Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસંગ્રહ તૃતીય ખ‘હુ
ટીકાનુ૦—-ઉદયમાં સાતવેદનીય હાય કે અસાતવેદનીય હાય અને જે ઉદયમાં ડાય તેના જ બંધ કરે અથવા જેના ઉદય હાય તેના બંધ ન કરે પણ ઈતર-મીજીના બધ કરે, પરંતુ સત્તામાં સાતા-અસાતા અને હોય ત્યારે તેના ચાર ભાંગા થાય છે. તથા બંધના અભાવમાં અયાગિના ચરમસમયે એ વેદનીયમાંથી જેના ઉદય હાય તેની જ સત્તા હાય તેના બે ભાંગા થાય છે. તે સિવાયના કાળમાં મચાગિના પ્રથમ સમયથી આરંભી દ્વિચ રમસમય પર્યંત એ વેદૌયમાંથી ગમે તેના ઉદય હોય પર ંતુ સત્તા બ ંનેની હાય તેથી તેના બે ભાંગા થાય છે. આ પ્રમાણે સઘળા મળી વેદનીય કર્મીના આઠ ભાંગા થાય છે.
તે આ પ્રમાણે ખેલવા-૧ અસાતાના અંધ, અસાતાના ઉદય, સાતા-અસાતા ખનેની સત્તા અથવા ૨ અસાતાના અંધ, સાતાને ઉદય, સાતા-અસાતા તેની સત્તા. આ એ વિકલ્પ મિથ્યાદૃષ્ટિથી આરંભી પ્રમત્ત સંયંત પર્યંત હોય છે. કારણકે ત્યારબાદ અસાતાને બંધ નથી. ૩ સાતાના અંધ, અસાતાના ઉદય, સાતા—અસાતા તેની સત્તા, ૪ સાતાના બંધ, સાતાના ઉદય, સાતા-અસાતા અનેની સત્તા આ એ વિકલ્પ મિથ્યાર્દષ્ટિથી આરંભી સચાગિકેલિના ચરમસમય પર્યંત હોય છે. કેમકે અયોગિકુંવલિ ગુણુઠાણું ચેગાભાવે વેદનીયના બંધ જ હોતા નથી. ૫ અસાતાને ઉદય, સાતા—અસાતાની સત્તા. ૬ સાતાના ઉદય, સાતા—અસાતાની સત્તા, આ બે વિકલ્પ અવૈગિકેવલિના પ્રથમ સમયથી આરંભ દ્વિચરમસમય પર્યંત હાય છે. ચરમસમયે છ અસાતાના ઉદય, અસાતાની સત્તા, અથવા ૮ સાતાના ઉદય, સાતાની સત્તા. આ એ વિકલ્પ હાય છે. આ પ્રમાણે વેદનીયકના આઠ વિકલ્પો કહ્યા. ૧૮.
આ પ્રમાણે થાડુ કહેતુ હેવાથી પહેલાં છ કર્મના ભાંગા કહ્યા. હવે મેહનીયના અંધ, ઉદય અને સત્તાસ્થાનેાને કહેવા ઈચ્છતા આ ગાથામાં બંધસ્થાના કહે છે—— दुगइगवीसा तेरस नव पंच चउर ति दु एगो |
बंधी इगिदुग चउत्थय पणदृणवमेसु मोहस्स ॥ १९ ॥
૨૦
व्येकविंशतिः सप्तदश त्रयोदश नव पञ्च चतुस्त्रिव्येकः । बन्धः प्रथमे द्वितीये चतुर्थे च पञ्चमाष्टमनवमेषु मोहस्य ॥१९॥ અ --માટુનીયક ખાવીશ પ્રકૃતિરૂપ અધસ્થાન પહેલે, એકવીશ ખીજે, સત્તર ત્રીજે અને ચેાથે, તેર પાંચમે, નવ છઠ્ઠે, સાતમે અને આમે, તથા પાંચ, ચાર, ત્રણ, બે અને એક પ્રકૃતિરૂપ બંધસ્થાનકે નવમે હોય છે.
ટીકાનુ॰--એ અને એકની સાથે વીશ શબ્દ જોડવા તથા પહેલા અને ખીજા પદ સાથે ત્રજા અને ચાથા પદના અનુક્રમે સંબંધ કરવા. તે આ પ્રમાણે-મેહનીયકમ ના દશ બંધસ્થાનક છે, તેમાં પહેલુ બધસ્થાન ખાવીશ પ્રકૃતિનુ છે અને તે પહેલે ગુણસ્થાનકે હાય છે, બીજી એકવીશ પ્રકૃતિરૂપ અને તે ખીજે ગુણુસ્થાનકે, ત્રીજી સત્તર પ્રકૃતિનું