને એક એ પાંચ બંધસ્થાનને જઘન્ય કાળ એક સમય છે. એક સમયે કઈ રીતે છે તે કહે છેઉપશમ શ્રેણિમાં ઉપરોક્ત પાંચ બંધસ્થાનને બાંધીને બીજે સમયે કોઈ એક આત્મા કાળ કરીને દેવલોકમાં જાય અને ત્યાં અવિરતિ થાય છે, ત્યાં અવિરતિ (સમ્યગ્દષ્ટિપણા) માં તેને સત્તરને બંધ થાય છે. આ રીતે ઉપશમશ્રેણિમાં એક સમય કાળ સંભવે છે. આ રીતે ચાર આદિ બંધસ્થાનમાં પણ જાણી લેવું.
એકવશનું બંધસ્થાન સાસ્વાદને હોય છે, એટલે સાસ્વાદન ગુણસ્થાનકને જઘન્ય -ઉત્કટ જેટલો કાળ હોય તેટલે એકવીશના બંધસ્થાનને પણ કાળ હોય છે, માટે સૂત્રકારે એકવીશના બંધને કાળ કહ્યો નથી. એકવીશના બંધને જઘન્ય કાળ એક સમય અને ઉત્કૃષ્ટ છે આવલિકા છે. સાસ્વાદન ગુણસ્થાનને કાળ એટલેજ છે માટે. ૨૨.
આ પ્રમાણે મેહનીયનાં બંધસ્થાનકે કહ્યાં. હવે ઉદયસ્થાને કહે છે– इगिदुगचउएगुत्तर आदसगं उदयमाहु मोहस्स । संजलणवेयहासरइभयदुगुंछतिकसायदिट्ठी य ॥२३॥
एकद्विचतुरेकोत्तरमादशकमुदयमाहुः मोहस्य ।
संज्वलनवेदहास्यरतिभयजुगुप्सात्रिकषायदृष्टौ च ॥२३॥ ૧ ઉપશમ શ્રેણિમાં મરણ પામનાર જીવ આશ્રયી જ એક સમય કાળ સંભવે છે. જે મરણ ન પામે છે અને ક્ષપકશ્રેણિમાં અંતર્મુહૂર્ત કાળ જ સંભવે છે.